Home /News /career /Rajkot: રાજકોટમાં યોજાશે આર્મી ભરતી મેળો, જાણો વિગતવાર માહિતી
Rajkot: રાજકોટમાં યોજાશે આર્મી ભરતી મેળો, જાણો વિગતવાર માહિતી
PC: Twitter/South Western Command, Indian Army
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે અગ્નિવીર સોલ્જર માટે ભરતીમેળો યોજાનાર છે
Mustufa Lakdawala, Rajkot: અમરેલી જિલ્લાના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે (Jobs in Indian Army) ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર આગામી 20 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે અગ્નિવીર સોલ્જર (Agniveer Soldier) જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર, અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન (હાઉસકીપર અને મેસકીપર સિવાય) તેમજ અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન હાઉસકીપર અને મેસકીપર કક્ષાઓ માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા લશ્કરી ભરતીમેળો (GovernmentJobs) યોજાનાર છે.
કોણ આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે
આ ભરતીમેળામાં ભાગ લેનાર યુવાન તા.1/10/1999થી તા.1/4/2005 વચ્ચે જન્મેલા હોય તેમજ ભરતીની કક્ષાવાર નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા હોય તેવા પુરુષ ઉમેદવારો જ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.
આ લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા માટે ઓનલાઇન અરજી કરવા માટે નિયત વેબસાઈટ www.joinindianarmy.nic.inપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 5 ઓગસ્ટથી 3 નવેમ્બર સુધી થઈ શકશે. આર્મીમાં જોડાવા ઇચ્છુક યુવાનોએ રજિસ્ટ્રેશન તેમજ આર્મી ભરતી મેળા વિષયક માહિતી અને માર્ગદર્શન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવાનો રહેશે.