Home /News /career /

Bank Exam: બેન્કની પરીક્ષાની તૈયારી માટે આ છે બેસ્ટ ટિપ્સ, પાકી થઈ જશે નોકરી

Bank Exam: બેન્કની પરીક્ષાની તૈયારી માટે આ છે બેસ્ટ ટિપ્સ, પાકી થઈ જશે નોકરી

બેન્કની નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ટીપ્સ

Bank Exam : જો તમે બેન્કમાં નોકરી માટે તૈયારી કરી રહ્યા છો અથવા તો બેન્કિંગમાં કેરિયર બનાવવા માંગો છો તો આ ટીપ્સ તમારા માટે ખૂબ ઉપયોગ સાબિત થઈ શકે છે.

    Bank Exam, Bank Job, Bank PO Exam : બેંકમાં નોકરી (Bank Job) કરીને ઘણા લાભો મેળવી શકાય છે. સરકારી બેંકો (Govt Bank)માં બેંક POની પોસ્ટ પર કામ કરતા લોકોને સારો પગાર તેમજ અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. બેંક પીઓ પરીક્ષા (Bank PO Exam) થોડી મુશ્કેલ માનવામાં આવે છે પરંતુ જો તેની તૈયારી યોગ્ય રીતે કરવામાં આવે તો તેમાં સફળ થવું ખૂબ જ સરળ છે (Bank PO Exam Tips).

    બેંક PO પરીક્ષાનો અભ્યાસક્રમ (Bank PO Exam Syllabus) પણ સરકારી નોકરીઓ (Sarkari Naukri) માટેની અન્ય પરીક્ષાઓ જેવો જ છે. કોઈપણ પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલા વ્યક્તિએ તેનો અભ્યાસક્રમ (Bank PO Exam Syllabus) જાણવો જોઈએ. તેનાથી તમારી નબળાઈઓનો પણ અંદાજ લગાવી શકાય છે. જો તમે બેંક પીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો આ ટીપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે (Bank PO Exam Tips).

    આ પણ વાંચો :  Rajkot Nagarik Sahakari Bank Recruitment: રાજકોટ નાગરિક બેંકની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    બેન્ક પીઓ એક્ઝામ પેટર્ન

    બેંક પીઓ પરીક્ષાનું પ્રશ્નપત્ર ઓબ્જેક્ટિવ બેઝ્ડ હોય છે (Bank PO Exam Pattern). તેના આગળના તબક્કામાં ગ્રુપ ડિસકશન અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા (Bank PO Interview) હોય છે. વિવિધ પ્રકારના પ્રશ્નોની તૈયારી કરવા માટે, ઉમેદવારો અગાઉના વર્ષના સોલ્વ કરેલા પેપર અને સ્પર્ધાત્મક પરીક્ષાના માસિક પત્રિકાની મદદ લઈ શકે છે.

    આવી રીતે કરો કોમ્પ્યૂટર વિષયની તૈયારી

    કોમ્પ્યુટર વિષયનું પ્રશ્નપત્ર 20 ગુણનું છે (Bank PO Exam Syllabus). તેમાં બેસિક જનરલ કોમ્પ્યૂટર નોલેજ, સોફ્ટવેર અને હાર્ડવેર, ડીબીએમએસ, માઇક્રોસોફ્ટ ઓફિસ, ઇનપુટ અને આઉટપુટ ડિવાઈસ, નેટવર્કીંગ અને ઇન્ટરનેટનું બેસિક નોલેજ હોવું આવશ્યક છે.

    આ પણ વાંચો : Bank of Baroda Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં 42 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    આ બાબતોનુ જ્ઞાન પણ છે જરૂરી

    સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજની તૈયારી માટે દરરોજ ન્યૂઝ પેપર વાંચવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી કરંટ અફેર્સ પર પકડ મજબૂત થશે. અંગ્રેજી અને ગણિત વિષયોની તૈયારી માટે 6 થી 10 સુધીના NCERT બુકના વ્યાકરણ પુસ્તકો અને ગણિતના પુસ્તકો વાંચવું વધુ સારું રહેશે.
    First published:

    Tags: Banking Jobs, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन