Home /News /career /AICTE Scholarship: ધો-12 પછી ઇજનેરી ક્ષેત્રમાં અભ્યાસ કરો છો તો તમને સ્કોલરશીપ મળવા પાત્ર છે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

AICTE Scholarship: ધો-12 પછી ઇજનેરી ક્ષેત્રમાં અભ્યાસ કરો છો તો તમને સ્કોલરશીપ મળવા પાત્ર છે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

પ્રતીકાત્મક તસવીર

AICTE Scholarship: 12મા પછીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી કરતી વખતે, ખાતરી કરો કે તમારી પાસે બધા દસ્તાવેજો છે. જાણો અહીં કે કોને સ્કોલરશીપ મળવા પાત્ર છે અને કેટલી રકમ મળશે.

    AICTE Scholarship: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ટેકનિકલ ક્ષેત્રમાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી આ શિષ્યવૃત્તિનો હેતુ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. ચાલો જાણીએ કે AICTE શિષ્યવૃત્તિ માટે જરૂરી લાયકાત શું છે અને આ અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના રૂપમાં કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે.

    કોને મળે છે AICTE શિષ્યવૃત્તિ


    આ શિષ્યવૃત્તિ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમો કરી રહેલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. દર વર્ષે આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા 2000 ડિપ્લોમા અને 2000 ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કોઈ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેઓ તેના માટે અરજી કરી શકશે નહીં.

    શિષ્યવૃત્તિ માટેની પાત્રતા

    12માનું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.

    આ શિષ્યવૃત્તિના અરજદારની પારિવારિક આવક વાર્ષિક રૂ. 7 લાખથી વધુ ન હોવી જોઈએ.

    વિદ્યાર્થી માટે કુટુંબની આવકનો પુરાવો હોવો ફરજિયાત છે.

    વિદ્યાર્થી માટે એકાઉન્ટ નંબર, IFSC કોડ, આધાર કાર્ડ જેવા મૂળભૂત દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

    આ સ્કોલરશીપમાં કેટલી રકમ મળશે?


    આ શિષ્યવૃત્તિ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને રૂ. 30,000 સુધીની નાણાકીય રકમ આપવામાં આવે છે. જો તમે ડિગ્રી કોર્સ કરી રહ્યા છો, તો તમારે દર વર્ષે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવી ફરજિયાત છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: AICTE, Education loan, Engineering and Technology, Scholarship

    विज्ञापन
    विज्ञापन