Home /News /career /Agnipath Yojana: આર્મી મિલિટરી પોલીસમાં 100 જગ્યાઓ માટે 2.5 લાખ મહિલાઓએ કરી અરજી, ઓક્ટોબરથી શરૂ થશે પ્રક્રિયા

Agnipath Yojana: આર્મી મિલિટરી પોલીસમાં 100 જગ્યાઓ માટે 2.5 લાખ મહિલાઓએ કરી અરજી, ઓક્ટોબરથી શરૂ થશે પ્રક્રિયા

આર્મી મિલિટરી પોલીસમાં 100 જગ્યાઓ માટે 2.5 લાખ મહિલાઓએ અરજી કરી

Agnipath Yojana: અગ્નિપથ યોજના હેઠળ આર્મીના કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસ (CMP) માં 100 ખાલી જગ્યાઓ પર ભરતીમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક ટોચના સૈન્ય અધિકારીએ News18ને જણાવ્યું હતું કે, “અગ્નવીર મહિલાઓની ભરતીનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે. CMPમાં 100 ખાલી જગ્યાઓ સામે લગભગ 2.5 લાખ મહિલા ઉમેદવારોએ નોંધણી કરાવી છે. તેમના માટે 11 રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે જે ઓક્ટોબરથી શરૂ થશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: અગ્નિપથ યોજના હેઠળ આર્મીના કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસ (CMP) માં 100 ખાલી જગ્યાઓ સામે લગભગ 2.5 લાખ મહિલાઓએ ભરતી માટે નોંધણી કરાવી છે. હાલમાં, CMP એ આર્મીની એકમાત્ર શાખા છે જે ઓફિસર રેન્કથી નીચેની મહિલાઓની ભરતી કરે છે. મહિલા સૈન્ય પોલીસ કર્મચારીઓને ક્રાઉડ કંટ્રોલ, ઇન્વેસ્ટિગેશન, કાઉન્ટર ઇન્સર્જન્સી, સેરેમોનિયલ ડ્યુટીમાં તૈનાત કરવામાં આવે છે. આ બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના હેઠળ લશ્કરી ભરતીનો પ્રતિસાદ અત્યાર સુધી પ્રોત્સાહક રહ્યો છે અને તેનાથી અલગ નથી. તેમણે કહ્યું કે, અગ્નિપથ ભરતી યોજનામાં અગાઉની ભરતીઓમાં સમાન ધોરણો જાળવવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: શું વોટ્સએપના માધ્યમથી અગ્નિવીર ભરતી અંતર્ગત અરજી થઇ શકે છે? PIB Fact

    એક ટોચના સૈન્ય અધિકારીએ News18ને જણાવ્યું કે, “અગ્નવીર મહિલાઓની ભરતીનો પ્રતિસાદ જબરજસ્ત રહ્યો છે. CMPમાં 100 ખાલી જગ્યાઓ સામે લગભગ 2.5 લાખ મહિલા ઉમેદવારોએ નોંધણી કરાવી છે. તેમના માટે 11 રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે જે ઓક્ટોબરથી શરૂ કરવામાં આવે છે. 2020માં કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસ સેન્ટર એન્ડ સ્કૂલ, બેંગલુરુમાં પ્રશિક્ષિત 100 મહિલાઓની પ્રથમ બેચ અને 2021ના મધ્યમાં દેશભરના વિવિધ લશ્કરી એકમોમાં ભરતી કરીને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે, CMPમાં મહિલાઓની બીજી બેચની ભરતી પ્રક્રિયા COVID-19 રોગચાળાને કારણે અટકાવવામાં આવી હતી.

    2.5 લાખ અરજદારોમાંથી 100 મહિલાઓને શોર્ટલિસ્ટ:

    અગ્નિપથ યોજના હેઠળ, હવે 2.5 લાખ અરજદારોમાંથી 100 મહિલાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને લશ્કરી પોલીસમાં ભરતી કરવામાં આવશે. તેમની તાલીમ આવતા વર્ષે માર્ચમાં શરૂ કરવામાં આવશે. મિલિટરી પોલીસમાં મહિલાઓને સામેલ કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ ડિસેમ્બર 2017માં પસાર કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરી 2019માં કેન્દ્ર સરકારની મંજૂરી મળી હતી. લગભગ 17 વર્ષમાં કુલ 1,700 મહિલા કર્મચારીઓ અથવા મિલિટરી પોલીસ ફોર્સમાં 20 ટકા મહિલા કર્મચારીઓની ખાતરી કરવા આર્મી દર વર્ષે મહિલાઓને CMPમાં સામેલ કરવાની યોજના છે. હાલમાં, નૌકાદળ અને ભારતીય વાયુસેના (IAF)માં અધિકારીઓની નીચેની રેન્કમાં કોઈ મહિલા નથી.

    નેવીમાં 9.55 લાખ અરજીઓ:

    નેવીમાં ભરતી માટે અત્યાર સુધીમાં 9.55 લાખ અરજીઓ આવી છે
    જો કે, નેવીએ આ વર્ષે જૂનમાં જાહેરાત કરી હતી કે, તે અગ્નિપથ યોજના હેઠળ તમામ શાખાઓમાં મહિલા નાવિકોની ભરતી કરશે. અગ્નિપથ યોજના હેઠળ નૌકાદળની ભરતી માટે લગભગ 9.55 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાંથી લગભગ 82,000 મહિલા અરજદારો છે. તાજેતરના સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતીય સેનામાં 40,000 ખાલી જગ્યાઓ માટે કુલ 35 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. સેના આ વર્ષના અંત સુધીમાં અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની ભરતી માટે 96 રેલીઓની યોજના બનાવી છે. આ 96 રેલીઓમાંથી, 30 પૂર્ણ થઈ ચૂકી છે અને 12 પ્રગતિમાં છે. બાકીની રેલીઓ 2022ના અંત સુધીમાં પૂરી થવાની છે. આર્મીમાં અગ્નિવીરોની પ્રારંભિક બેચની તાલીમ જાન્યુઆરી 2023 સુધીમાં શરૂ થવાની છે.


    ITI પાસઆઉટ ઉમેદવારને વધારાના માર્ક મળશે:

    તાલીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંતુલિત કરવા આર્મી વર્ષમાં બે વખત ભરતી કરવાની યોજના ધરાવે છે. એક ટોચના સૈન્ય અધિકારીએ News18ને જણાવ્યું હતું કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)માંથી ટેકનિકલ કૌશલ્યમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે પ્રોત્સાહન તરીકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CEE)માં બોનસ માર્કસ આપવામાં આવશે. આર્મી ભરતી રેલીની સૂચના અનુસાર, 1-વર્ષના ITI કોર્સ માટે 30 બોનસ માર્કસ, 2-વર્ષના કોર્સ માટે 40 અને ડિપ્લોમા ધારકો માટે 50 બોનસ માર્કસ હશે. ITI-પાસઆઉટ ઉમેદવારોને સૈનિક (ટેકનિકલ) તરીકે ભરતી કરવામાં આવશે. “ITI અભ્યાસક્રમ લશ્કરી જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યો નથી. અમે અમારી જરૂરિયાતોને પહોંચી વળવા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને શિક્ષણ મંત્રાલયો સાથે સંકલન કરી રહ્યા છીએ. આ ITI અભ્યાસક્રમને લશ્કરી જરૂરિયાતો અનુસાર બનાવવામાં મદદ કરશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Agnipath, Agniveer scheme, Army Bharti, Recruitment 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन