Home /News /career /

AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભરતી, મેળવો રૂ. 1 લાખ સુધીનો પગાર

AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભરતી, મેળવો રૂ. 1 લાખ સુધીનો પગાર

AAI Recruitment 2022 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં અનુભવી વ્યક્તિઓની ભરતી, અરજી કરવા માટે જાણો વિગતો

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airports Authority of India, AAI) દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પર 17 સિનિયર આસિસ્ટન્ટની નોકરી માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    Airports Authority of India (AAI) Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airports Authority of India, AAI) દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પર 17 સિનિયર આસિસ્ટન્ટની નોકરી માટે ભરતી બહાર પાડવામાં આવી છે. નોર્થ ઈસ્ટ રિજ્યન માટેની આ ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 28-2-2022 છે. આ નોકરી માટે એરપોર્ટ ઓથોરિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનની અહીંયા લિંક આપવામા આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.

    Airports Authority of India (AAI) Recruitment 2022:  જગ્યા

    આ ભરતીમાં સિનીયર આસિસ્ટન્ટ પ્રચલનની 05, સિનીયર આસિસ્ટન્ટ ફાઇનાન્સની 02, સિનીયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક્સની 09, સિનિરયર આસિસ્ટન્ટ રાજભાષાની 1 મળીને કુલ 17 જગ્યાઓ ખાલી છે. આ નોકરી માટે 36,000 રૂપિયાથી લઈને 1,10,000 રૂપિયા સુધી પગાર આપવામાં આવી રહ્યો છે. ઉમેદવારો નોટિફિકેશન વાંચી અને આવેદન કરી શકે છે.

    Airports Authority of India (AAI) Recruitment 2022:  શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે સિનિયર આસિસ્ટન્ટ પ્રચલનનીની શૈક્ષણિક લાયકાત એલએમવી લાયસન્સ ગ્રેજ્યુએટ ઉપરાંત સંબંધિત જગ્યા માટે 02 વર્ષનો અનુભવ જરૂરી છે.

    સિનિયર આસિસ્ટન્ટ નાણા માટે બીકોમ તથા સંબંધિત વિષયમાં 02 વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત કોમ્યુટરનું જ્ઞાન પણ આવશ્યક છે.

    સિનિયર આસિસ્ટન્ટ ઇલેકટ્રોનિક્સની જગ્યા માટે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, રેડિયો એન્જિનિયરીંગાં ડિપ્લોમાં અને સંબંધિત જગ્યાનો 02 વર્ષનો અનુભવ જરૂરી છે.

    સિનિયર આસિસ્ટન્ટ રાજભાષા માટે હિંદીમાં ગ્રેજ્યુએશન અંગ્રેજી સાથે અથવા હિંદીમાં પોસ્ટ ગ્રેજયુએશન અંગ્રેજી વિષય સાથે કરેલું હોવું અનિવાર્ય છે.

    આ પણ વાંચો : NLC Recruitment 2022: એનએલસીમાં PwBDs કેટેગરીની ભરતી, 5.80 લાખ સુધી મળશે CTC

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા01
    લાયકાત-તમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ અને ફ્લાઇંગ ટેસ્ટ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ28-2-202
    અરજી કરવાનું માધ્યમઓફલાઇન
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો



    Airports Authority of India (AAI) Recruitment 2022:  ભરતીની જાહેરાત જોવા માટે

    તમે એરપોર્ટ ઓથારિટી ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પરથી નીચે આપેલ સ્ટેપ્સ અનુસરી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

    એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરો.
    હોમ પેજ પર આપેલા રિક્રુટમેન્ટ ડેશબોર્ડ સિલેક્શન પર જાઓ.
    હોમપેજ પર આપેલ લિન્ક "Airports Authority of India (AAI) Recruitment 2022"પર ક્લિક કરો.
    એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ભરતી 2022 ની PDF મળશે.
    આ ફિશિયલ નોટિફિકેશનની પ્રિન્ટ લઈ લો અને એક કોપી સેવ કરી લો. (ભરતીની જાહેરા જોવા માટે અહીંયા ક્લિક કરો)

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

    AAI Recruitment 2022: આ રીતે કરો અરજી

    અરજી મોકલવા માટે Rectt, Cell, Department of HRM, Regional Headquarters (North Eastern Region), (Guwhati) ના સરનામે મોકલી આપવું
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર