Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 105 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી, 24મી માર્ચ અંતિમ તારીખ
Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 105 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી, 24મી માર્ચ અંતિમ તારીખ
Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 105 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તક
Bank of Baroda Recruitment 2022 : બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો (Banking Jobs) માટે બેંક ઓફ બરોડા (Bank of Baroda)ની ભરતીમાં (Recruitment)માં અરજી કરવાની અંતિમ તક છે. 105 જગ્યાની ભરતી માટે 24મી માર્ચ અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા (BOB Recruitment 2022), 4 માર્ચ 2022 ના રોજ ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ, MSME અને કોર્પોરેટ ક્રેડિટ વિભાગો માટે લાયક અને અનુભવી નિષ્ણાંત અધિકારીઓ માટે એક ભરતી જાહેરાત બહાર (Job Notification) પાડી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 24 માર્ચ, 2022 સુધીમાં અરજી (Apply) કરી શકે છે. મેનેજર - ડિજિટલ ફ્રોડ, ક્રેડિટ ઓફિસર, ક્રેડિટ - એક્સપોર્ટ / ઈમ્પોર્ટ બિઝનેસ અને ફોરેક્સ - એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે લગભગ 105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 24મી માર્ચના રોજ ગુરૂવારે આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન (Online application) કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંકના માધ્યથી ઓનલાઇન અરજી કરી શકે છે.
Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા ભરતી - 2022
B.E./ B. ટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ/ IT/ ડેટા સાયન્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ/ IT માં ગ્રેજ્યુએશન એટલે કે B.Sc/ BCA/ MCA. બેંકિંગ ક્ષેત્રમાં IT/ડિજીટલ ક્ષેત્રમાં કામ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.
ક્રેડિટ ઓફિસર (MSME ડિપાર્ટમેન્ટ) SMG/S IV અને
કોઇ પણ અભ્યાસક્રમમાં ગ્રેજ્યુએશન અથવા CA/ CMA/ CFA કરેલું હોવું જોઇએ. ક્રેડિટ મૂલ્યાંકનનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ અથવા RBI માન્ય રેટિંગ એજન્સીઓમાં એનાલિસ્ટ તરીકેનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ક્રેડિટ ઓફિસર (MSME ડિપાર્ટમેન્ટ) MMG/ S III
કોઇ પણ અભ્યાસક્રમમાં ગ્રેજ્યુએશન અથવા CA/ CMA/ CFA કરેલું હોવું જોઇએ. ક્રેડિટ મૂલ્યાંકનનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અથવા RBI માન્ય રેટિંગ એજન્સીઓમાં એનાલિસ્ટ તરીકેનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ક્રેડિટ -એક્સપોર્ટ/ ઇમ્પોર્ટ બિઝનેસ (MSME ડિપાર્ટમેન્ટ) MMG/S IV
Bank of Baroda Recruitment 2022 : કઇ રીતે કરશો અરજી
-BOB ની સત્તાવાર વેબસાઇટ - www.bankofbaroda.co.in ની પર જાઓ.
- 'કરિયર' સેક્શનમાં જઇને 'કરન્ટ ઓપોર્ચ્યુનિટી' પર ક્લિક કરો.
- હવે ભરતી નોટિફીકેશનમાં જઇને એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો.
- તમામ વિગતો ભરીને ફી ભરો અને રજીસ્ટ્રેશન કરો.
Bank of Baroda Recruitment 2022 : અરજી ફી
SC/ST/ વિકલાંગ વ્યક્તિઓ (PWD)/મહિલા - રૂ. 100
GEN/OBC/EWS - રૂ. 600
Bank of Baroda Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા
ઉપરોક્ત પોસ્ટ માટે ભરતી કરવા ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરાશે. સૌ પ્રથમ ઓનલાઇન પરીક્ષા રહેશે. જેમાં ઉત્તીર્ણ થયા બાદ ગૃપ ડિસ્કશન/ પર્સનલ ઇન્ટરવ્યૂ/ સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય ટેસ્ટ લેવામાં આવશે.