એરફોર્સમાં સિવિલિયન પદ માટે ભરતી બહાર પડી, જાણો કેવી રીતે કરવાની રહેશે અરજી

એરફોર્સમાં ગ્રુપ સીની સીધી વેકેન્સી

Airforce Recruitment 2021 : ભારતીય વાયુસેનાએ ગ્રુપ સી હેઠળ આવનાર અનેક સિવિલિયન (Airforce Civilian Recruitment 2021)  પદ માટે ભરતીઓ બહાર પાડી છે. સ્ટોર અધિક્ષક, એલડીસી, બાવર્ચી, સિવિલિયન મિકેનિક, ફાયરમેન અને એમટીએસ પદો માટે ભારતીય વાયુસેનાએ 83 વેકેન્સી બહાર પાડી છે.

 • Share this:
  indian Airforce Recruitment 2021 :  ભારતીય વાયુસેનાએ ગ્રુપ સી હેઠળ આવનાર અનેક સિવિલિયન (Airforce Civilian Recruitment 2021)  પદ માટે ભરતીઓ બહાર પાડી છે. સ્ટોર અધિક્ષક, એલડીસી, બાવર્ચી, સિવિલિયન મિકેનિક, ફાયરમેન અને એમટીએસ પદો માટે ભારતીય વાયુસેનાએ 83 વેકેન્સી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 30 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. ભારતીય વાયુસેનાએ અલગ અલગ સ્ટેશન સાથે સંબંધિત ભરતી બહાર પાડી છે. તમારે તે પોસ્ટ અનુસાર સંબંધિત સેક્ટરમાં અરજી મોકલવાની રહેશે.

  ભારતીય વાયુસેના અનુસાર અરજીકર્તાઓની વય મર્યાદા, ન્યૂનતમ પાત્રતા, ડોક્યુમેન્ટસ અને સર્ટીફિકેટની તપાસ કરવામાં આવશે. વેરિફેકિશનમાં પાસ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

  લેખિત પરીક્ષામાં જાહેર કરવામાં આવેલ ભરતીથી કરતા 10 ગણા અરજીકર્તાઓને આમંત્રિત કરવામાં આવશે. એરફોર્સે લેખિત પરીક્ષા અંગે તમામ સ્પષ્ટતા કરી છે. વ્યાવહારિક, શારીરિક અને કૌશલ્ય પરીક્ષા લેવામાં આવશે અને તેમાં આપવામાં આવેલ ગુણને કુલ ગુણમાં જોડવામાં નહીં આવે.

  ભારતીય વાયુસેનામાં બહાર પાડેલ ભરતી  સિવિલિયન મિકેનિકલ વાહન ચાલક 45
  મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ) 21
  અવર શ્રેણી લિપિક (એલડીસી) 09
  રસોઈયો 05
  ફાયરમેન 01
  અધિક્ષક (સ્ટોર) 01
  સુથાર 01  વયમર્યાદા

  ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. પૂર્વ સૈનિકોનો સશસ્ત્ર સેનામાં કાર્યકાળ 6 મહિનાથી વધુ હોવો જોઈએ. 40 વર્ષની ઉંમર ધરાવતા વિભાગીય કર્મચારી પણ આ પોસ્ટ માટે અરજી કરી શકશે.

  આ પણ વાંચો : Rajasthan Police Bharti 2021: રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી, 4,000થી વધુ પોસ્ટ માટે 10-12 કરી શકે છે અરજી

  પદ, વેતન અને શૈક્ષણિક લાયકાત  પોસ્ટ વેતન શૈક્ષણિક લાયકાત
  અધિક્ષક (સ્ટોર) 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-4 નું વેતન માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
  અવર શ્રેણી લિપિક (એલડીસી) 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-2 નું વેતન માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધો-12 પાસ કરેલું હોવું જોઈએ, અંગ્રેજીમાં પ્રતિ મિનિટ-35 શબ્દ અને હિંદીમાં પ્રતિ મિનિટ-30 શબ્દ લખવાની ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ.
  રસોઈયો​ 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-2 નું વેતન માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી મેટ્રિક અને કેટરિંગનું સર્ટીફિકેટ હોવું જોઈએ, બિઝનેસમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  સુથાર 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-2 નું વેતન માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી મેટ્રિક અને બઢઈ ટ્રેડની ડિગ્રી હોવી જોઈએ અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
  સિવિલિયન મિકેનિકલ વાહન ચાલક 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-2 નું વેતન માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી મેટ્રિક અને હલ્કા તથા ભારે વાહન ચલાવવા માટે સિવિલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
  ફાયરમેન 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-2 નું વેતન માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી મેટ્રિક અને ફાયરસેવા તાલીમનું સર્ટીફિકેટ હોવું જોઈએ.
  મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ) 7 માં પગારપંચ વેતન મેટ્રિક્સ અનુસાર લેવલ-1 નું વેતન માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી મેટ્રિક કરેલું હોવું જોઈએ.  અરજી કેવી રીતે કરવાની રહેશે

  ઈચ્છુક ઉમેદવાર પોતાની પાત્રતા તથા વેકેન્સી અનુસાર કોઈપણ વાયુ સેના સ્ટેસનમાં અરજી કરી શકે છે. અરજીકર્તાઓએ પોતાની અરજી સાથે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદાનું, એક્સપીરિયન્સ સર્ટીફિકેટ, જાતિ પ્રમાણપત્ર સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહેશે. જાહેરાત જોવા માટે ક્લિક કરો

  એરફોર્સની ભરતી માટે ઓનલાઇન એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરો
  First published: