Amul Recruitment 2022 : અંમૂલમાં વિવિધ પોસ્ટ પર ભરતી
Amul Recruitment 2022 : દેશની અગ્રગણ્ય સહકારી બ્રાન્ડ અમુલ (Amul) દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
Amul Recruitment: વિશ્વની સૌથી મોટી દૂધ સહકારી કંપની અમૂલ (Amul Recruitment)માં નોકરી કરવાની સુવર્ણ તક છે. અમુુુલ હાલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ સહિત કેટલીક જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી (hiring candidates) કરી રહી છે. ઉમેદવારો પાસે એકાઉન્ટિંગ, કોમર્શિયલ નિયમો અને કરવેરાનું તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે. માતૃભાષામાં અસ્ખલિત હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવી હિતાવહ છે.
આ નોકરી માટે પસંદ થયેલા ઉમેદવાર ઇનવોઇસેસ, બિલિંગ, પેએબલ એકાઉન્ટ્સ, રિસીવેબલ એકાઉન્ટ્સ, પરચેસ, પેમેન્ટની ચકાસણી, એમઆઈએસ, સેપ ફિકોમાં રેકોર્ડ જાળવણી અને શેરોનું માસિક ફિઝિકલ વેરિફિકેશન, વીમા ક્લેમની પ્રક્રિયા વગેરે જેવા અકાઉન્ટ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની જવાબદારી ઉપડવાની રહેશે. ઉમેદવાર જીએસટીના જાણકાર હોવા જોઈએ અને પોતાની રીતે જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ હોવા જોઈએ.
Amul Recruitment: શૈક્ષણિક લાયકાત
UG: કોઈ પણ વિશેષતામાં બી.કોમ. PG: કોઈ પણ સ્પેશિયલાઈઝેશનના એમ.કોમ, ફાયનાન્સમાં એમબીએ/ પીજીડીએમ
Amul Recruitment: ઉમેદવારની જવાબદારીઓ
ઉમેદવાર બ્રાન્ચ એકાઉન્ટિંગનો હવાલો સંભાળશે. અન્ય મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નીચે દર્શાવાઇ છે.
ઉમેદવાર પાસે ફર્સ્ટ કલાસની કોમર્સ ડિગ્રી હોવી આવશ્યક છે. ગ્રેજ્યુએશન રેગ્યુલર અને ફૂલ-ટાઈમના ધોરણે કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને એકાઉન્ટિંગ, ટેક્સેશન, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને સંબંધિત ક્ષેત્રોમાં 2થી 4 વર્ષનો અનુભવ હોવો જોઇએ. SAP FICOથી પરિચિત ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે. ઉમેદવારે અગાઉ અરજી કરી હોય અને ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હોય તો હવે અરજી કરવી નહીં.