Home /News /career /Airports Authority Of India એ 156 પોસ્ટ પર ભરતી બહાર પાડી, 1 લાખ સુધીનો મળશે પગાર
Airports Authority Of India એ 156 પોસ્ટ પર ભરતી બહાર પાડી, 1 લાખ સુધીનો મળશે પગાર
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી
AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી દ્વારા 27મી ઓગસ્ટ 2022ના રોજ 156 ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી હતી. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર જૂનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airports Authority Of India, AAI) એ સાઉથ ક્ષેત્રમાં એરપોર્ટ પર વિવિધ પદ માટે ભરતીની જાહેરાત કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા 27મી ઓગસ્ટ 2022ના રોજ 156 ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી હતી. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર જૂનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ www.aai.aero પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ચૂકી છે. જ્યારે ફી સાથે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 30 સપ્ટેમ્બર છે.