Home /News /career /

Army Recruitment 2022 : આર્મીમાં ધો.10-12 પાસ માટે નોકરીની તક, અહીંથી કરો અરજી

Army Recruitment 2022 : આર્મીમાં ધો.10-12 પાસ માટે નોકરીની તક, અહીંથી કરો અરજી

ઈન્ડિયન આર્મી સધર્ન કમાન્ડ હેડ ક્વાર્ટરમાં ગ્રુપ સીની ભરતી, અહીંથી કરો અરજી

Army HQ Southern Command Recruitment 2022 : આર્મી સધર્ન કમાન્ડના હેડક્વાર્ટરમાં ગ્રુપ સી (Group C Vacancy in Army)એ ભરતીની જાહેરાત બહાર પાડી છે. ધો. 10 પાસ ઉમેદવારો માટે પણ નોકરીની છે તક

    Army HQ Southern Command Recruitment 2022:  આર્માીમાં નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો માટે ગ્રુપ સીની વિવિધ જગ્યા પર ભરતીની તક આવી છે.   HQ સાઉથર્ન કમાન્ડ (BOO-V) એ સફાઈવાલી, સફાઈવાલા, ડ્રાઈવર OrdGde, લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) સહિત ગ્રુપ Cની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન (HQ Southern Command Recruitment 2022) બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો રોજગાર સમાચારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 45 દિવસ (14 જૂન 2022)ની અંદર ઑફલાઇન અરજીઓ (Apply Offilne) સબમિટ કરી શકે છે.

    રસ ધરાવતા ઉમેદવારો નીચે આપવામાં આવેલી માહિતીના આધારે ઓફ લાઈન ફોર્મ ભરી અને મોકલવાવી શકે છે. અરજી પહોંચાડવાની અંતિમ તારીખ 14-6-2022 છે. ઉમેદવારોએ નીચેની વિગતોના આધારે અરજી કરવાની રહેશે.

    Army HQ Southern Command Recruitment 2022:  58 પોસ્ટ પર થશે ભરતી

    સફાઇવાલી – 46 પોસ્ટ, સફાઇવાલા – 1, ડ્રાઇવર Ord Gde – 2 પોસ્ટ, લોએર ડિવીઝન ક્લર્ક (LDC) – 9 પોસ્ટ

    Army HQ Southern Command Recruitment 2022:  શૈક્ષણિક લાયકાત

    સફાઈવાલા, સફાઈવાલી, ડ્રાઈવર - 10મું પાસ.

    LDC - કોમ્પ્યુટર પર 35 wpm ટાઈપિંગ સ્પીડ સાથે અથવા કોમ્પ્યુટર પર હિન્દી @30 wpm સાથે 12મું પાસ.

    આ પણ વાંચો : India Post GDS Recruitment 2022: પોસ્ટ ઓફિસમાં નોકરી કરવાની સુવર્ણ તક, 38,926 પદો પર ભરતી

    Army HQ Southern Command Recruitment 2022: :  વયમર્યાદા

    ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકાર મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ આપવામાં આવશે.

    Army HQ Southern Command Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા58
    શૈક્ષણિક લાયકાત

    સફાઈવાલા, સફાઈવાલી, ડ્રાઈવર - 10મું પાસ.

    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા સ્કિલ ટેસ્ટ
    અરજી ફી100 રૂપિયાનો ડીડી ભરવાનો રહેશે.
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખ14-6-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Army HQ Southern Command Recruitment 2022 :  પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને સ્કીલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

    Army HQ Southern Command Recruitment 2022 :  પરીક્ષા અને પેપર પેટર્ન






































    પેપરવિષયપ્રશ્નોગુણસમય
    પેપર - 1જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ (ઓબ્જેક્ટિવ મલ્ટીપલ ચોઇસ)50252 કલાક
    પેપર -2જનરલ અવેરનેસ (ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ)5050
    પેપર - 3જનરલ ઇંગ્લીશ (ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ)5050
    પેપર - 4ન્યૂમેરિકલ એપ્ટીટ્યૂડ (ઓબ્જેક્ટિવ મલ્ટિપલ ચોઇસ)2525



    Army HQ Southern Command Recruitment 2022: :  કેટલો મળશે પગાર?

    નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, સફાઇવાલા, સફાઇવાલી, ડ્રાઇવરની પોસ્ટ માટે પસંદગી પામનારા ઉમેેદવારોને પે મેટ્રિક્સ લેવલ-1 મુજબ પગાર આપવામાં આવશે. જ્યારે, લોઅર ડીવિઝન ક્લર્કની પોસ્ટ માટે પસંદગી પામનારા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-2 મુજબ પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો :  UPSC CAPF Recruitment : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં 253 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    Army HQ Southern Command Recruitment 2022: અરજી મોકલવાનું સરનામું

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે અને અરજીમાં પાસપોર્ટ સાઇઝ ફોટો અને ફી સાથે આર્મી હેડ ક્વાર્ટર, સથર્ન કમાન્ડ"કમાન્ડન્ટ, કમાન્ડ હોસ્પિટલ (એસસી), પુણે" ના સરનામા પર રૂ. 100ના પોસ્ટલ ઓર્ડર સાથે મોકલવાની રહેશે. ભારત સરકારની જોગવાઈ મુજબ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે

    . પોસ્ટલ ઓર્ડર જાહેરાતના પ્રકાશનની તારીખ પર અથવા તે પછી જારી કરેલો હોવો જોઈએ. જો કે, સ્થાનિક રોજગાર વિનિમય, ઝેડએસડબ્લ્યુઓ ઓફિસ, આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન અથવા અન્ય કોઈ પણ સરકારી એજન્સી વગેરે દ્વારા સ્પોન્સર કરાયેલા ઉમેદવારોએ ફી ચૂકવવી પડશે. આ ફી નોન-રીફન્ડેબલ હશે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર