Home /News /career /AIIMS Recruitment 2021: પ્રાધ્યાપકો માટે સરકારી નોકરીની તક, 37,000 રૂપિયા પગારથી શરૂઆત

AIIMS Recruitment 2021: પ્રાધ્યાપકો માટે સરકારી નોકરીની તક, 37,000 રૂપિયા પગારથી શરૂઆત

AIIMSમાં સરકારી નોકરી માટે ભરતી

AIIMS Recruitment 2021 : એઇમ્સ પટનામાં સરકારી નોકરીની તક, અરજી કરવાની છેલ્લી તારીખ અને અન્ય વિગતો જાણો, અહીંથી જ સીધા ઓનલાઇન અરજી કરો

AIIMS Recruitment 2021:  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પટનાએ ફેકલ્ટી (faculty Recruitment)  પદો પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પદો પર ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ aiimspatna.org દ્વારા નોટિફિકેશન જાહેર થયાના 21 દિવસમાં એટલે કે 27 નવેમ્બર 2021 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એઇમ્સ પટનામાં નોકરીની તક સામે આવી છે. શૈક્ષણિક યોગ્યતા અને અન્ય વિગતો ચકાસી  અને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

AIIMS Recruitment 2021 જગ્યા: આ પ્રક્રિયાથી વિવિધ વિભાગોમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને એડિશનલ પ્રોસેસરની કુલ 158 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. મહત્વનું છે કે, આ જગ્યાઓ પર ભરતી માટે અરજીના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જોકે, ઈન્ટરવ્યુ સંબંધિત માહિતી ઉમેદવારોને યોગ્ય સમયે મેઇલ દ્વારા જણાવાશે.

આ પણ વાંચો : Scholarship: વિદ્યાર્થિનીઓને કમ્યુટર સાયન્સ ભણવા ગુગલ આપશે 70,000 રૂ.ની સ્કોલરશીપ, ફટાફટ જાણો વિગતો

AIIMS Recruitment 2021 ઉંમર મર્યાદા: પ્રોફેસર અને એડિશનલ પ્રોફેસરના પદો પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મહત્તમ વય મર્યાદા 50 વર્ષ નક્કી કરાઈ છે. જોકે સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને આ જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

નોકરની ટૂંકી વિગતો
જગ્યા :158
લાયકાત :મેડિકલની ડિગ્રી, અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત વાંચવી
પસંદગી પ્રક્રિયા :ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી :1500/1200
અરજી કરવાની અંતિમ તારીખ :27-11-2021
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો
ભરતીની જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો



AIIMS Recruitment 2021 શૈક્ષણિક લાયકાત : AIIMS પટનામાં પ્રોફેસર સહિત અન્ય જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવાર પાસે કેટલાક વર્ષોનો અનુભવ સહીત મેડિકલ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. તમામ પોસ્ટ્સ માટેની પાત્રતા અલગ રીતે નક્કી કરવામાં આવી છે, જેથી ઉમેદવારો વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટોફિકેશન જોઈ શકે.

આ પણ વાંચો : ધો.10 પાસથી લઈ ગ્રેજ્યુએટ માટે સ્પોર્ટ્સ ક્વોટાની નોકરી, ઈનકમટેક્સની ભરતીમાં 20,000 રૂ. સુધી મળશે પગાર

AIIMS Recruitment 2021 ફી : રસ ધરાવતા ઉમેદવારો AIIMS પટના ફેકલ્ટી ભરતી 2021 માટે ઓફિશિયલ વેબસાઈટ aiimspatna.org પર ઑનલાઇન અરજી કરી શકે છે. જે બાદ ઉમેદવારોએ અરજીની નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજો નોટિફિકેશનમાં જણાવાયેલા સરનામે મોકલવાના રહેશે. અરજી કરવા માટે જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 1500 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે, જયારે SC/ST/EWS કેટેગરીના ઉમેદવારોએ 1200 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.
First published:

Tags: AIIMS, Patna, કેરિયર