Home /News /career /

Apple, Google જેવી મોટી કંપનીઓમાં જોઇએ છે નોકરી? તો બનો બેકએન્ડ ડેવલપર, જાણો સંપૂર્ણ વિગત

Apple, Google જેવી મોટી કંપનીઓમાં જોઇએ છે નોકરી? તો બનો બેકએન્ડ ડેવલપર, જાણો સંપૂર્ણ વિગત

બેકએન્ડ ડેવલપર્સની અત્યંત માંગ રહેતી હોય છે.

Career in Demand: માઈક્રોસોફ્ટ, ગૂગલ, એપલ જેવી આઈટી જાયન્ટ્સથી માંડીને નાની અને મધ્યમ કદની સંસ્થાઓ સુધીની કોઈ પણ સોફ્ટવેર એપ્લિકેશન સાથે સંકળાયેલી તમામ કંપનીઓમાં બેકએન્ડ ડેવલપર્સની અત્યંત માંગ રહેતી હોય છે.

સોફ્ટવેર એપ્લિકેશન્સ (Software Application) આધુનિક ડિજિટલ વિશ્વનું ચાલકબળ બની ગઈ છે. દરરોજ વિશ્વભરના લાખો સોફ્ટવેર ડેવલપર્સ (Software Developers) માનવ જીવનને મદદ કરવા અને ટેકો આપવા માટે અસંખ્ય ઉપકરણો, મશીનરી, ઓપરેટિંગ સિસ્ટમ્સ અને વેબ એપ્લિકેશન્સને પાવર આપવામાં મદદ કરે છે. જ્યારે પણ આપણે સોફ્ટવેર શબ્દ સાંભળીએ છીએ, આપણા મનમાં આવતો સૌથી પહેલો વિચાર હોય છે કે, આપણી આંખ સામે આવતું સુંદર લેઆઉટ (Beautiful Layout). જોકે, ભાગ્યે જ આપણે રોજીંદા જીવનમા વાપરતા અનેક સોફ્ટવેર પાછળના મગજ વિશે વિચારીએ છીએ. જે 3 જટિલ ભાગો - બેક-એન્ડ અલ્ગોરિધમ, ડેટા પર પ્રોસેસ અને તેઓ UI સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, જેને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (graphical user interface) તરીકે પણ ઓળખાય છે, તેનો સમાવેશ થાય છે. તો, આના પર કોણ કામ કરે છે? ચાલો આ આર્ટીકલમાં બેકએન્ડ ડેવલપર્સની અતિ મહત્વપૂર્ણ ભૂમિકાને (Role of Bankend Developers) વિસ્તાર પૂર્વક સમજીએ.

બેકએન્ડ ડેવલપર્સની મહત્વની ભૂમિકા

બેકએન્ડ ડેવલપર્સ પડદા પાછળની ભૂમિકા નિભાવે છે. તેઓ ફ્રન્ટ એન્ડ ડેવલપર્સ સાથે મળીને કામ કરે છે, પરંતુ તેમની મુખ્ય ભૂમિકા ફંક્શનાલિટી કોડ અને વિવિધ ટેક્નોલોજીસ પાછળના લોજીક પ્રોવાઇડ કરવાની હોય છે. દા.ત, સ્ક્રિન પર તમને કોઇ બટન દેખાય છે, તો તેને ક્લિક કરવાથી શું થશે તે બેકએન્ડ ડેવલપર્સ નક્કી કરે છે. જેમ જેમ વિશ્વ ઓનલાઈન થઈ રહ્યું છે, ટેક્નોલોજીમાં ઝડપી પ્રગતિને કારણે બેકએન્ડ ડેવલપર્સની માંગ પણ ઝડપથી વધી રહી છે. આજે વિશ્વમાં બેક એન્ડ ડેવલપર્સની જોબ્સ માટે આકર્ષણ પણ ખૂબ વધી રહ્યું છે, આ સેક્ટરમાં તેમના માટે કારકીર્દીના અનેક દરવાજાઓ ખુલે છે અને આવનારા વર્ષોમાં પણ તેની માંગ રહેશે.

શા માટે બેકએન્ડ ડેવલપર બનવું જોઇએ?

વૈશ્વિક મહામારીના મોજાને પહોંચી વળવા, ગ્રાહકોની વધતી જતી અપેક્ષાઓને પહોંચી વળવા અને ટેકનોલોજી સાથે તેમની ઇન્ટર્નલ સિસ્ટમને મજબૂત કરવા માટે તમામ ઉદ્યોગોની સંસ્થાઓ ટેકનોલોજીને અપનાવે છે, ત્યારે સોફ્ટવેર ડેવલપર્સની ભારે જરૂરિયાત ઊભી થાય છે. બેકએન્ડ ડેવલપર્સ સમગ્ર સોફ્ટવેર ફ્રેમવર્કનું મેનેજમેન્ટ કરે છે, કોડ લખવાથી માંડીને એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ (APIs)ના સંચાલનથી માંડીને બેકએન્ડ પ્રોગ્રામ્સને ડિબગ કરવા સુધીનું કામ કરે છે. તેઓ જાવા, પાયથન અને પીએચપી જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરે છે અને બેકએન્ડ કોડ બનાવે છે અને જ્યારે યુઝર્સ કોઈ ચોક્કસ એક્શનને ટ્રિગર કરે છે, ત્યારે વેબ અથવા એપ્લિકેશન કેવી રીતે કામ કરશે તે નક્કી કરે છે. બેકએન્ડ ડેવલપર્સ વગર વેબ અને સોફ્ટવેર ડેવલપમેન્ટની દુનિયા અસ્તિત્વમાં નથી.

બેકએન્ડ ડેવલપર્સની સૌથી વધુ માંગ ક્યાં છે?

માઈક્રોસોફ્ટ, ગૂગલ, એપલ જેવી આઈટી જાયન્ટ્સથી માંડીને નાની અને મધ્યમ કદની સંસ્થાઓ સુધીની કોઈ પણ સોફ્ટવેર એપ્લિકેશન સાથે સંકળાયેલી તમામ કંપનીઓમાં બેકએન્ડ ડેવલપર્સની અત્યંત માંગ રહેતી હોય છે. વેબ અને સોફ્ટવેર વિકાસ આપણા ડિજિટલ વિશ્વમાં ઝડપથી વિકસતા બેકએન્ડ ડેવલપર્સ તમામ ઉદ્યોગોમાં માંગમાં રહે છે. પરિણામે, તેમને આઇટી ઉદ્યોગો, ફાઇનાન્સ, હેલ્થકેર, રિટેલ વગેરેમાં સારો પગાર આપવામાં આવે છે. ભારતમાં બેકએન્ડ ડેવલપર્સ માટે અંદાજિત કુલ વળતર 8 લાખ છે, જેમાં અનુભવી બેકએન્ડ ડેવલપર્સના બે વર્ષ માટે સરેરાશ પગાર 6 લાખ છે. તદુપરાંત, ચીન, યુએસએ, જર્મની, રશિયા, ભારત અને ફ્રાન્સ જેવા વિશ્વના અગ્રણી ટેક દેશોમાં બેકએન્ડ ડેવલપર્સ વધુ મળી રહે છે. સમગ્ર આઇટી સ્ટાફિંગ ઇન્ડસ્ટ્રી અને આઇટીઇએસ કંપનીઓ કે જે ઓછા ખર્ચવાળા દેશોમાં ટેક્નોલૉજીનું આઉટસોર્સિંગ કરે છે, તે માત્ર કોસ્ટ-એડવાન્ટેજ માટે જ નહીં, પરંતુ ભારતમાં ટેલેન્ટના સારા પુરવઠા માટે પણ તેમ કરી શકે છે.

બેકએન્ડ ડેવલપર્સ જોબ્સ માટે ક્વોલિફીકેશન

કમ્પ્યુટર સાયન્સ અને ટેક્નોલોજી પ્રત્યે આકર્ષણ ધરાવતા અને પ્રોગ્રામિંગમાં રસ ધરાવતા લોકો માટે બેક-એન્ડ ડેવલપમેન્ટ એ કારકિર્દીનો એક ઉત્તમ માર્ગ હોઈ શકે છે. એક સારો બેકએન્ડ પ્રોગ્રામર કોડિંગ લેંગ્વેજ, ડેટાબેઝ અને ડેટાબેઝ કેશિંગથી સારી રીતે વાકેફ હોવો આવશ્યક છે. તદુપરાંત, બેકએન્ડ ડેવલપર તરીકે વ્યક્તિએ પ્રોડક્શન વેબ સર્વર તકનીકો અને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસને જાણવું આવશ્યક છે.

પ્રોફેશનલ બેકએન્ડ ડેવલપર બનવા માટે એલ્ગોરિધમ્સ અને ડેટા સ્ટ્રક્ચર્સનું જ્ઞાન પણ જરૂરી છે. બેકએન્ડ ડેવલપમેન્ટ જોબ્સ માટે લાયક બનવા માટે ઇચ્છુક લોકો બેકએન્ડ ડેવલપમેન્ટ શીખવા માટે પણ કોર્સ પણ કરી શકે છે અને મફતમાં તાલીમ માટે ઓનલાઇન પુષ્કળ સ્ત્રોત આજકાલ ઉપલબ્ધ છે. અમારી ભલામણ આવી એક કે બે બેકએન્ડ લેંગ્વેજ શીખવાની છે, જેમ કે સ્પ્રિંગ ફ્રેમવર્ક, ડીજેંગો જેવી પાયથોન ફ્રેમવર્ક, ASP.NET ફ્રેમવર્ક, રૂબી ઓન રેલ્સ વગેરે.

આ પણ વાંચો:  ભારતીય રેલવેમાં 10મું પાસને પરીક્ષા વગર મળી શકે છે નોકરી,

ટ્રેનિંગ અને સ્કિલ્સ

બેકએન્ડ ડેવલપમેન્ટમાં એક સફળ રોડમેપની શરૂઆત ત્રણ સૌથી વધુ માંગ ધરાવતી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાંથી કોઈ પણ એકમાં કુશળતા મેળવવાથી થાય છે: જાવા, પાયથન અને પીએચપી. એકવાર બેકએન્ડ ડેવલપર આ લેંગ્વેજ પર મજબૂત પકડ મેળવી લે પછી તેઓએ પ્રાથમિક ફ્રન્ટ-એન્ડ લેંગ્વેજ જેમ કે HTML, CSS, અને જાવાસ્ક્રિપ્ટ શીખવી જોઈએ.

બેકએન્ડ ફ્રેમવર્ક એ પ્રોગ્રામ અથવા એપ્લિકેશન બનાવવા માટે જરૂરી કોઈપણ લેંગ્વેજ માટે કરોડરજ્જુ સમાન છે. નોડજે, એક્સપ્રેસજે અને ડીજેંગો એ કેટલાક સૌથી મૂલ્યવાન અને લોકપ્રિય ફ્રેમવર્ક છે, જ્યાં બેકએન્ડ ડેવલપર્સે તેમની પ્રોગ્રામિંગ કુશળતાને આગળ ધપાવી શકે છે.

વિવિધ ડેટાબેઝમાં કોડના ફેરફારોને ટ્રેક કરવા માટે GitHub અને GitLab જેવા વર્ઝન કંટ્રોલ સિસ્ટમનું સંપૂર્ણ જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ પર કામ કરતી વખતે, બેકએન્ડ ડેવલપર પાસે ડેટાબેઝ, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) અને સર્વર હેન્ડલિંગનું જ્ઞાન હોવું આવશ્યક છે. બેકએન્ડ ડેવલપર્સમાં કેટલાક સૌથી લોકપ્રિય એપીઆઇ (APIs)માં જેએસઓન (JSON), સોપ (SOAP), રેસ્ટ (REST) અને જીએસએન (GSON)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: શું તમે પણ ડેટાબેઝ ડેવલપર તરીકે બનાવવા માંગો છો કારકિર્દી, તો જાણો તમામ વિગતો

ભવિષ્યની કારકિર્દી

જેમ જેમ સોફ્ટવેર અને ટેકનોલોજી તમામ ઉદ્યોગો અને કાર્ય ક્ષેત્રોમાં વ્યાપક બની રહી છે, તેમ તેમ સોફ્ટવેર વિકાસ અને વિકાસકર્તાઓનું ભવિષ્ય ખૂબ ઉજ્વળ લાગે છે. ઓનલાઇન ટૂલ્સ, ટ્યુટોરિયલ્સ અને લર્નિંગ ક્લાસના સાથે ઇચ્છુક લોકો અનુભવી પ્રોફેશનલ પાસેથી શીખી શકે છે અને તેમની કુશળતાને નિખારી શકે છે. તદુપરાંત, કરાર આધારિત નોકરીઓ અને રિમોટ સ્ટાફિંગ વિશ્વભરમાં સંસ્થાઓમાં વધુને વધુ પ્રચલિત બની રહ્યા હોવાથી બેકએન્ડ ડેવલપર્સ રીમોટ જોબ્સ દ્વારા સીધી રીતે વિશ્વની કેટલીક અગ્રણી સંસ્થાઓને તેમની આવડત પૂરી પાડી શકે છે.
First published:

Tags: Career and Jobs, Career tips, Job

આગામી સમાચાર