Home /News /career /

Air India Recruitment : એર ઈન્ડિયાની 255 જગ્યા માટે ભરતી, 60,000 સુધી મળશે પગાર

Air India Recruitment : એર ઈન્ડિયાની 255 જગ્યા માટે ભરતી, 60,000 સુધી મળશે પગાર

Air India Recruitment : એર ઈન્ડિયામાં 255 જગ્યાની એરપોર્ટ સર્વિસમાં ભરતી

Air india Recruitment 2022: એર ઈન્ડિયા દ્વારા (Air India) 255 પદો પર નીકળી ભરતી, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી. અહીંયા આપવાા આવેલી લિંક દ્વારા કરો અરજી

    Air India Recruitment : એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ (The Air India Airport Services Limited (AIASL) દ્વારા ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેના પશ્ચિમ વિસ્તારમાં હેન્ડીમેન, રેમ્પ સર્વિસ એજન્ટ, જુનિયર એક્ઝિક્યુટિવ્સ, ડ્યુટી ઓફિસર, ડેપ્યુટી ટર્મિનલ મેનેજર અને અન્ય ખાલી પડેલી 255 જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. આ નોકરી માટે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતાં ઉમેદવારો નિયત ફોર્મેટમાં અરજી કરી શક છે. આ સાથે જ અરજી સાથેના જરૂરી દસ્તાવેજોની નકલો 21 માર્ચ સુધીમાં hrhq.aiasl@airindia.in પર ઈ-મેલ દ્વારા મોકલી શકાય છે.

    ભરતી નિશ્ચિત-ગાળાના કરારના આધારે કરવામાં આવશે. આ કરાર ઉમેદવારની કામગીરી અને કંપનીની જરૂરિયાતને આધીન રહીને રિન્યૂ કરી શકાય છે. આ ભરતી ભારત સરકારની જાતિ/વર્ગ-આધારિત અનામત નીતિઓને આધીન કરવામાં આવશે.

    AIR INDIA RECRUITMENT2022: ભરતીની વિગતો

    Dy. ટર્મિનલ મેનેજર – 1, ઓફિસર- એડમિન – 1, ઓફિસર- ફાઈનાન્સ – 1, ડ્યુટી ઓફિસર (Ramp) – 2, જુનિયર એક્સિક્યુટિવ – ટેક – 2, જુનિયર એક્સિક્યુટિવ – Pax – 8, રેમ્પ સર્વિસ એજન્ટ /યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 24, સિનિયર કસ્ટમર એજન્ટ / કસ્ટમર એજન્ટ/ જુનિયર કસ્ટમર એજન્ટ – 39, હેન્ડીમેન -177

    AIR INDIARECRUITMENT2022:લાયકાતના ધારાધોરણ

    શૈક્ષણિક લાયકાત:

    AIASL ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના વિવિધ સ્તરો ધરાવતા ઉમેદવારોને નોકરીની તકો આપવામાં આવશે. હેન્ડીમેન/હેન્ડીવુમનની પોસ્ટ માટે, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવી જરૂરી છે.

    આ પણ વાંચો : IOCL Recruitment : IOCLમાં રૂ. 1 લાખ સુધીના પગારની નોકરી, અહીંથી કરો અરજી

    ડેપ્યુટી ટર્મિનલ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 18 વર્ષના અનુભવ સાથે 10+2+3 પેટર્નમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, જેમાંથી ઓછામાં ઓછા છ વર્ષ એરલાઇન અથવા એરપોર્ટ સાથે પેસેન્જર અને કાર્ગો હેન્ડલિંગમાં મેનેજરિયલ કેપેસિટીમાં હોવા જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા255
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાટ્રેડ ટેસ્ટ દ્વારા
    અરજી ફી500 રૂપિયા ડીડીના સ્વરૂપે
    અરજી કરવાની અંતિમ તારીખ21-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટે   અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેhrhq.aiasl@airindia.in   પર ઈમેલ કરી અને અરજી કરવાની રહીશે.



    ડ્યુટી ઓફિસર (રેમ્પ) ની પોસ્ટ માટે, ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 12 વર્ષનો અનુભવ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. જેમાંથી ઓછામાં ઓછા 4 વર્ષ એરલાઇન અથવા એરપોર્ટ સાથે પેસેન્જર અને કાર્ગો હેન્ડલિંગમાં સંચાલકીય અને સુપરવાઇઝરી ભૂમિકામાં હોવા જોઈએ.

    આ પણ વાંચો : MMRCL Recruitment: મેટ્રો રેલ માટે બમ્પર ભરતી બહાર પડી, 2 લાખ સુધી મળી રહ્યો છે પગાર

    વય મર્યાદા:

    હેન્ડીમેન, ગ્રાહક એજન્ટ, જુનિયર ગ્રાહક એજન્ટ (જુનિયર), જુનિયર એક્ઝિક્યુટિવ (ટેક) અને રેમ્પ સર્વિસ એજન્ટ પોસ્ટ માટે વય મર્યાદા 28 વર્ષ છે. સિનિયર કસ્ટમર એજન્ટની ભરતી માટે 30 વર્ષ છે. જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવ પેક્સ માટે વય મર્યાદા 35 વર્ષ છે. ડ્યુટી ઓફિસર (રેમ્પ) અને ડેપ્યુટી ટર્મિનલ મેનેજરના કિસ્સામાં, વય મર્યાદા અનુક્રમે 50 અને 55 વર્ષ છે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन