AIIMS Recruitment 2022: એઇમ્સ દિલ્હીમાં ફેકલ્ટી પોસ્ટ પર આવી ભરતી, રૂ. 2 લાખ સુધીનો પગાર
AIIMS Recruitment 2022: એઇમ્સ દિલ્હીમાં ફેકલ્ટી પોસ્ટ પર આવી ભરતી, રૂ. 2 લાખ સુધીનો પગાર
AIIMSમાં ભરતી
AIIMS Delhi Recruitment 2022: નવી દિલ્હીએ ફેકલ્ટીની પોસ્ટ માટે ભરતી (Jobs for Faculty Post) બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર એઇમ્સ દિલ્હીની (AIIMS Delhi Recruitment) ઓફિશ્યલ વેબસાઇટ aiimsexams.ac.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
Jobs and Career: તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી (Jobs for Doctor) શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS Recruitment 2022), નવી દિલ્હીએ ફેકલ્ટીની પોસ્ટ માટે ભરતી (Jobs for Faculty Post) બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર એઇમ્સ દિલ્હીની (AIIMS Delhi Recruitment) ઓફિશ્યલ વેબસાઇટ aiimsexams.ac.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ફેકલ્ટીની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારોને 7માં પગાર પંચ અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.
એઇમ્સ દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફીકેશન અનુસાર, યોગ્ય ઉમેદવાર 3 જૂન સુધીમાં અરજી કરી શકે છે. જોકે, એપ્લિકેશનની હાર્ડ કોપી 15 જુલાઇ અથવા તેની પહેલા અરજી કરી શકે છે.
આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ – 1 પોસ્ટ
એસોસિએટ પ્રોફેસર – 3 પોસ્ટ
આસિસ્ટન્ટ પ્રોફેસર – 17 પોસ્ટ
કુલ જગ્યાઓ – 21 પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
મેડિકલ સુપરિટેન્ડન્ટ – માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી શિડ્યૂલ 1, 2 અથવા 3ના પાર્ટ-2માં મેડિકલ ક્વોલિફિકેશન મેળવવી આવશ્યક છે. મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એમડી કે એમએસ કરેલું હોવું જોઇએ. આ ઉપરાંત ટીચિંગ અથવા રીસર્ચમાં 14 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
પોસ્ટ
21
શૈક્ષણિક લાયકાત
માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી શિડ્યૂલ 1, 2 અથવા 3ના પાર્ટ-2માં મેડિકલ ક્વોલિફિકેશન મેળવવી આવશ્યક છે
એસોસિએટ પ્રોફેસર – નર્સિંગમાં માસ્ટર ડિગ્રી, નર્સ અને માડિવાઇફ રજીસ્ટ્રેશન અને નર્સિંગમાં ઓછામાં ઓછો 5 વર્ષનો ટીચિંગનો અનુભવ હોવો જરૂરી છે.
આસિસ્ટન્ટ પ્રોફેસર – પોસ્ટ વાઇઝ સંબંધિત ફિલ્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે અલગ અલગ અનુભવ માંગવામાં આવ્યો છે. વધુ જાણકારી માટે તમે નોટિફીકેશન તપાસી શકો છો.
વય મર્યાદા
ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 50 વર્ષની હોવી જોઇએ. એસટી, એસસી, ઓબીસી અને પીડબલ્યૂબીડી કેટેગરીના ઉમેદવારોને સરકારી માપદંડો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
કેટલી રહેશે અરજી ફી?
સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે આવેદન ફી 1500 રૂપિયા છે. જ્યારે એસસી, એસટી અને પીડબલ્યૂબીડી ઉમેદવારોને 1200 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.
આ રીતે કરી શકો છો અરજી
ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઇટ aiimsexams.ac.in અને www.aiims.edu પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારોને તમામ સંબંધિત દસ્તાવેજોની સાથે ઓનલાઇન અરજીની કોપી 15 જુલાઇ સુધી સીનિયર એડમિનિસ્ટ્રેટિવ (ફેક્ટરી સેલ), એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, પહેલો માળ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અંસારી નગર, નવી દિલ્હી – 110029 પર જમા કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર