Amazon Career Day : 55 હજાર લોકોને નોકરી આપશે Amazon, કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસીની જાહેરાત

Amazon કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસી

Amazon Career Day - દિગ્ગજ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન (Amazon)મોટા સ્તર પર લોકોની ભરતી કરવા જઈ રહ્યું છે

  • Share this:
    નવી દિલ્હી : દિગ્ગજ ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન (Amazon)મોટા સ્તર પર લોકોની ભરતી કરવા જઈ રહ્યું છે. કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસીએ (Andy Jassy)રોયટર્સને જણાવ્યું કે કંપની આવનાર મહિનામાં વૈશ્વિક સ્તર પર કોર્પોરેટ અને ટેકનોલોજી રોલ માટે 55 હજાર લોકોને હાયર કરવાની યોજના બનાવી રહી છે. આ આંકડો 30 જૂન સુધી ગુગલના કુલ કર્મચારીઓની સંખ્યાના એક તૃતિયાંશથી બરાબર છે અને ફેસબુકની સંખ્યાની નજીક છે. જૈસીએ કહ્યું કે 55 હજારથી વધારે નોકરીઓમાં 40 હજારથી વધારે અમેરિકામાં હશે જ્યારે બાકી ભારત, જર્મની અને જાપાન જેવા દેશોમાં પોતાના જોબ ફેયર અમેઝોન કરિયર ડે (Amazon Career Day)દ્વારા ભરતી કરશે.

    જુલાઈમાં કંપનીના સીઇઓ બન્યા પછી પોતાના પ્રથમ ઇન્ટરવ્યૂમાં જૈસીએ કહ્યું હતું કે કંપનીને રિટેલ, ક્લાઉડ અને વિજ્ઞાપનમાં માંગ સહિત બીજા વ્યવસાયોને બનાવી રાખવા માટે વધારે લોકોની જરૂર છે.

    આ પણ વાંચો - Sarkari Nokari: ગુજરાત હાઈકોર્ટમાં 21 પદ માટે સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી

    શું છે અમેઝોન કરિયર ડે

    Amazon Career Day 16 સપ્ટેમ્બર 2021ના રોજ સવારે 10 કલાકે આઈએસટી પર એક ફ્રી ઇવેન્ટ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ બધા નોકરી ઇચ્છતા માટે છે. પછી તે એક્સપિરિયન્સનું લેવલ, પ્રોફેશનલ ફીલ્ડ કે બેકગ્રાઉન્ડ કશું પણ હોય. તમે અમેઝોન કે બીજા સ્થાન પર કામ કરવા માટે રસ દાખવતા હોય.

    Amazon Career Day માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરે ?

    - જોબ ફેયર ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા માટે આ લિંક (https://www.amazoncareerday.com/india/home)દ્વારા Register Now બટન પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન ફોર્મને પુરુ કરે. Amazon Career Day 2021માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની જરૂર નથી. જોકે અમેઝોન એચઆર પ્રતિનિધિ સાથે કરિયર કોચિંગ સેશનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.

    - આ પ્રોગ્રામમાં ગ્લોબલ સિનીયર વીપી અને કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, સીઇઓ દ્વારા કરિયર સલાહ અને કંપનીના વરિષ્ઠ પ્રબંધકો દ્વારા ઘણી પેનલ ચર્ચામાં સામેલ છે.

    રેલવેમાં નોકરીની તક

    કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડે (KRCL) ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ પર ભરતી કરારના આધારે કરવામાં આવશે. જગ્યાઓ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભરતી માટે લેવાના ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. KRCLની સત્તાવાર વેબસાઇટ konkanrailway.com પર સત્તાવાર સૂચના જોઇ શકાય છે.

    આ ભરતીમાં ટેકનિકલ સહાયકની કુલ 14 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ) ની 7 જગ્યાઓ અને જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ) ની 7 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂચના મુજબ, વરિષ્ઠ તકનીકી સહાયક પદ માટે પસંદ કરેલા ઉમેદવારને દર મહિને 35,000 રૂપિયા પગાર આપવામાં આવશે. તે જ સમયે, જુનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટના પદ માટે પસંદ કરેલા ઉમેદવારને દર મહિને 30,000 રૂપિયાનો પગાર મળશે
    Published by:Ashish Goyal
    First published: