Amazon Recruitment 2022 : Advertising Analytics અને Data Management ટીમમાં એક નિષ્ણાંત ડેટા એન્જિનિયરની જરૂર છે. જે ડેટા એનલાયઝ કરી, તેના વિશે જાણકારી આપી શકે તેવા ઉત્સાહી, અને વૈશ્વિક સ્તરે કાર્ય કરવા ઉત્સુક, અન્યથી અલગ કરવા માટે નવી તક શોધતા ઉમેદવાર આપેલી લિંક https://amazon.jobs/en/jobs/2130402/data-engineerદ્વારા અરજી કરી શકે છે.
ઉમેદવાર, કંપનીના ડેટા એન્જિનિયરો, બિઝનેસ અને ટેક સેવી પ્રોફેશનલ્સ ટીમ સાથે મળી, કંપનીના તમામ સ્તરે મોટા પ્રમાણમાં રહેલા વિવિધ ડેટાઓને એનલાયસ કરી તેને બિઝનેસની જરૂરીયાત મુજબ તે ડેટાઓનો બારીકાઇથી અભ્યાસ કરવો. (Jobes at amazon) સ્ટેકહોલ્ડરસની જરૂરિયાત પ્રમાણે ડેટાને સ્ટ્રક્ચરમાં મેનેજ કરવા.
લાયક ઉમેદવાર પાસે ડેટા એન્જીનીયરિંગ મજબૂત બેકગ્રાઉન્ડ અને બિઝનેસ કુશળતા બંને હોવા જોઈએ. ડેટા કલેક્શન અને એનાલિસિસ તેમજ ડેટા માઇનિંગ અને મશીન લર્નિંગનો ઉપયોગથી ગ્રાહકના અનુભવ સુધારવા, તેમની સમસ્યાનો ઉકેલ લાવવો, તેમજ હાજર પરિસ્થિતિને ડેટા દ્વારા યુઝર્સ ફ્રેન્ડલી બનાવવી.
પસંદ થેયલા ઉમેદવાર ગ્લોબલ સાઇટ લીડર્સ, બિઝનેસ એનાલિસ્ટ્સ, સોફ્ટવેર ડેવલપર્સ, ડેટાબેઝ એન્જિનિયર્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ સાથે મળી સેલ્સ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને સર્વિસ ટીમમાં ગ્રાહકની સરળતા માટે કાર્ય કરશે. આ ઉપરાંત અન્ય કાર્યો- AWS Redshift, AWS S3, AWS Aurora (Postgres) અને Hadoop/EMR નો ઉપયોગ કરીને કરન્ટ ડેટા આર્કિટેક્ચરનો ડેવલપમેન્ટ અને સુધારો કરવો.