Home /News /career /નોકરીની શોધમાં હોય તેમને આ App ઘણી ઉપયોગી થશે, ગાંધીનગરમાં યોજાઈ રહ્યો છે રોજગાર ભરતી મેળો

નોકરીની શોધમાં હોય તેમને આ App ઘણી ઉપયોગી થશે, ગાંધીનગરમાં યોજાઈ રહ્યો છે રોજગાર ભરતી મેળો

નોકરીની વિગતો માટે અનુબંધ એપનો શુભારંભ કરાયો

Anubandham: જેઓ નોકરીની શોધમાં છે અને વિવિધ જગ્યાઓ પરથી નોકરી વિશેની વિગતો મેળવવા માગતા હોય તેમને અનુબંધમ એપ ઘણી જ ઉપયોગી થઈ શકે છે. આ એપની મદદથી વિવિધ નોકરીઓ શોધવા સહિતની મહત્વની જાણકારી પ્રાપ્ત થશે. આ સાથે ગાંધીનગરના દહેગામમાં 23મી જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ જેમણે શિક્ષણ પ્રાપ્ત કરી લીધું છે અને હવે નોકરીની શોધમાં છે તેઓને વધુ એક સુવિધા પ્રાપ્ત થશે. સરકારી અને સરકારી વિભાગો દ્વારા તથા રોજગાર મેળા દ્વારા કરવામાં આવતી ભરતીની અને તે સહિતની અન્ય નોકરીની વિગતો એક જ સ્થળ પરથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી છે.  નોકરી શોધવા માટે લોકોએ આમથી તેમ ભટકવું ના પડે તે માટે એક જ એપ પરથી તમામ વિગતો પ્રાપ્ત કરી શકાશે. આગામી સમયમાં ગાંધીનગરના દહેગામમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કંપનીઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ અગાઉ અમદાવાદમાં પણ આ પ્રકારનો ભરતી મેળો યોજાયો હતો.

જેઓ બેરોજગાર છે ને રોજગારી ની શોધમાં છે તેવા તમામ ઉમેદવારો માટે રાજ્ય સરકારની એક એપ બહુજ ઉપયોગી સાબિત થશે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં રોજગાર મેળવવા માંગતા ઉમેદવાર ઘરે બેઠા anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરીને  નોકરી શોધવાથી લઈને અરજી કરવી, જોબ પોસ્ટીંગ એલર્ટ, રોજગાર ભરતી મેળા વગેરેની મહિતી ઓનલાઈન મેળવી શકશે.

ગાંધીનગરમાં યોજાઈ રહ્યો છે રોજગાર મેળો


આ એપ ડાઉનલોડ કરવા સાથે રોજગાર મેળવવા માટે બીજી અગત્યની માહિતી રોજગારી મેળાની છે. જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન 23મી જાન્યુઆરીએ સવારે 10ઃ30 વાગ્યે કરવામા આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા માગતા હોય તે અરજદારોએ મહાસુખલાલની વાડી, બરફની ફેક્ટરી પાસે, ભારત પેટ્રોલ પંપ સામે, ગાંધીનગરના દહેગામમાં પહોંચવાનું રહેશે.

જેમાં સ્વરોજગાર લક્ષી યોજનાઓની માહિતીનો લાભ લઈ શકાશે. આ ભરતી મેળામાં ધોરણ-10 અને 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન, ITI અને ડિપ્લોમાના તમામ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે.

નોકરી શોધતા લોકો માટે ઉપયોગી થશે અનુબંધમ


રોજગાર મેળવવા માગતા યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત માનવબળ પ્રાપ્ત થઈ શકે તે હેતુસર આ  રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્તમ ઉમેદવારોને આમાં ભાગ લે એ માટે રાજ્ય નો શ્રમ અને રોજગાર વિભાગ સતત પ્રયત્નો પણ કરી રહ્યો છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ ના મતે એકજ પ્લેટફોર્મ પર રોજગાર આપનાર કંપનીઓ અને રોજાગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારો ને ભેગા કરવાથી બેરોજગારીની સમસ્યાઓનું ઝડપી સમાધાન લાવી શકાય તેમ છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Career and Jobs, Career News, Gandhinagar News, Job Alert, Job and Career, ગાંધીનગર, રોજગારી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन