Home /News /career /

Army Dental Corps Recruitment 2022: આર્મી ડેન્ટલ કોર્પ્સમાં નોકરીની સુવર્ણ તક, જાણો કેવી રીતે કરશો અરજી

Army Dental Corps Recruitment 2022: આર્મી ડેન્ટલ કોર્પ્સમાં નોકરીની સુવર્ણ તક, જાણો કેવી રીતે કરશો અરજી

Army Recruitment 2022 : આર્મીમાં ડેન્ટલ સર્જનની ભરતી ટૂંક સમયમાં જાહેર થશે જાહેરાત

Army Dental Corps Recruitment 2022 : ડાયરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (Director General Armed Forces Medical Services, DGAFMS) દ્વારા ટૂંક સમયમાં 2022 ના કમિશનિંગ સાયકલ અંતર્ગત શોર્ટ સર્વિસ કમિશનની ગ્રાન્ટ માટે સિવિલિયન ડેન્ટલ સર્જન પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
    Army Dental Corps Recruitment 2022 Notification: ડાયરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (Director General Armed Forces Medical Services, DGAFMS) દ્વારા ટૂંક સમયમાં 2022 ના કમિશનિંગ સાયકલ અંતર્ગત શોર્ટ સર્વિસ કમિશનની ગ્રાન્ટ માટે સિવિલિયન ડેન્ટલ સર્જન પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ અરજીઓ ફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પરથી કરવાની રહેશે. આ અંગેની જાહેરાત Army Dental Corps SSC દ્વારા 15થી 21 ડિસેમ્બર, 2021 દરમ્યાન રોજગાર સમાચારમાં કરવામાં આવી હતી.

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health & Family Welfare)ના હેઠળ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE), નવી દિલ્હી દ્વારા આયોજિત NEET MDS 2022ના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

    Army Dental Corps Recruitment 2022: મહત્વની તારીખ

    અરજી કરવાની પ્રારંભિક તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
    અરજી કરવાની અંતિમ તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

    Army Dental Corps Recruitment 2022: ભરતી વિશે માહિતી

    સિવિલિયન ડેન્ટલ સર્જન્સ

    Army Dental Corps Recruitment 2022: પગાર

    AD કોર્પ્સમાં કમિશન પરના સિવિલિયન ડેન્ટલ સર્જનોને આર્મી પે રૂલ્સ-2017 (7મું પગાર પંચ) માં વિસ્તૃત રીતે ડિફેન્સ પે મેટ્રિક્સના લેવલ 10 B (રૂ. 61,300-1,93,900) પગાર ધોરણમાં કેપ્ટનનો રેન્ક આપવામાં આવશે. તેઓ રૂ. 15,500ના મિલિટરી સર્વિસ પે (MSP) માટે હકદાર બનશે. બેસિક પેના 20 ટકા નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ જે શહેરની કેટેગરી મુજબ (X, Y, Z, જ્યાં અધિકારીની પોસ્ટ) હશે સાથે જ મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો : BSF Recruitment 2022 : BSFમાં ધો.10 પાસ માટે બમ્પર ભરતી, સાતમા પગાર પંચ મુજબ મળશે વેતન

    નોકરીની ટૂંકી વિગતો































    પોસ્ટ

    સિવિલિયન ડેન્ટલ સર્જન્સ

    શૈક્ષણિક લાયકાતBDS/MDS
    નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા હાથ ધરવામાં આવનાર પરીક્ષામાં જે ઉમેદવારો (BDS/MDS) NEET MDS 2022 માટે ઉપસ્થિત રહેશે તે લાયક ગણાશે.
    પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ - ઉમેદવારોને નેશનલ એલિજિબિલિટી-કમ- એન્ટ્રન્સ ટેસ્ટ, NEET (MDS)-2020માં મેળવેલા ગુણના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
    અરજી કરવાની પ્રારંભિક તારીખટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
    અરજી કરવાની અંતિમ તારીખટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
    ભરતીની જાહેરાતટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
    ઓફિશિયલ વેબસાઇટઅહીંયા ક્લિક કરો

    Army Dental Corps Recruitment 2022: લાયકાત

    શૈક્ષણિક લાયકાત:

    BDS/MDS
    નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા હાથ ધરવામાં આવનાર પરીક્ષામાં જે ઉમેદવારો (BDS/MDS) NEET MDS 2022 માટે ઉપસ્થિત રહેશે તે લાયક ગણાશે.

    Army Dental Corps Recruitment 2022: વયમર્યાદા

    ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ.

    આ પણ વાંચો :  IBPS Recruitment: IBPS PO RRBની 2022-2023ની Exam કેલેન્ડર બહાર પડ્યું, અહીંથી કરો ચેક

    Army Dental Corps Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    ઇન્ટરવ્યૂ - ઉમેદવારોને નેશનલ એલિજિબિલિટી-કમ- એન્ટ્રન્સ ટેસ્ટ, NEET (MDS)-2020માં મેળવેલા ગુણના આધારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
    મેડિકલ એક્સામ - પસંદ કરાયેલ ઉમેદવારો તેમની તબીબી યોગ્યતાની ખાતરી કરવા માટે વિગતવાર તબીબી તપાસમાંથી પસાર થશે. આ તમામ બાદ મેડિકલ બોર્ડનો નિર્ણય માન્ય રહેશે

    Army Dental Corps Recruitment 2022: આ રીતે કરો અરજી

    ઉમેદવારો AMC SSC 2022 માટે ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરી શકે છે.
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, ભરતી, સરકારી નોકરી

    આગામી સમાચાર