નવી દિલ્હી. જો તમે પણ અમેઝોનની (Amazon) સાથે મળી કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. મૂળે, Amzon આ વર્ષે દેશના 35 શહેરોમાં કોર્પોરેટ (Corporate), ટેક્નોલોજી (Technology), ગ્રાહક સેવા (Customer Care Services) અને પરિચાલન (Transporatation) ભૂમિકાઓમાં 8,000થી વધુ પ્રત્યક્ષ કર્મચારીઓની (Amazon India Jobs) નિયુક્તિ કરવાની યોજના બનાવી રહી છે.
દેશના કયા શહેરોમાં મળશે નોકરી?
Amzonની એચઆર હેડ (કોર્પોરેટ, એશિયા-પ્રશાંત અને પશ્ચિમ એશિયા તથા ઉત્તર આફ્રિકા) દીપ્તિ વર્માએ જણાવ્યું કે અમારી પાસે દેશના 35 શહેરોમાં 8,000થી વધુ પ્રત્યક્ષ રોજગારની અવસર છે. આ શહેરોમાં અમદાવાદ, સુરત સહિત બેંગલુર, હૈદરાબાદ, ચેન્નઈ, ગુડગાંવ, મુંબઈ, કોલકાતા, નોઇડા, અમૃતસર, ભોપાલ, કોઇમ્બતૂર, જયપુર, કાનપુર, લુધિયાણા, પુણે જેવા શહેર સામેલ છે.
આ સેક્ટર્સમાં મળશે નોકરીની તક
દીપ્તિ વર્માએ જણાવ્યું કે, આ નોકરીઓ કોર્પોરેટ, ટેક્નોલોજી, ગ્રાહક સેવા અને સંચાલન ભૂમિકાઓ સાથે જોડાયેલી છે. દીપ્તિએ જણાવ્યું કે, કંપનીનો ટાર્ગેટ 2025 સુધી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને રીતે 20 લાખ રોજગારનું સર્જન કરવાનો છે, અને આ પહેલા પણ ભારતમાં 10 લાખ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓનું સર્જન કરી ચૂક્યા છીએ.
Amazon Career Day 16 સપ્ટેમ્બર 2021ના રોજ સવારે 10:00 વાગ્યે આઇએસટી પર એક ફ્રી ઇવેન્ટ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઇન્ટરેક્ટિવ એક્સપીરિયન્સ તમામ નોકરી ઈચ્છુકો માટે છે, ભલે તમારી પાસે અનુભવનું લેવલ, પ્રોફેશનલ ફીલ્ડ કે બેકગ્રાઉન્ડ કંઈ પણ નહીં હોય તો પણ તમે અમેઝોન કે બીજા સ્થળે કામ કરવામાં રૂચિ રાખતા હોય.
>> જોબ ફેયર ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા માટે આ લિંક (https://www.amazoncareerday.com/india/home) દ્વારા Register Now બટન પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન ફોર્મને પુરું કરો. >> Amazon Career Day 2021માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની જરૂર નથી. જોકે અમેઝોન એચઆર પ્રતિનિધિ સાથે કરિયર કોચિંગ સેશનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. >> આ પ્રોગ્રામમાં ગ્લોબલ સિનીયર વીપી અને કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, સીઇઓ દ્વારા કરિયર સલાહ અને કંપનીના વરિષ્ઠ પ્રબંધકો દ્વારા ઘણી પેનલ ચર્ચામાં સામેલ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર