Home /News /career /Bank of Baroda Recruitment 2022: BOBમાં સ્પેશ્યાલીસ્ટ ઓફિસરની ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો
Bank of Baroda Recruitment 2022: BOBમાં સ્પેશ્યાલીસ્ટ ઓફિસરની ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો
બેન્ક ઓફ બરોડામાં નોકરી
Bank of Baroda Recruitment 2022: બેંકમાં વિશેષ અધિકારીની નોકરીનું સપનું જોતા યુવાનો માટે આ ભરતી તકોની વણઝાર લઈને આવી છે. તેમાં અરજી કરવા માટે તથા તેને લગતી સંપૂર્ણ માહિતી તમે બેંકની વેબસાઈટ પરથી મેળવી શકો છો.
Jobs and career: અત્યારે સરકારી અને અર્ધ સરકારી કંપનીઓમાં નોકરીની સુવર્ણ તક આવી રહી છે ત્યારે બેંક ઓફ બરોડા (BOB)એ કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ વિભાગ માટે વિશેષજ્ઞ અધિકારી (SO)ની જગ્યાઓ માટે નિયમિત ધોરણે અરજીઓ આમંત્રિત કરી છે. બેંકમાં વિશેષ અધિકારીની નોકરીનું સપનું જોતા યુવાનો માટે આ ભરતી તકોની વણઝાર લઈને આવી છે. તેમાં અરજી કરવા માટે તથા તેને લગતી સંપૂર્ણ માહિતી તમે બેંકની વેબસાઈટ પરથી મેળવી શકો છો.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ - www.bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ, 2022 છે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 325 જગ્યાઓ ભરવામાં આવશે.
બેંક ઓફ બરોડા ભરતી 2022: યાદ રાખવા જેવી મહત્વની તારીખો
રજીસ્ટ્રેશન પ્રક્રિયા 22 જૂન, 2022ના રોજ શરૂ થઈ ચુકી છે.
રસ ધરાવતા ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઇટ www.bankofbaroda.in દ્વારા અરજી કરી શકશે. ઉમેદવારોને વધુ અપડેટ્સ માટે નિયમિતપણે www.bankofbaroda.in/careers.htm (વર્તમાન તકો) તપાસવાની પણ સલાહ આપવામાં આવે છે. ઓનલાઈન અરજી કરીને વિષેશ અધિકારીની જગ્યા માટે અનુરૂપ તૈયારી કરી, સફળતા મેળવી તમે પણ બેંક ના અધિકારી બની શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર