ALIMCO Recruitment 2022 : કાનપુરના આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO) દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, જુનિયર મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને અન્ય પોસ્ટ્સની 33 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
કાનપુરના આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO) દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, જુનિયર મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને અન્ય પોસ્ટ્સની 33 જગ્યાઓ માટે અરજીઓ (ALIMCO Recruitment 2022 ) મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે ઇચ્છુક અને લાયક અરજદારોએ 18 જાન્યુઆરી 2022 ( (ALIMCO Recruitment 2022 Last date of application) અથવા તે પહેલાં અરજી કરવી જરૂરી છે.
કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ, આઇટી / એમસીએ /એમબીએ સહિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વધારાની લાયકાત સાથે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પોસ્ટ વાઇઝ લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ, કેવી રીતે અરજી કરવી તે સહિતની જાણકારી અહીંથી મેળવી શકે છે. આ નોકરીમાં વિવિધ પોસ્ટ પર સૌથી વધુ 1.80 લાખ રૂપિયા સુધી પગાર મળી રહ્યો છે.
સિનિયર મેનેજર- ફાઇનાન્સ અને એકાઉન્ટ- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ/ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની છેલ્લી પરીક્ષા ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે પાસ હોવી જરૂરી છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
33
શૈક્ષણિક લાયકાત
તમામ નોકરી માટે અલગ અલગ લાયકાત અને અનુભવ તેમજ વર્તમાન સમયના પગાર ધોરણ હોવા અનિવાર્ય છે.
પસંદગી પ્રક્રિયા : આ નોકરીમાં જાહેરાતમાં આપેલી નોકરી નંબર1થી9 ઈન્ટરવ્યૂ દ્વારા પસંદ થશે જ્યારે 10થી 26 નંબરની નોકરી રિટર્ન ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ દ્વારા થશે.
અરજી કઈ રીતે કરવી ?
ઇચ્છુક અને લાયક ઉમેદવારો 18 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં નિયત ફોર્મેટમાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.