Home /News /career /

AICTE Scholarship: ઉચ્ચ અભ્યાસ માટે AICTEની સ્કોલરશીપ, 50,000 રૂપિયા સુધી મળી રહી છે સહાય

AICTE Scholarship: ઉચ્ચ અભ્યાસ માટે AICTEની સ્કોલરશીપ, 50,000 રૂપિયા સુધી મળી રહી છે સહાય

AICTE Scholarship : એઆઈસીટીઈની સ્કોલરશીપ માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી

AICTE Scholarship: એઆઈસીટી દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી, ફટાફટ કરો અહીંથી અરજી

    ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને (All India Council for Technical Education) AICTE શિષ્યવૃત્તિ 2022 (AICTE Scholarship 2022)માટે અરજી કરવાની સમયમર્યાદા (Application Deadline) લંબાવી દીધી છે. AICTEએ એક પરીપત્ર (Notification) બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. AICTE દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના (છોકરીઓ માટે), AICTE સક્ષમ શિષ્યવૃત્તિ યોજના (ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓ માટે) અને AICTE સ્વનાથ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી છે.

    AICTE-મંજૂર સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે Scholarships.gov.in પર નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP)ની મુલાકાત લઈને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજી કરી શકે છે.

    સંસ્થાઓ દ્વારા અરજીઓની પ્રથમ સ્તરની ચકાસણી માટે કે, જેમાં ફરીથી સબમિટ કરાયેલ ભૂલભરેલી અરજીઓ ચકાસવામાં આવશે. તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 અને રાજ્ય નોડલ અધિકારીઓ દ્વારા ચકાસણીના બીજા સ્તરની ચકાસણીની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2022 છે.

    AICTE સ્વનાથ સ્કોલરશિપ સ્કીમ

    AICTE આ વિશેષ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓને આપે છે કે જેમણે કોવિડ-18માં તેમના માતા-પિતાને ગુમાવ્યા છે, આ સિવાય શહીદ થયેલા સશસ્ત્ર દળો અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના બાળકો છે. ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને કુલ 2000 સ્કોલરશિપ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ માટે પસંદગી પામનાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વાર્ષિક રૂ. 50,000ની સહાય આપવામાં આવશે. વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ કૉલેજ ફીની ચુકવણી, કમ્પ્યુટર, સ્ટેશનરી, પુસ્તકો, સાધનો, સોફ્ટવેર વગેરેની ખરીદી માટે કરી શકે છે.

    આ પણ વાંચો : UGC Scholarship: વિદ્યાર્થીઓ દર મહિને મળવી શકે છે રૂ. 7800 સ્કોલરશીપ, આવી રીતે કરો અરજી

    AICTE સક્ષમ સ્કોરશિપ સ્કીમ

    આ સ્કીમ ડિગ્રી/ડિપ્લોમા સ્તરે AICTE દ્વારા માન્ય ટેકનિકલ સંસ્થાઓમાં પ્રવેશ લેતા અલગ-અલગ વિકલાંગ વિદ્યાર્થીઓ માટે છે. કૉલેજ ફીની ચુકવણી, કમ્પ્યુટર, પુસ્તકો, સ્ટેશનરી, સૉફ્ટવેર, સાધનો વગેરેની ખરીદી માટે દર વર્ષે અભ્યાસ માટે શિષ્યવૃત્તિની રકમ રૂ. 50,000 મળશે. અન્ય કોઇ વધારાની ગ્રાન્ટ ચૂકવવામાં આવશે નહીં.

    આ પણ વાંચો :  Digital Gujarat Scholarships 2021 : સ્કૂલથી લઈને કોલેજના અભ્યાસ માટે અહીં મળી રહી છે સ્કોલરશીપ

    AICTE પ્રગતિ સ્કોલરશિપ સ્કીમ

    આ શિષ્યવૃત્તિ એઆઈસીટીઈ દ્વારા માન્ય ટેકનિકલ સંસ્થાઓમાં ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો માટે પ્રવેશ લેતી છોકરીઓને આપવામાં આવે છે. દર વર્ષે 50,000 રૂપિયાની કુલ 10,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. નિયમ અનુસાર કુટુંબની આવક વાર્ષિક રૂ. 8 લાખથી વધુ ન હોવી જોઈએ અને આ યોજના માટે અરજી કરવા માટે જે-તે રાજ્યો દ્વારા જારી કરાયેલ માન્ય આવક પ્રમાણપત્ર જોડાયેલ હોવું જોઈએ.

    સ્કોલરશીપની વધુ માહિતી મેળવવા માટે અહીંયા ક્લિક કરો
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन