Home /News /career /

AIASL Air India Recruitment 2022: એર ઈન્ડિયામાં 592 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

AIASL Air India Recruitment 2022: એર ઈન્ડિયામાં 592 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

Air India Recruitment : એર ઈન્ડિયામાં 592 જગ્યાની એરપોર્ટ સર્વિસમાં ભરતી

AISL Air India Recruitment 2022 : એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમીટેડ (AI Airport Service Limited, AIASL) દ્વારા 592 જગ્યાની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    AIASL Air India Recruitment 2022: ભૂતકાળમાં એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ (India Air Transport Services Limited, AIATSL) તરીકે ઓળખાતી એઆઈ એરપોર્ટ સર્વિસ લિમિટેડ (AI Airport Service Limited, AIASL) દ્વારા હેન્ડીમેન/હેન્ડીવુમન, કસ્ટમર એજન્ટ, યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરની પોસ્ટ માટે ભારતીય નાગરિકો (પુરુષ અને સ્ત્રી) પાસેથી અરજીઓ મંગાવાઇ છે. રેમ્પ સર્વિસ એજન્ટ, જુનિયર એક્ઝિક્યુટિવ-ટેક્નિકલ, ડ્યુટી મેનેજર-ટર્મિનલ, Dy. ટર્મિનલ મેનેજર-PAX, કોલકાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને ઉત્તર પ્રદેશમાં લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટના આધારે ગ્રાઉન્ડ ડ્યુટી માટે ટર્મિનલ મેનેજર માટેની ભરતી હાથ ધરવામાં આવી છે.

    આ ભરતીમાં લખનઉ એરપોર્ટની ભરતીની અરજી કરવાની તારીખ સમાપ્ત થઈ ગઈ છે જ્યારે કે કોલકત્તા એરપોર્ટની અરજી કરવાની તારીખ બાકી છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 27-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    AIASL Air India Recruitment 2022:  ખાલી પદો વિશે વિગતો

    કોલકાતા એરપોર્ટ વેકેન્સી:

    • ટર્મિનલ મેનેજર - 1

    • Dy. ટર્મિનલ મેનેજર-PAX - 1

    • ડ્યુટી મેનેજર-ટર્મિનલ - 6

    • જુનિયર એક્ઝિક્યુટિવ-ટેક્નિકલ - 5

    • રેમ્પ સર્વિસ એજન્ટ - 12

    • યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર - 96

    • કસ્ટમર એજન્ટ - 206

    • હેન્ડીમેન/ હેન્ડીવુમન – 277




    AIASL Air India Recruitment 2022:  મહત્વની તારીખ

    • લખનઉ એરપોર્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ - 27-4-2022


    જોબ સમરી







































    નોટિફિકેશનAIASL Air India Recruitment 2022: 600+ હોન્ડીમેન, કસ્ટમર સર્વિસ અને અન્ય પદો
    અરજી કરવાની અંતિમ તારીખ27 એપ્રિલ, 2022
    શહેરકોલકત્તા
    રાજ્યપશ્ચિમ બંગાળ
    દેશભારત
    સંસ્થાએર ઈન્ડિયા લિમિટેડ, એર ઈન્ડિયા લિમિટેડ
    શૈ. લાયકાતડિપ્લોમા, માધ્યમિક,અન્ય, ગ્રેજ્યુએટ
    અરજી કરવાની અંતિમ તારીખ27-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો



    AIASL Air India Recruitment 2022- લાયકાતના ધારાધોરણ

    શૈ. લાયકાત:

    • ટર્મિનલ મેનેજર - માન્ય યુનિવર્સિટીમાંથી 10+2+3 પેટર્ન હેઠળ અથવા 10+2+2 પેટર્ન હેઠળ સ્નાતક સાથે 20 વર્ષનો અનુભવ, જેમાંથી ઓછામાં ઓછા 08 વર્ષનો અનુભવ પેક્સ, રેમ્પ અને કાર્ગો હેન્ડલિંગમાં અને સંબંધિત કાર્યોમાં મેનેજરિયલ અથવા સુપરવાઇઝરી ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. એરલાઇન અથવા એરપોર્ટ ઓપરેટર અથવા BCAS માન્ય ગ્રાઉન્ડ હેન્ડલર સાથે કોઈપણ એરપોર્ટ પર અથવા તેના કોમ્બિનેશનમાં કોઈપણ એરપોર્ટ ઓપરેટર દ્વારા નિયુક્ત કરવામાં આવશે.

    • ડે. ટર્મિનલ મેજેનર-PAX - માન્ય યુનિવર્સિટીમાંથી 10+2+3 પેટર્ન હેઠળ અથવા 10+2+2 પેટર્ન હેઠળ સ્નાતક સાથે 20 વર્ષના અનુભવ જરૂરી છે. જેમાંથી ઓછામાં ઓછા 08 વર્ષ પેક્સ, રેમ્પ અને કાર્ગો હેન્ડલિંગ અને સંબંધિત કાર્યોમાં મેનેજરિયલ અથવા સુપરવાઇઝરી ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. એરલાઇન અથવા એરપોર્ટ ઓપરેટર અથવા BCAS માન્ય ગ્રાઉન્ડ હેન્ડલર સાથે કોઈપણ એરપોર્ટ પર અથવા તેના કોમ્બિનેશનમાં કોઈપણ એરપોર્ટ ઓપરેટર દ્વારા નિયુક્ત કરવામાં આવશે.


    આ પણ વાંચો : SBI Recruitment 2022: SBIમાં આવી SCOની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    • ડ્યુટી મેનેજર ટર્મિનલ - માન્ય યુનિવર્સિટીમાંથી 10+2+3 પેટર્ન હેઠળ અથવા 10+2+2 પેટર્ન હેઠળ 16 વર્ષના અનુભવ સાથે સ્નાતક, જેમાંથી ઓછામાં ઓછા 04 વર્ષનો અનુભવ પેસેન્જર અથવા કાર્ગો અને સંબંધિત હેન્ડલિંગ કાર્યોમાં મેનેજરિયલ અથવા સુપરવાઇઝરી ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. એરલાઇન અથવા એરપોર્ટ ઓપરેટર અથવા BCAS માન્ય ગ્રાઉન્ડ હેન્ડલર સાથે કોઈપણ એરપોર્ટ પર અથવા તેના કોમ્બિનેશનમાં કોઈપણ એરપોર્ટ ઓપરેટર દ્વારા નિયુક્ત કરવામાં આવશે.


    • જુનિયર એક્ઝિક્યુટિવ ટેક્નિકલ - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ / ઓટોમોબાઈલ / પ્રોડક્શન / ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ફુલ ટાઈમ બેચલર ઑફ એન્જિનિયરિંગ. LMV નુ પઝેશન હોવું જોઈએ. હેવી મોટર વ્હીકલ (HMV) માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ મહત્તમ 12 મહિનાની અંદર પ્રોડ્યુસ કરેલુ અથવા રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર, લઘુત્તમ સમયમર્યાદામાં HMV લાઇસન્સ કઢાવવુ. ઑફર સ્વીકાર્યા પછી પદાધિકારીએ તરત જ હેવી મોટર વ્હીકલ લાયસન્સ માટે અરજી કરવાની રહેશે. HMV લાયસન્સ મેળવતા પહેલા કોઈ વધારો કરવામાં આવશે નહીં.

    • રેમ્પ સર્વિસ એજન્ટ - રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/પ્રોડક્શન/ઇલેક્ટ્રોનિક્સ/ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં 3-વર્ષનો ડિપ્લોમા અથવા મોટર વ્હીકલ ઓટો ઇલેક્ટ્રિકલ/એર કન્ડીશનીંગ/ડીઝલ મિકેનિક/બેન્ચ ફિટર/વેલ્ડરમાં NCTVT (કુલ 3 વર્ષ) સાથે ITI, (NCTVT સાથે ITI) - એક વિષય તરીકે હિન્દી/અંગ્રેજી/સ્થાનિક ભાષા સાથે એસએસસી/ સમકક્ષ પરીક્ષા પાસ કર્યા પછી કોઈપણ રાજ્ય/કેન્દ્ર સરકારના શિક્ષણ અને તાલીમ નિયામક દ્વારા વેલ્ડર તરીકે એક વર્ષનો અનુભવ હોવાનુ પ્રમાણપત્ર. માન્ય હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવું આવશ્યક છે.

    • યુટિલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર - SSC/10મું ધોરણ પાસ કરેલ હોવુ જોઈએ. ટ્રેડ ટેસ્ટમાં બેસતી વખતે અસલ માન્ય HMV ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું આવશ્યક છે.

    • કસ્ટમર એજન્ટ - IATA – UFTAA અથવા IATA – FIATA અથવા IATA – DGR અથવા IATA – CARGO માં ડિપ્લોમા સાથે 10+2+3 પેટર્ન હેઠળની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 10+2+3 પેટર્ન હેઠ કોઈપણ વિષયમાં સ્નાતક. એરિયા ઓફ કોમ્બિનેશન, ઓફ ફેર, રિઝર્વેશન, ટિકિટિંગ કોમ્પ્યુટરાઈઝડ પેસેન્જર ચેક ઇન/કાર્ગો હેન્ડલિંગ અને સંબંધિત કાર્યોમાં 1 વર્ષનો અનુભવ.

    • હેન્ડીમેન/ હેન્ડીવુમન SSC/10મું ધોરણ પાસ. અંગ્રેજી ભાષા વાંચવા અને સમજવામાં સમર્થ હોવા જોઈએ. સ્થાનિક અને હિન્દી ભાષાઓનું જ્ઞાન અને બોલવાની ક્ષમતા ઇચ્છનીય છે.


    વય મર્યાદા

    ટર્મિનલ મેનેજર, Dy. ટર્મિનલ મેનેજર-PAX અને ડ્યુટી મેનેજર-ટર્મિનલ

    • 55 વર્ષ


    અન્ય:

    • સામાન્ય - 28 વર્ષ

    • OBC - 31 વર્ષ

    • SC/ST - 33 વર્ષ


    આ પણ વાંચો : IBPS Recruitment 2022: IBPSમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તક, 61,818 સુધી મળશે પગાર

    એપ્લિકેશન ફી

    રૂ. 500/-

    આ રીતે કરો અરજી

    કોલકાતા માટે - "એચઆરડી ડિપાર્ટમેન્ટ, એર ઈન્ડિયા પ્રિમાઈસીસ, એઆઈ એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ, ન્યૂ ટેકનિકલ એરિયા, જીએસ બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, કોલકાતા: 700 052

    લાયક ઉમેદવારોને તારીખ, સમય અને સ્થળ વિશે અગાઉથી સૂચિત કરવામાં આવશે. ઉમેદવારોએ યોગ્ય સમયે ત્યા હાજર થવાનુ રહેશે. આ દરમિયાન ઉમેદવારોએ એર્લિકેશન ફોર્મ, સર્ટિફિકેટ અને તેમની સેલ્ફ અટેસ્ટેડ કોપી સાથે લાવવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર