Home /News /career /

Bank of Baroda Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં 42 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

Bank of Baroda Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં 42 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

બેંક ઓફ બરોડામાં 42 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

Bank of Baroda Recruitment 2022 : દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક, બેન્ક ઓફ બરોડા દ્વારા વધુ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત ચકાસી અને ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.

    Bank of Baroda Recruitment 2022:બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) એ રિસ્ક મેનેજમેન્ટ અને ફ્રોડ રિસ્ક ડિપાર્ટમેન્ટ વિભાગમાં નિયમિતરૂપે અને કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવનાર અને અનુભવ ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર બેન્ક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ https://www.bankofbaroda.in/. પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા તેઓ આ પદ માટે પાત્રતા ધરાવે છે કે નહીં તેની નોટિકેશન વાંચીને ચકાસણી કરી લેવી.

    બેન્ક ઓફ બરોડાએ કુલ 42 પદ પર ભરતી બહાર પાડી છે. જેમાં 4 જગ્યાઓ પર SC ઉમેદવારની, 1 જગ્યા પર ST ઉમેદવારની, 7 જગ્યા પર OBC ઉમેદવારની, 2 જગ્યા પર EWS ઉમેદવારની અને 28 જગ્યા પર જનરલ ઉમેદવારની ભરતી કરવામાં આવશે.

    Bank of Baroda Recruitment 2022: વયમર્યાદા

    જનરલ કેટેગેરીના ઉમેદવાર માટે મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. વયમર્યાદામાં SC અને ST ના ઉમેદવારને 5 વર્ષની, OBC ઉમેદવારને 3 વર્ષની, જનરલ કેટેગરીના વિકલાંગ ઉમેદવારને 10 વર્ષની, OBC કેટેગરીના વિકલાંગ ઉમેદવારને 13 વર્ષની, SC અને ST કેટેગરીના વિકલાંગ ઉમેદવારને 15 વર્ષની છૂટ આપવામાં આવી છે.

    આ પણ વાંચો : Oil India Recruitment 2022: ઓઈલ ઈન્ડિયામાં 55 જગ્યાઓ માટેભરતી, મળશે રૂ. 2,20,000 સુધીનો પગાર

    Bank of Baroda Recruitment 2022: અરજી ફી

    જનરલ, EWS અને OBC ઉમેદવારોએ રૂ.600 ઉપરાંત એપ્લિકેબલ ચાર્જ ચૂકવવાનો રહેશે. SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ રૂ.100 ઉપરાંત એપ્લિકેબલ ચાર્જ ચૂકવવાનો રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા42
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી

    જનરલ, EWS અને OBC ઉમેદવારોએ રૂ.600 ઉપરાંત એપ્લિકેબલ ચાર્જ ચૂકવવાનો રહેશે. SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ રૂ.100 ઉપરાંત એપ્લિકેબલ ચાર્જ ચૂકવવાનો રહેશે.

    અરજી કરવાની અંતિમ તારીખ15-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    Bank of Baroda Recruitment 2022: કેવી રીતે અરજી કરવાની રહેશે

    ઉમેદવારોએ બેન્ક ઓફ બરોડાની અધિકૃત વેબસાઈટ bankofbaroda.in/Career.htm ઓપન કરવાની રહેશે.
    ત્યારબાદ ઉમેદવારોએ યોગ્ય ફોર્મેટમાં રજિસ્ટર કરીને તમામ વિગતો ભરવાની રહેશે.
    તમામ વિગતો ભરીને ઉમેદવારોએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને અરજી ફી ચૂકવવાની રહેશે.

    અરજી કરવા માટે અને પરીક્ષાની તમામ વિગતો મેળવવા માટે ઉમેદવાર પાસે વેલિડ ઈમેઈલ આઈડી અને કોન્ટેક્ટ નંબર હોવો જરૂરી છે.

    આ પણ વાંચો : BEL Recruitment 2022: બેલમાં 20 નવી જગ્યાઓ પર ભરતી, રૂ. 55,000 સુધી મળશે પગાર

    Bank of Baroda Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    બેંક દ્વારા આ નોકરી માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોએ સર્વિસ બોન્ડ પણ સાઇન કરવાનો રહેશે. આ અંગે વધુ માહિતી નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર