Amazon લાખો લોકોને આપી રહી છે કમાણી કરવાની તક, ઘરે બેઠા પણ કરી શકશો કામ- જાણો કેવી રીતે

Amazon India સાથે જોડાઈ કેટલી કમાણી કરી શકો છો? (પ્રતીકાત્મક તસવીર)

Earn Money: દિગ્ગજ ઇ-કોમર્સ કંપની Amazon India તહેવારોની સીઝનમાં આ શહેરોમાં આપી રહી છે રોજગારીની તક

  • Share this:
    નવી દિલ્હી. તમે પણ દર મહિને સારી કમાણી (Earn money) કરવા માંગો છો તો હવે તમે આ કામ સરળતાથી કરી શકો છો. દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની Amazon (Earn money with amazon) આપને આ તક આપી રહી છે. મૂળે, અમેઝોન ભારતમાં 1,10,000 લોકોને નોકરી આપવાની તૈયારી કરી રહી છે. તેમાં દેશના કુલ 35 શહેરોમાં કોર્પોરેટ, ટેક્નોલોજી, કસ્ટમર કેર સર્વિસ અને ઓપરેશન ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

    જાણો કયા શહેરોમાં મળશે નોકરીની તક

    Amazon Indiaએ ઘોષણા કરી છે કે તેમણે તહેવારોની સીઝન પહેલા પોતાના ઓપરેશન નેટવર્કમાં 1,10,000થી વધુ સીઝનલ જોબની તક ઊભી કરી છે. અમેઝોન ઈન્ડિયાના જણાવ્યા મુજબ, આ અવસરોમાં મુંબઈ, દિલ્હી, પુણે, બેંગલોર, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ અને ચેન્નઈ જેવા શહેરોમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓ સામેલ છે.

    ઘરે બેઠા પણ કરી શકો છો કામ

    આ નવા કર્મચારીઓમાંથી મોટાભાગના અમેઝોનના સહયોગીના હાલના કાર્યરત નેટવર્કમાં સામેલ થઈ ગયા છે અને ગ્રાહકોને સુરક્ષિત અને કુશળતાથી ઓર્ડર લેવા, પેક કરવા, શિપ કરવા અને વિતરિત કરવા માટે તેમનું સમર્થન કરશે. નવી નિયુક્તિઓમાં ગ્રાહક સેવા સહયોગી પણ સામેલ છે, જેમાંથી કેટલાક વર્ચ્યૂઅલ ગ્રાહક સેવા મોડલનો હિસ્સો છે જે ઘરે બેઠા આરામથી કામ કરવાની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.

    આ પણ વાંચો, IT Jobs News: ત્રણ વર્ષમાં 10,000 લોકોને નોકરીઓ આપશે આઇટી સર્વિસ ફર્મ MOURI Tech, જાણો કેવી રીતે કરશો અરજી

    ડિલીવરી બોય માટે આ છે જરૂરી

    ડિલીવરી બોય (Delivery Boy) બનવા માટે આપની પાસે ડિગ્રી હોવી જોઈએ. જો સ્કૂલ કે કોલેજ પાસ છો તો પાસિંગ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. ડિલીવરી કરાવવા માટે આપની પાસે પોતાનું બાઇક કે સ્કૂટર હોવું જોઈએ. બાઇક કે સ્કૂટરનું ઇન્સ્યોરન્સ, આરસી બુક હોવા જોઈએ. સાથોસાથ અરજી કરનારની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.

    આ પણ વાંચો, વિપ્રોએ બહાર પાડી ભરતી: પોસ્ટ, પગારધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા અંગે અહીં જાણો વિગતવાર

    જાણો કેટલી કમાણી કરી શકો છો?

    ડિલીવરી બોયને દર મહિને નિયમિત સેલરી મળે છે. ડિલીવરી સર્વિસ (Delivery Service) આપનારી કંપની મુજબ, જો કોઈ એક મહિનો કામ કરે છે તો અને રોજ 100 પેકેજ ડિલીવર કરે છે તો આરામથી 50,000 રૂપિયાની કમાણી કરી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: