Home /News /career /

Artillery Centre Recruitment: આર્ટિલરી સેન્ટર ગ્રુપ D અને ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતી, રૂ. 81110 સુધીનો પગાર

Artillery Centre Recruitment: આર્ટિલરી સેન્ટર ગ્રુપ D અને ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતી, રૂ. 81110 સુધીનો પગાર

Artillery Center Recruitment : આર્ટિલરી સેન્ટરમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

Artillery Centre Recruitment 2022 : આર્ટિલરી સેન્ટરમાં (Artilary Center)માં ગ્રુપ સીની ભરતી, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરી શકે છે અરજી

    Artillery Centre Recruitment 2022: હૈદરાબાદના આર્ટિલરી સેન્ટર દ્વારા ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી (Recruitment) કરવાનું નક્કી કરાયું છે. આ ભરતીને લઈ નોટિફિકેશન (Job notification) બહાર પાડવામાં આવ્યું છે. નોકરી માટે ઉત્સુક ઉમેદવારો આ જાહેરાત પ્રકાશિત થયાના 28 દિવસની અંદર અરજી કરી શકે છે. અરજી (Job application) કરતા પહેલા ઉમેદવારે અહીં આપેલી માહિતી અને ભારતીય સેનાના આર્ટિલરી સેન્ટર, હૈદરાબાદ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશનને વાંચવું હિતાવહ છે. આ લેખમાં ભરતી અંગે જાણકારી આપવામાં આવી છે.



    Artillery Centre Recruitment 2022: કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી?

    ડ્રૉટ્સમેન - 1 પોસ્ટ (UR-1),  MTS (લાસ્કર) - 4 પોસ્ટ (UR -2, SC -1, OBC -1),  બુટમેકર - 1 પોસ્ટ (UR-1). લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) - 1 પોસ્ટMTS (ચોકીદાર) - 1 પોસ્ટ (SC-1)

    Artillery Centre Recruitment 2022:  આ પોસ્ટ પર પગારધોરણ કેટલું રહેશે?

    - ડ્રાફ્ટ્સમેન - 25000 રૂપિયાથી 81110 રૂપિયા, MTS (લાસ્કર) - 4 (UR -2, SC -1, OBC -1) - 18000 રૂપિયાથી 56900 રૂપિયા,  બુટમેકર - 19900 રૂપિયાથી 63200 રૂપિયા, લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) - 19900 રૂપિયાથી 63200 રૂપિયા.  MTS (ચોકીદાર) - 18000 રૂપિયાથી 56,900 રૂપિયા

    Artillery Centre Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    - ડ્રાફ્ટ્સમેન - 10 પાસ અને ડ્રાફ્ટ્સમેનશીપમાં ડિપ્લોમા

    - MTS (લાસ્કર) - 10મુ પાસ

    - બુટમેકર - 10મુ પાસ

    - લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) - 12મું પાસ અને અંગ્રેજીમાં 35 wpm અને હિંદી પોસ્ટમાં 30 wpm ટાઇપિંગ સ્પીડ

    - MTS (ચોકીદાર) - 10મુ પાસ

    આ પણ વાંચો : Accenture Recruitment 2022: IT કંપની Accentureમાં ફ્રેશર્સની ભરતી, અહીંથી કરો અરજી

    Artillery Centre Recruitment 2022: વયમર્યાદા

    - સામાન્ય - 18થી 25 વર્ષ
    - OBC - 18થી 28 વર્ષ
    - SC - 18થી 30 વર્ષ

    Artillery Centre Recruitment 2022: કઈ રીતે કરવી અરજી?

    ઉમેદવારો નોટિફિકેશન પ્રકાશિત થયાની તારીખથી 28 દિવસની અંદર ધ કમાન્ડન્ટ, હેડક્વાર્ટર્સ, આર્ટિલરી સેન્ટર, ઇબ્રાહિમબાગ લાઇન્સ (પોસ્ટ), હૈદરાબાદ, પિન -500031 પર અરજી સબમિટ કરી શકે છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા08
    શૈક્ષણિક લાયકાત

    - ડ્રાફ્ટ્સમેન - 10 પાસ અને ડ્રાફ્ટ્સમેનશીપમાં ડિપ્લોમા

    - MTS (લાસ્કર) - 10મુ પાસ

    - બુટમેકર - 10મુ પાસ
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાનું માધ્યમઓફલાઇન
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખઆ જાહેરાત પ્રકાશિત થયાના 28 દિવસની અંદર
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    અરજી કરવાનું સરનામું

    ધી કમાન્ડન્ટ, આર્ટિલરી સેન્ટર, ઈબ્રાહિમબાધ લેન (પોસ્ટ) હૈદરાબાદ પીન 500031




    Artillery Centre Recruitment 2022: અરજી સાથે આ ડોક્યુમેન્ટ જોડવા

    અરજી સાથે નીચે મુજબના પ્રમાણપત્રોની નકલો મોકલવી જોઈએ. અરજી સાથે અસલ પ્રમાણપત્રો મોકલવા નહીં.

    - શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાતના પ્રમાણપત્રો.

    - જન્મનું પ્રમાણપત્ર (શૈક્ષણિક પ્રમાણપત્ર)

    - જાતિનું પ્રમાણપત્ર . જો તમે આરક્ષિત વર્ગના હો તો.

    - અનુભવના પ્રમાણપત્રની નકલ. જો કોઈ હોય તો.

    - આધાર કાર્ડની નકલ/ અન્ય કોઈ ઓળખપત્રની નકલ.

    - રૂપિયા 5/-ની ટપાલ ટિકિટ સાથેનું સેલ્ફ એડ્રેસ કવર

    - પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.

    - રોજગાર નોંધણી કાર્ડ. જો કોઈ હોય તો.

    - અરજી ફોર્મ સાથે અન્ય જરૂરી દસ્તાવેજો

    આ પણ વાંચો : NLC Recruitment 2022 : NLCમાં 300 ગ્રેજ્યુએટની ભરતી, 12.20 લાખ સુધી વાર્ષિક પગાર મળશે

    Artillery Centre Recruitment 2022:  મહત્વની તારીખો

    આર્ટિલરી સેન્ટરમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પર જાહેરાત પ્રકાશિત થયાના 28 દિવસની અંદર ઓફલાઇન અરજી કરવાની રહેશે.

    Artillery Centre Recruitment 2022:  અરજી કરવાનું સરનામું

    ધી કમાન્ડન્ટ, આર્ટિલરી સેન્ટર, ઈબ્રાહિમબાધ લેન (પોસ્ટ) હૈદરાબાદ પીન 500031
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર