Home /News /career /BMRCL Recruitment 2022: એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ મળશે પગાર

BMRCL Recruitment 2022: એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ મળશે પગાર

BMRCL 2022 : બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશનમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી વિગતો દ્વારા કરો અરજી

Bangalore Metro Rail Corporation Limited Recruitment 2022 : બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Bangalore Metro Rail Corporation Limited, BMRCL) એ ત્રણ વર્ષના સમયગાળા માટે એન્જિનિયરિંગના પદ માટે ભરતી બહાર પાડી છે.

BMRCL Recruitment 2022: બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (Bangalore Metro Rail Corporation Limited, BMRCL) એ ત્રણ વર્ષના સમયગાળા માટે એન્જિનિયરિંગના પદ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ (BMRCL Recruitment 2022 Online application Link) ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 17 જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે.

કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે? ચીફ એન્જિનિયર: 01, ડેપ્યુટી ચીફ એન્જિનિયર: 04, એક્ઝીક્યુટીવ એન્જિનિયર: 04, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર: 05, આસિસ્ટન્ટ એન્જિનિયર: 34, સેક્શન એન્જિનિયર: 46
આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર (સર્વે): 02, આસિસ્ટન્ટ એન્જિનિયર (સર્વે): 06, જૂનિયર એન્જિનિયર: 23,

ચીફ એન્જિનિયર (Designs –Viaduct & Elevated stations): 01, એડીશનલ ચીફ એન્જિનિયર / ડેપ્યુટી ચીફ એન્જિનિયર (Designs Viaduct & Elevated stations): 02 ડેપ્યુટી જનરલ મેનેજર (Arch): 01, એક્ઝીક્યુટીવ એન્જિનિયર ડિઝાઈન (Viaduct & Elevated Stations): 02 , મેનેજર (Arch): 01
ડેપ્યુટી મેનેજર (Arch): 02, આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર, ડિઝાઈન (Viaduct & Elevated Stations): 02,  આસિસ્ટન્ટ એન્જિનિયર- ડિઝાઈન (Viaduct & Elevated Stations): 03, સેક્શન એન્જિનિયર (Arch): 02
સેક્શન એન્જિનિયર Design: 03

પગાર

ચીફ એન્જિનિયર: રૂ.1,50,000
ડેપ્યુટી ચીફ એન્જિનિયર: રૂ.1,25,000
એક્ઝીક્યુટીવ એન્જિનિયર: રૂ.80,000
આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર: રૂ.65,000
આસિસ્ટન્ટ એન્જિનિયર: રૂ.50,000
સેક્શન એન્જિનિયર: રૂ.36,000
આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર (સર્વે): રૂ.65,000
આસિસ્ટન્ટ એન્જિનિયર (સર્વે): રૂ.50,000
જૂનિયર એન્જિનિયર: રૂ.30,000
ચીફ એન્જિનિયર (Designs –Viaduct & Elevated stations): રૂ.1,65,000
એડીશનલ ચીફ એન્જિનિયર / ડેપ્યુટી ચીફ એન્જિનિયર (Designs Viaduct & Elevated stations): રૂ.1,40,000
ડેપ્યુટી જનરલ મેનેજર (Arch): રૂ.1,40,000

નોંધ- પસંદગી પામેલ ઉમેદવારોને કંપનીના નિયમો અનુસાર ફિક્સ મેડિકલ એલાઉમ્સ, ગ્રુપ મેડિકલ એન્ડ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ કવર, રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ તથા અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ડેપ્યુટી ચીફ એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોએ સિવિલ એન્જિનિયરિંગમાં BE / B.Tech કરેલું હોવું જોઈએ અને 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એક્ઝીક્યુટીવ એન્જિનિયર માટે અરજી કરતા ઉમેદવારોએ સિવિલ એન્જિનિયરિંગમાં BE / B.Tech કરેલું હોવું જોઈએ અને 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. BMRCLની ભરતી અંગેની અરજી પ્રક્રિયા, પગાર, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા તથા વધુ જાણકારી મેળવવા માટે નોટિફિકેશન ચેક કરવાનું રહેશે.

આ પણ વાંચો :  ONGC Recruitment 2021:HR એક્ઝિક્યૂટીવ અને PROની ભરતી, અહીંથી સીધા કરો અરજી

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા19
શૈક્ષણિક લાયકાતએન્જિનિયરીંગ અને આર્કિટેક્ટમાં  ડિગ્રી સાથે સંલગ્ન શાખાનો અનુભવ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન સાથે ઓફલાઇન અરજી મોકલવી આવશ્યક
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
અરજી કરવાની છેલ્લી તારીખ17-1-2022
અરજી કરવાની ફીનિશુલ્ક
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



કેવી રીતે અરજી કરવાની રહેશે

ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ જણાવેલ ફોર્મેટ અનુસાર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ઉમેદવારોએ એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે રાખવી. ઉમેદવારોએ જરૂરી સર્ટીફિકેટ અને એક્સપીરિયન્સ સર્ટીફિકેટ જમા કરવાના રહેશે.

આ પણ વાંચો : Sarkari Naukri 2021: ધોરણ 8-10 પાસ માટે 1290 પદો પર ભરતી, અરજી કરવાની છેલ્લી તક

જે ઉમેદવાર ઓફલાઈન અરજી કરવા ઈચ્છે છે તેમણે

જનરલ મેનેજર, બેંગ્લેર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, III ફ્લોર, BMTC કોમ્પલેક્ષ, K.H. રોડ, શાંતિનગર, બેંગ્લોર- આ એડ્રેસ પર અરજી કરવાની રહેશે તથા એન્વેલપ ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરો છો તે, વિશે લખવાનું રહેશે.

ઉમેદવારોએ 17 જાન્યુઆરી 2022 ના રોજ સાંજે 4 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ bmrc.co.in. પરથી આ ભરતી અંગેની વધુ જાણકારી મેળવી શકે છે.
First published:

Tags: Career News, Sarkari Naukri

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો