Home /News /career /Career News: ગુજરાતમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સ એન્જીનિયરિંગ કોર્સ મફત થશે
Career News: ગુજરાતમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સ એન્જીનિયરિંગ કોર્સ મફત થશે
પ્રતિકાત્મક તસવીર
Automation and Robotics Engineering: યુવાઓ 40થી 50 લાખ રૂપિયા ખર્ચી વિદેશ તરફ દોટ મૂકે છે તે રોબોટિક્સ એન્જીનિયરિંગ કોર્સ ગુજરાતમાં મફતમાં શીખવા મળે તે કેવું. એટલું જ નહીં કોર્સ પૂર્ણ કર્યા બાદ જોબ પ્લેસમેન્ટની 100 ટકા ગેરંટી.
Jobs and Career: જે ઓટોમેશન અને રોબોટિક્સ એન્જીનિયરિંગ (Automation and Robotics Engineering) શીખવા માટે યુવાઓ 40થી 50 લાખ રૂપિયા ખર્ચી વિદેશ તરફ દોટ મૂકે છે તે રોબોટિક્સ એન્જીનિયરિંગ કોર્સ ગુજરાતમાં મફતમાં શીખવા મળે તે કેવું. એટલું જ નહીં કોર્સ પૂર્ણ કર્યા બાદ જોબ પ્લેસમેન્ટની 100 ટકા ગેરંટી. લાગે છે ને નવાઈ. આ વાત ભલે આશ્ચર્ય પમાડે તેવી હોય પરંતુ આ હકીકત છે.
આગામી સપ્ટેમ્બર માસથી ગવર્મેન્ટ પોલીટેક્નિકમાં આ કોર્સ શરૂ થઈ રહ્યો છે અને યુવાઓ આ કોર્સ કરી કારકિર્દી બનાવે તે હેતુથી એક વર્કશોપ પણ ગવર્મેન્ટ પોલીટેક્નિકએ આગામી 29 અને 30 ઓગસ્ટએ આયોજિત કર્યો છે. જેમાં વધુને વધુ યુવાઓ જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.
ધોરણ 10 માં ઉત્તીર્ણ થયેલા 42 હજાર જેટલા વિધાર્થીઓએ ડિપ્લોમા એન્જીનિયરિંગના અલગ અલગ કોર્સ કરવા માટે ફોર્મ ભર્યા છે. સામાન્ય રીતે કમ્પ્યુટર એન્જીનિયરિંગ, સિવિલ એન્જીનિયરિંગ, મિકેનિકલ એન્જીનિયરિંગ, ઇલક્ટ્રિકલ એન્જીનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, બાયોમેડીકલ એન્જીનિયરિંગ, ઓટો મોબાઈલ એન્જીનિયરિંગ જેવા કોર્સ પસંદ કર્તા હોય છે.
પરંતુ આગામી સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઓટોમેશન અને રોબોટિક્સની ડિમાન્ડ વધવાની છે. અને આ કોર્સ કરવા માટે યુવાઓ સાઉથ ઇન્ડિયા કે પછી વિદેશ તરફ દોટ મૂકે છે. જેમાં વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અને વિઝા તેમજ રહેવાની વ્યવસ્થા માટે 40થી 50 લાખ રૂપિયા ખર્ચે છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ ગવર્મેન્ટ પોલીટેક્નિક આઇસી વિભાગના પ્રોજેક્ટ અને ઇનોવેશન ક્લબ અને કેન્દ્ર સરકારના AICTE ના સહયોગથી ગુજરાતમાં ઓટોમેશન એન્ડ રોબોટિક્સ કોર્સ શરૂ થઈ રહ્યો છે.
ઓટોમેશન અને રોબોટિક્સ બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બર પ્રો. ઉર્વીશ સોની જણાવે છે કે વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ શીખવા માટે આ સુવર્ણ અવસર છે. જે માટે અમે 29 અને 30 ઓગસ્ટએ ફ્રી વર્કશોપ પણ યોજી રહ્યા છીએ. વિધાર્થીઓ રોબોટિક્સ વિશે જાણકારી મેળવવા વર્કશોપ માટેhttp://surl.li/cslbp પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજિસ્ટ્રેશન 28 ઓગસ્ટ સુધી થઈ શકશે.
વિધાર્થી ઓફલાઇન અને ઓનલાઈન બન્ને રીતે જોડાઈ શકે છે. ઓફલાઇન માટે 200 અને ઓનલાઈન માટે 500 વિધાર્થીઓ જોડાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ગવર્મેન્ટ પોલીટેક્નિક 60 બેઠકો માટે આ વર્ષથી કોર્સ શરૂ કરી રહી છે. ગવર્મેન્ટ પોલીટેક્નિક અમદાવાદ વિદ્યાર્થીનીઓને ઓટોમેશન અને રોબોટિક્સનો કોર્સ મફત ભણાવશે. જ્યારે વિધાર્થીઓ 1500રૂપિયા ફી ભરી આ કોર્સ કરી શકશે.
આ કોર્સ 3 વર્ષનો છે. કોર્સ પત્યા પછી આદિત્ય બિરલા, ગુજરાત ગેસ, અમુલ, એલ એન્ડ ટી જેવી અંદાજે 70 જેટલી પ્રીમિયમ કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ કરે છે. જેથી આ કોર્સ પત્યા બાદ 100 ટકા જોબ પ્લેસમેન્ટ ગેરંટી પણ છે. અગાઉ અન્ય એન્જીનિયરિંગ કોર્સમાં થયેલ પ્લેસમેન્ટ મુજબ વાર્ષિક અઢી લાખથી સાડા 5 લાખ સુધીના પેકેજ સ્ટારટિંગ થતું હોય છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર