ARMY BHARTI 2021: આર્મીની સિગ્નનલ રેજિમેન્ટમાં ધો.10 પાસ માટે ભરતી, 18થી63 હજાર રૂપિયા સુધી મળશે પગાર

ભારતીય સેનામાં ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક બિન સૈનિક જગ્યાઓ પર ભરતી

Indian Army Recruitment 2021: આર્મીની સિગ્નલ રેજિમેન્ટમાં જુદા જુદા બિનસૈનિકના પગો પર ભરતી છે. ભરતી માટે આવેદન કરવાની અંતિમ તારીખ 25 ઑક્ટોબર છે. આજે જામો બધી વિગતો

  • Share this:
    Indian Army Recruitment 2021: જે ઉમેદવારો ધોરણ 10. પાસ હોય અને આર્મીમાં નોકરી કરવા માંગતા હોય તેમના માટે નોકરીની સારી તક આવી છે. હકિકતમાં ભારતીય સેનાની પૂર્વી કમાન્ડની સિગ્નલ રેજિમેન્ટ દ્વારા 10.પાસ ઉમેદવારો માટે વિવિધ નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરીમાં રેજિમેન્ટ માટે કુક, વૉશરમેન, બાર્બર, સ્વીપર અને મેસેન્જરના પદ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. આ તમામ પદો પર એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 25 ઑક્ટોબર છે. ઉમેદવારોએ આજે જ આ અંગે માહિતી મેળવી એપ્લાય કરવું

    કેવી રીતે કરવું આવેદન : આર્મીની આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન નથી. જે ઉમેદવારો એપ્લિકેશન કરવા માંગતા હોય તેમણે પોતાનું એપ્લિકેશન ફોર્મ સ્વયંપ્રમાણિત કરેલા આવશ્યક દસ્તાવેજો સાથે સ્પીડ પોસ્ટ અથવા તો ટપાલ દ્વારા નીચેના સરનામે મોકલવાનું રહેશે.

    સરનામું : કમાન્ડિંગ ઑફિસર, ઈસીએસઆર, ફોર્ટ વિલિયમ, કોલકત્તા - 700021 આ આવેદન પત્ર તમારે 25 ઑક્ટોબર 2021 સુધી પહોંચાડવાનું રહેશે. એટલે કે આજથી સાત દિવસનો સમય બચ્યો છે.



































    પોસ્ટ  કુક 02
    વૉશર મેન 03
    બાર્બર 02
    સ્વીપર 02
    મેસેન્જર 01
    શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અથા તો એની સમકક્ષ
    પસંદગી  પ્રક્રિયા  લેખિત પરીક્ષા અને ફિટનેસ ટેસ્ટના આધારે
    પગાર કુક 19,900-63,200,
    વૉશર મેન 18000, 56,900
    બાર્બર 18000, 56900
    સ્વીપર 18000, 59,900
    મેસેન્જર 18,000, 56,900
    આવેદન કરવાનું સરનામું માન્ડિંગ ઑફિસર, ઈસીએસઆર, ફોર્ટ વિલિયમ, કોલકત્તા - 700021
    આવેદન કરવાની અંતિમ  તારીખ 25 ઑક્ટોબર 2021
    એપ્લિકેશન ફીસ કમાન્ડિંગ ઓફિસર ECSR ફોર્ટ વિલિયમ કોલકત્તાના સરનામાનો 100 રૂ.નો DD કઢાવીને મોકલવાનો રહેશે
    ઉંમર મર્યાદા 1 સપ્ટેમ્બર 2021ના રોજ 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    આ નોકરી માટે ઉંમર મર્યાદા

    આર્મીની આ પોસ્ટ પર નોકરી કરવા માંગતા ઉમેદવારોની ઉંમર 1 સપ્ટેમ્બર 2021ના રોજ 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ નોકરીમાં પૂર્વ સૈનિક, ઓબીસી, અનુસૂચિત જાતિના ઉમેદવારોનો સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

    આ પણ વાંચો : Navy Bharti 2021: 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં 2500 જગ્યા પર ભરતી, ફટાફટ જાણો વિગતો

    શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે ધોરણ 10 પાસ અથવલા તો તેની સમકક્ષ અભ્યાસ કર્યો હોવો જોઈએ. નોકરી માટે પસંદ થનારા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાશે અને પ્રેક્ટિલ ટેસ્ટ પણ લેવાશે.

    આ ફોર્મ ડાઉનલોડ કરી અને આના આઘારે ફોર્મ ભરી અહીંયા આપવામાં આવેલા સરનામાં પર મોકલવાનું રહેશે.


    ઉમેદવારીની ફી : ઉમેદવારોએ અહીંયા આપેલા ફોર્મેટ મુજબ અરજી મોકલવાની રહેશે. આ અરજી સાથે રૂપિયા 100નો ડિમાન્ડ ડ્રાફ્ટ કમાન્ડિંગ ઓફિસર ECSR ફોર્ટ વિલિયમ કોલકત્તાના સરનામાનો કઢાવીને મોકલવાનો રહેશે.

    લેખિત પરીક્ષામાં શું પૂછાશે

    આ પદો માટે યોજાનારી લેખિત પરીક્ષામાં 100 માર્કનું પેપર યોજાશે. આ પેપરમાં 25 માર્કનુ જનરલ અવેરનેસ, 25 માર્ક સામાન્ય ઇન્ગલિશ, 25 માર્ક ન્યૂમેરિકલ એપ્ટિટ્યૂડ, 25 માર્ક જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગની પરીક્ષા આપવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published: