Home /News /career /

Agniveer Recruitment: નેવીમાં અગ્નિવીરોની ભરતીને માટે 25મીએ નોટિફિકેશન જાહેર થશે, 1 જુલાઈથી કરી શકાશે

Agniveer Recruitment: નેવીમાં અગ્નિવીરોની ભરતીને માટે 25મીએ નોટિફિકેશન જાહેર થશે, 1 જુલાઈથી કરી શકાશે

અગ્નીવીર થકી ભરતી

Agniveer Recruitment recruitment 2022: નેવી અગ્નિવીર રિક્રુટમેન્ટ નોટિફિકેશન 25 જૂન, 2022ના રોજ બહાર પાડવામાં આવશે. અગ્નિવીર નેવી રિક્રુટમેન્ટ માટેની મહત્વપૂર્ણ તારીખો જાણવા માટે આર્ટિકલ અંત સુધા વાંચો.

    સરકારી નોકરીની બંપર ભરતીઓ બહાર પડી રહી છે. ભારતીય નેવી (Indian navy), ભારતીય આર્મી (Indian Army) અને ભારતીય વાયુસેના (Indian Air Force) માટે અગ્નિવીર (Agniveer) ભરતીની તૈયારી ચાલે છે. ત્યારે ભારતીય નેવીએ અગ્નિવીર માટે નેવીની ભરતી સંબંધિત મહત્વપૂર્ણ વિગતો શેર કરી છે. પ્રેસ કોન્ફરન્સ ઇવેન્ટ દરમિયાન બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, નેવી અગ્નિવીર રિક્રુટમેન્ટ નોટિફિકેશન 25 જૂન, 2022ના રોજ બહાર પાડવામાં આવશે. અગ્નિવીર નેવી રિક્રુટમેન્ટ માટેની મહત્વપૂર્ણ તારીખો જાણવા માટે આર્ટિકલ અંત સુધા વાંચો.

    પ્રેસ કોન્ફરન્સ ઇવેન્ટ દરમિયાન ભારતીય નેવીના વાઇસ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી (Vice Admiral Dinesh K Tripathi) એ 2022 બેચ માટે અગ્નિવીર નેવી ભરતી સંબંધિત વિગતો શેર કરી હતી. શેર કરેલી વિગતો મુજબ, અગ્નિવીર 2022 માટે ભરતી કેલેન્ડર 25 જૂન, 2022 ના રોજ સંભવિત ઉમેદવારો માટે ઑનલાઇન શેર કરવામાં આવશે.

    અગ્નિવીર રિક્રુટમેન્ટ 2022 માટેની વિગતવાર નોટિફિકેશન 9 જુલાઈ, 2022 ના રોજ શેર કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર માટે ભારતીય નેવી ભરતી 2022 માટે રજીસ્ટ્રેશન 1 જુલાઈ, 2022 થી શરૂ થશે. સંપૂર્ણ ટાઈમ ટેબલ નીચે જણાવ્યા પ્રમાણેનુ રહેશે.































    મહત્વની તારીખોમહત્વની તારીખો
    અગ્નિનીર ભરતી અથવા અગ્નિવીર નોટિફિકેશન માટે કેલેન્ડરજૂન 25, 2022
    ઓનલાઈન રજીસ્ટ્રેશનજુલાઈ 1, 2022
    અગ્નિવીર 2022 માટે ડિટેઈલ્ડ નોટિફિકેશનજુલાઈ 9, 2022
    2022 બેચ માટે એપ્લિકેશન વિન્ડોજુલાઈ 15 થી 30, 2022
    પરીક્ષા અને ફિજિકલ ફિટનેસ ટેસ્ટમિડ ઓક્ટોબર 2022
    INS ચિલ્કા ખાતે મેડિકલ સ્ક્રિનિંગ અને જોઈનિંગ21 નવેમ્બર, 2022 થી શરૂ થશે

    Agniveer Recruitment Notification: ભારતીય નેવી રિક્રુટમેન્ટ ટાઈમટેબલ

    અગ્નિપથ નેવી ભરતી 2022 શેડ્યૂલ

    અગ્નિનીર ભરતી અથવા અગ્નિવીર નોટિફિકેશન માટે કેલેન્ડર

    જૂન 25, 2022

    ઓનલાઈન રજીસ્ટ્રેશન

    જુલાઈ 1, 2022

    અગ્નિવીર 2022 માટે ડિટેઈલ્ડ નોટિફિકેશન

    જુલાઈ 9, 2022

    2022 બેચ માટે એપ્લિકેશન વિન્ડો

    જુલાઈ 15 થી 30, 2022

    પરીક્ષા અને ફિજિકલ ફિટનેસ ટેસ્ટ

    મિડ ઓક્ટોબર 2022

    INS ચિલ્કા ખાતે મેડિકલ સ્ક્રિનિંગ અને જોઈનિંગ

    21 નવેમ્બર, 2022 થી શરૂ થશે

    વાઈસ એડમિરલે પણ માહિતી આપી હતી કે, નેવી અને ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ખાસ કરીને ડિરેક્ટોરેટ જનરલ, ડીજી ઑફ શિપિંગ વચ્ચે સમજૂતી કરાર, એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુથી અગ્નિવીર અને ભારતીય નેવીના અન્ય અધિકારીઓ, ખલાસીઓ અને ઉમેદવારોને તેમની તાલીમનો સમયગાળો પૂરો થતાંની સાથે જ મર્ચન્ટ નેવીમાં સેવા આપી શકશે.

    આ પણ વાંચોઃ-Coal India Recruitment 2022: કોલ ઈન્ડિયામાં નોકરીઓ માટે બંપર ભરતી, રૂ.1.60 લાખ સુધી પગાર

    વાઈસ એડમિરલે એ પણ શેર કર્યું કે ડીજી શિપિંગે ખાસ કરીને અગ્નિવીરો માટે 2022નો ડીજીએસ ઓર્ડર 16 બહાર પાડ્યો હતો જેમાં મર્ચન્ટ નેવીમાં તેઓ તેમની 4 વર્ષની તાલીમ પછી જોડાઈ શકે તેવા ટ્રેડની યાદી છે. મર્ચન્ટ નેવી દ્વારા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરી શકે અને ભારતીય નેવી સાથે તેમની તાલીમનો સમયગાળો પૂર્ણ કરે તે માટે DGS એ છ પ્રકારની સ્કીમ જાહેર કરી છે. ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટે અગ્નિપથ ભરતી 2022 પણ જાહેર કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-PGVCL recruitment 2022: ગુજરાતમાં 400 લાઇનમેનની જગ્યાઓ માટે ભરતી, 10 પાસ સાથે આ કોર્સ કરનારાઓ માટે તક

    અહી ઉલ્લેખનિય છે કે, દેશના સંરક્ષણ અને સશસ્ત્ર દળોમાં યુવાનોને જોડવા માટે કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય દ્વારા 14 જૂન, 2022 ના રોજ અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Agniveer scheme, Government jobs, Recruitment, Recruitment 2022

    આગામી સમાચાર