Home /News /career /

AIIMS recruitment 2022: AIIMSમાં વિવિધ શૈક્ષણિક પદો પર ભરતી, રૂ. 2,20,000 સુધીનો પગાર

AIIMS recruitment 2022: AIIMSમાં વિવિધ શૈક્ષણિક પદો પર ભરતી, રૂ. 2,20,000 સુધીનો પગાર

સરકારી નોકરી

AIIMS Recruitment 2022 : AIIMS નાગપુરે ફેકલ્ટીની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો aiimsnagpur.edu.in પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે.

    AIIMS Recruitments 2022: અત્યારે સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતી ચાલી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, AIIMS નાગપુરે (AIIMS Nagpur) ફેકલ્ટીની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો AIIMS નાગપુરની  વેબસાઈટ aiimsnagpur.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

    કુલ 29 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પ્રોફેસરની 8, એડિશનલ પ્રોફેસરની 9, એસોસિએટ પ્રોફેસરની 5 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 7 જગ્યાઓનો સમાવેશ થાય છે.

    ભરતી સંબંધિત માહિતી:


    અરજી માટેની અંતિમ તારીખ: 11/09/2022

    શૈક્ષણિક લાયકાત:


    જુદી જુદી જગ્યાઓ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જેની સંપૂર્ણ વિગતો ભરતીની સૂચનામાં જોઈ શકાશે.

    કેવી રીતે અરજી કરવી:


    ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ પર આપેલ અરજી ફોર્મ ભરવું પડશે અને તેની પ્રિન્ટ આઉટ લેવી પડશે. આ પછી, અરજી ફોર્મ સાથે મંગાવવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો 'ધ ડાયરેક્ટર, AIIMS નાગપુર, એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, પ્લોટ નંબર 2, સેક્ટર-20, મિહાન, નાગપુર -'441108' પર મોકલવાની રહેશે.


    ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ: આઈઆઈએમ નાગપુર


    ખાસ નોંધ: અરજી ફોર્મ 26 સપ્ટેમ્બર 2022 સુધીમાં પહોંચવું જોઈએ.

    અરજી ફી:


    અરજી ફી ₹2000 છે. તેમજ SC, ST શ્રેણીના ઉમેદવારો માટે ₹ 500 છે. સત્તાવાર વેબસાઇટ પર આપેલી પેમેન્ટ લિંક દ્વારા એપ્લિકેશન ફી જમા કરી શકાય છે.

    BSNL Government Job 2022: પરીક્ષા વગર BSNLમાં સરકારી નોકરી, કેટલો મળશે પગાર?


    ઉલ્લેખનીય છે કે  ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા કર્ણાટક વિભાગમાં ઇન્ટર્નશીપ ટ્રેઇનીઓની ભરતી માટે આવેદન અરજીઓ મંગવાઈ છે, પદ માટે ઇચ્છુક અને લાયક ઉમેદવાર ભરતી માટે BSNLની સત્તાવાર વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે. (Government job) આ પદ માટે અરજી પ્રક્રિયા હાલ શરૂ છે.(Career opportunity BSNL)

    ઉપરાંત ઉમેદવાર અહીં આપેલી લિંકનો ઉપયોગ કરી http://karnataka.bsnl.co.in/ અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 100 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવાર BSNL દ્વારા જાહેર કરેલી સત્તાવાર નોટોફિકેશન PDF દ્વારા વધુ માહિતી મેળવી શકે છે.

    નોકરી અને કારકીર્દી સંબંધી તાજા અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: AIIMS, Career and Jobs, Job and Career, Naukri 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन