એર ઇન્ડિયા (Government Job)માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. નેશનલ કેરિયરના ડાઇવેસ્ટમેન્ટ ડ્રાઇવને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એર ઇન્ડિયા (Air India)નો કબજો મેળવ્યા પછી ટાટા જૂથ (Tata group) મુસાફરોને વધુ સારી સેવાઓ આપવા માટે એરલાઇનની પેસેન્જર સર્વિસ સિસ્ટમ્સને અપગ્રેડ કરવા માટે પ્રયાસ કરી રહી છે.
આ દિશામાં વધુ એક ડગલું ભરી ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ કોલકાતા, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદમાં કેબિન ક્રૂ માટે વોક-ઇન રિક્રૂટમેન્ટ ડ્રાઇવ (Air India Recruitment) શરૂ કરી દીધી છે. આ ભરતી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
એર ઇન્ડિયાએ ટ્વિટર પર વિવિધ શહેરોમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખોની જાહેરાત કરી છે. જે મુજબ મુંબઇ- 1 જૂન, બેંગ્લોર- 4 જૂન, હૈદરાબાદ- 8 જૂનના રોજ ઇન્ટરવ્યૂ થવાના છે.
એર ઇન્ડિયાની આ ભરતી ઝુંબેશ વચ્ચે માર્કેટમાં નવા પ્રવેશ કરનાર આકાશ (Akasa) એર અને પુનરાગમન કરનાર જેટ એરવેઝ પણ ઉડાન ભરવા તૈયાર છે. આ કંપનીઓ દ્વારા પણ ભરતી અભિયાન હાથ ધરાયુ છે.
ભરતી બાબતે એક ટ્વિટમાં એરલાઇને કહ્યું હતું કે, #WingsOfChange ભાગ બનવું છે? હવે તમારી તક છે! અમારી ભરતી ઝુંબેશ અને અમારા પરિવર્તનનો ભાગ બનવાની તમારી તકને ચૂકશો નહીં."
- એરલાઇન્સ દ્વારા તેની વેબસાઇટ પર આપેલી નોટિફિકેશન અનુસાર કેબિન ક્રૂ માટે લાયક ઉમેદવારોની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. અનુભવી કેબિન ક્રૂ માટે ઉંમર 32 વર્ષ જેટલી નક્કી છે. - અરજદાર પાનકાર્ડ, પાસપોર્ટ અને આધાર કાર્ડ ધરાવતો ભારતીય નાગરિક હોવો જોઈએ - ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા સાથે ધોરણ 12 પૂર્ણ કર્યું હોવું જોઈએ - અરજદાર અંગ્રેજી અને હિન્દીમાં અસ્ખલિત હોવો જોઈએ અને તેનામાં 6/6 વિઝન હોવું જોઈએ - અરજદારોમાં મહિલા માટે 157 સે.મી. અને પુરુષ ઉમેદવારો માટે 172 સે.મી.ની લઘુત્તમ ઊંચાઈની આવશ્યકતા રહેશે. - મહિલાઓ માટે 18-22 અને પુરુષો માટે 18-25 BMIની જરૂરિયાત પણ રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર