Home /News /career /

Bank of Baroda Recruitment 2021: BOBમાં 52 જગ્યા માટે ભરતી, રૂ. 63,000થી વધુ મળી રહ્યો છે પગાર

Bank of Baroda Recruitment 2021: BOBમાં 52 જગ્યા માટે ભરતી, રૂ. 63,000થી વધુ મળી રહ્યો છે પગાર

BOB Recruitment 2021 : બેંક ઓફ બરોડામાં આઈટી પ્રોફેશનલની ભરતી, જાણો શું છે લાયકાત, કેવી રીતે કરશો અરજી

Bank of Baroda Recruitment 2021 : : દેશની ત્રીજી સૌથી મોટી બેંક, બેંક ઓફ બરોડા આઈટી (Bank of Baroda It Professional Recruitment 2021) પ્રોફેશનલ્સને નોકરીની સુવર્ણ તક આપી રહી છે. અહીંથી સીધા કરો અરજી

    Bank of Baroda Recuirtment 2021: દેશની ત્રીજી સૌથી મોટી બેંક, બેંક ઓફ બરોડા આઈટી (Bank of Baroda It Professional Recruitment 2021) પ્રોફેશનલ્સને નોકરીની સુવર્ણ તક આપી રહી છે. બેંક ઓફ બરોડામાં જુદી જુદી 52 જગ્યા માટે ઈન્ફોર્મેનશ ટેકનોલોજીના (BOB IT Professional Vacancy) નિષ્ણાતોની ભરતી થઈ રહી છે. આ ભરતી માટે બેંક દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન જાહેરાત મુજબ ઉમેદવારો બેંક ઓફ બરોડાની વેબસાઇટ (BOB IT Professional Vacancy Online Notification) પર જઈને 28મી ડિસેમ્બર 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી સાથે ઉમેદવારોએ અરજી શુલ્ક ચુકવવાનો રહેશે.

    ખાલી જગ્યાની માહિતી

    બેંક ઓફ બરોડાની જાહેરાત મુજબ બેંકને કોન્ટ્રાક્ટ આધારિત ક્વોલિટી લીડ એશ્યોરન્સ 2 જગ્યા, ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયર 12 જગ્યા, ડેવલપર (જાવા) 12 જગ્યા, ડેવલપપર (મોબાઇલ એપ્લિકેશન) 12 જગ્યા , ડેવલપર યુઆઈ/ યૂએક્સ ડિઝાઇન 2 પોસ્ટ, ક્લાઉડ એન્જિનિયર 2, એપ્લિકેશન આર્કિટેક્ટ 2, એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ટ 2, ટેક્નોલૉજી આર્કિટેક્ટ 2 પોસ્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ 2 પોસ્ટ, ઈન્ટીગ્રેશન એક્સપર્ટ 2 પોસ્ટ માટે ભરતી છે.

    આ પણ વાંચો : Sarkari Naukri : સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 66 શિક્ષકોની ભરતી, રૂ. 31,340 પગારથી થશે શરૂઆત

    શૈક્ષણિક લાયકાત અનુભવ

    આઈટી પ્રોફેશનલ અને ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત BE, B.Tech, ઉપરાંત જુદી જુદી નોકરી માટે જુદા જુદા અનુભવ અને લાયકાત માંગવામાં આવી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા52
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા દ્વારા
    શૈક્ષણિક લાયકાતસંબંધિત વિષયોમાં BE/B.Tech
    અરજી કરવાની ફીસામાન્ય/ઓબીસી/ ઈડબલ્યૂએસ શ્રેણી માટે રૂપિયા 600 રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિક્લાંગ વ્યક્તિ માટે રૂપિયા 100
    અરજી કરવાની અંતિમ તારીખ28-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Bank of Baroda Recuirtment 2021 પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે અરજી કરનારા ઉમેદવારાની પસંદગી ઓનલાઇન પરીક્ષા સાઇકોમેટ્રિક ટેસ્ટના આધારે અથવા અન્ય કોઈ પરીક્ષા દ્વારા કરાશે. આ પરીક્ષામાં ડિસ્કશન- ઈન્ટરવ્યૂ વગેરે જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે.

    આ પણ વાંચો :  Indian Coast Guard Recruitment 2021: નાવિક-યાંત્રિકની 332 જગ્યા માટે ભરતી, 21,700 રૂ. પગારથી થશે શરૂઆત

    Bank of Baroda Recuirtment 2021 અરજી ફી

    આ નોકરી માટે અરજી કરવાની ફી સામાન્ય/ઓબીસી/ ઈડબલ્યૂએસ શ્રેણી માટે રૂપિયા 600 રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને વિક્લાંગ વ્યક્તિ માટે રૂપિયા 100 રાખવામાં આવી છે.

    ઓનલાઇન અરજી કરવા માટે

    ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો https://www.bankofbaroda.in/career પર જઈને ક્લિક કરી અને અજી કરી શકે છે. આ નોકરીનું જાહેરનામું અહીંયા ક્લિક કરી અને જોઈ શકાય છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર