Home /News /career /આયુર્વેદિક ફિલ્ડમાં કારકિર્દી બનાવવી છે? જાણો ગુજરાતમાં કોલેજ અને બેઠકો વિશેની સંપુર્ણ માહિતી

આયુર્વેદિક ફિલ્ડમાં કારકિર્દી બનાવવી છે? જાણો ગુજરાતમાં કોલેજ અને બેઠકો વિશેની સંપુર્ણ માહિતી

સરકાર દ્વારા દર વર્ષે સીટોમાં વધારો કરવામાં આવી રહ્યોં છે.

Career in Ayurvedic Field: આ વખતે 260 જેટલી સીટો વધી છે. સરકાર દ્વારા દર વર્ષે સીટોમાં વધારો કરવામાં આવી રહ્યોં છે. નવી નવી સેલ્ફ ફાયનાન્સ કોલેજો વધી રહી છે. આયુર્વેદમાં ગ્રેજ્યુએશન કર્યા પછી સરકારમાં જોબની તકો પણ વધી છે

અમદાવાદ: કોરોના કાળમાં ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આયુર્વેદ ખુબ જ ઉપયોગી સાબિત થયું. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોએ રીતસર આર્યુવેદીક ઉકાળાનો સહારો લીધો હતો. જો કે દુનિયા આખીમાં ભલે વિદેશી ચિકિત્સા પદ્ધતિ અપનાવાતી હોય પરંતુ કોરોના કાળમાં આયુર્વેદિક ચિકિત્સાને સૌએ સલામ કરી દીધી.

વેદો અને સંહિતામાં જે લખેલુ છે તે ચિકિત્સા પદ્ધતિ રોગોને જડમુળથી નાશ કરે છે. અને એટલે જ આયુર્વેદિક ફિલ્ડ વિદ્યાર્થીઓ માટે મેડિકલ લાઈનમાં એમબીબીએસ બાદ આયુર્વેદિક ફિલ્ડ બન્યુ પસંદગીનું ક્ષેત્ર બન્યું છે. ત્યારે ગુજરાતમાં આયુર્વેદિક ફિલ્ડ માટે કેવી છે કારકિર્દીની ઉજળી તકો જોઈએ આ અહેવાલમાં.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના કાળ બાદ સમગ્ર વિશ્વમાં આયુર્વેદની અસરકારતા પ્રૃવ થઈ છે. કોવિડમાં પણ આયુર્વેદ દવા લેવાથી મૃત્યુઆંક અને કોમ્પ્લીકેશન ઘટ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં આયુર્વેદ ફિલ્ડનો વિદ્યાર્થીઓમાં ક્રેઝ વધી રહ્યોં છે. આ અંગે ટ્રેનિંગ એન્ડ રીસર્ચ આયુષ ગુજરાતના ડેપ્યુટી ડાયરેક્ટર વૈદ્ય ફાલ્ગુન પટેલ જણાવે છે કે, ગુજરાતમાં આયુર્વેદની હાલમાં 36 કોલેજો છે જેમાં પાંચ સરકારી છે જ્યારે બાકીની 31 સેલ્ફફાયનાન્સ કોલેજ છે. ગુજરાતમાં આયુર્વેદની કુલ 2549 જેટલી યુજીની સીટ છે.

આ વખતે 260 જેટલી સીટો વધી છે. સરકાર દ્વારા દર વર્ષે સીટોમાં વધારો કરવામાં આવી રહ્યોં છે. નવી નવી સેલ્ફ ફાયનાન્સ કોલેજો વધી રહી છે. આયુર્વેદમાં ગ્રેજ્યુએશન કર્યા પછી સરકારમાં જોબની તકો પણ વધી છે. મેડિકલ ઓફિસર ઉપરાંત ટીચીંગ ફેકલ્ટી, સરકારી આયુર્વેદીક કોલેજમાં ટીચર તરીકેની તકો વધારે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈને કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવામાં આવી રહ્યું છે.

60 સીટ માટેની કોલેજમાં 3 એકર જમીન જ્યારે 100 સીટચ માટેની કોલેજ માટે 5 એકર જમીનની જરુર પડે છે. એક કોલેજ તૈયાર કરવા માટે કરોડો રુપિયા લાગી જાય છે. આ ઉપરાંત આયુર્વેદીક હોસ્પિટલોમાં દવાઓ પુરતા પ્રમાણમા મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજપીપળા અને વડોદરામાં ફાર્મસી સ્ટોરમાંથી દવાઓનો જથ્થો પુરો પાડવામાં આવે છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ayurveda, Career Guidelines, Career News