નોકરી (job)કરતા લોકોમાં તમે ભાગ્યે જ કોઈ એવું જોયું હશે, જેમને તેમની નોકરીમાં (job news)કોઈ સમસ્યા ન હોય. મોટાભાગના લોકોને નોકરી સંબંધિત કોઈને કોઈ સમસ્યા હોય છે અને આ કારણોસર ઘણા લોકો નોકરી બદલવાનું વિચારતા રહે છે. જો તમને પણ તમારી નોકરીમાં સમસ્યા છે અને તમે નવી નોકરી મેળવવા માંગો છો, તો આ માટે આ ઈઝી ટિપ્સ (job tips)ફોલો કરો.
નેટવર્કિંગ
બીજી નોકરી મેળવવામાં જે વસ્તુ તમને સૌથી વધુ મદદ કરે છે તે છે 'નેટવર્કિંગ'. ફિલ્ડમાં રહીને બનાવેલા તમારા કોન્ટેક્ટ તમને નોકરી બદલવામાં ઘણી મદદ કરે છે. ફક્ત તમારા કોન્ટેક્ટ જ તમને જણાવે છે કે કઈ કંપનીમાં નોકરીની જગ્યાઓ ખાલી છે અને ક્યાં નથી. તેથી તમે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી જાઓ, પણ કેટલાક લોકો સાથેનો તમારો કોન્ટેક્ટ અને રિલેશન ક્યારેય બગાડશો નહીં.
ઈવેન્ટ અટેન્ડ કરો
નવી નોકરી મેળવવા માટે તમારે વિવિધ સંસ્થાઓ અથવા ચેરિટી સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવી આવશ્યક છે. તમારે આ તકનો પૂરો લાભ લેવો જોઈએ અને દરેક મિટિંગમાં તમારા ક્ષેત્ર સાથે સંબંધિત ઓછામાં ઓછી એક વ્યક્તિને મળવુ જોઈએ. કદાચ તમે નથી જાણતા કે તમને નોકરી મેળવવામાં કોણ ક્યારે મદદ કરી શકે.
લિંક્ડઇન (LinkedIn) પર એકાઉન્ટ બનાવવાનો ફાયદો એ છે કે તમને તમારી પસંદગીની નોકરી પણ મળી શકે છે. યોગ્ય લોકો સાથે જોડાવા માટે લિંક્ડઇન એ એક શક્તિશાળી માધ્યમ છે. અહીં તમે તમારું ટાર્ગેટ માર્કેટ શોધી શકો છો (જેમાં તમે નોકરી શોધી રહ્યા છો). જો તમે લિંક્ડઇનના દરેક વિભાગમાં યોગ્ય માહિતી ભરો છો અને તમારી સર્ચમાં યોગ્ય કીવર્ડ્સનો ઉપયોગ કરો છો, તો તે અન્ય લોકોને તમારા વિશે વધુ સારી રીતે જાણવાનો મોકો મળશે.
જોબ સાઈટ્સ પર રાખો ચાંપતી નજર
નવી નોકરી શોધી રહેલા લોકોએ 'Naukri.com' અથવા 'Shine.com' જેવા જોબ પોર્ટલ પર પણ નજર રાખવી જોઈએ. ઉપરાંત, તમારે સમયાંતરે તમારું CV અપડેટ કરતા રહેવું જોઈએ. આ સિવાય જોબ સંબંધિત ઈ-મેઈલ પર પણ નજર રાખવી જોઈએ. ઉપરાંત, તમે નવી નોકરીઓની અપડેટ માટે અન્ય જોબ વેબસાઇટ અથવા અખબારની મદદ લઈ શકો છો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર