Home /News /career /BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 100 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
Bank of Baroda Recruitment 2022 : બેન્ક ઓફ બરોડા (BOB) દ્વારા એગ્રિકલ્ચલ માર્કેટિંગ ઓફિસર અને એગ્રિકલ્ચર વાઇસ પ્રેસિડેન્ટ (AVP)ની પોસ્ટ પર ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યુ છે, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
BOB Recruitment 2022: બેંક ઓફ બરોડા (BOB Recruitment 2022) તેની વેબસાઈટ bankofbaroda.in પર એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર (AMO Jobs) અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (AVP Jobs)- એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજરની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજી (Apply Online)ઓ મંગાવી છે. 100 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 47 એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે છે અને 53 આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ - એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજમેન્ટ માટે છે.
આપને જણાવી દઇએ કે, બેંક અમદાવાદ, બરોડા, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નવી દિલ્હી અને પુણે માટે AVP પોસ્ટ્સ માટે અને પટના, ચેન્નાઈ, મેંગલુરુ, નવી દિલ્હી, રાજકોટ, ચંદીગઢ, એર્નાકુલમ, કોલકાતા, મેરઠ અને અમદાવાદ માટે AMO પોસ્ટ્સ માટે ફરીથી અરજીઓ આમંત્રિત કરી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ, 2022 છે.