Home /News /career /Agnipath Scheme: અગ્નિપથ ભરતી યોજના યુઝ એન્ડ થ્રો સમાન, જાણો શુ કહી રહ્યા છે યુવાનો
Agnipath Scheme: અગ્નિપથ ભરતી યોજના યુઝ એન્ડ થ્રો સમાન, જાણો શુ કહી રહ્યા છે યુવાનો
રિટાયર્ડ આર્મી જવાન પણ આ યોજનાને યુઝ લેશ ગણાવી રહ્યા છે.
કેન્દ્ર સરકારની સંરક્ષણ અંગેની કેબિનેટ કમિટીએ ભારતીય સેનામાં ભરતી માટે 'અગ્નિપથ ભરતી યોજના' શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય ત્રણેય સર્વિસમાં યુવાનોને જોડવાનો છે. આ યોજના તાત્કાલિક અમલમાં આવશે અને આ યોજના હેઠળ જોડાનાર જવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેના (Indian Army)માં ભરતી માટે 'અગ્નિપથ ભરતી યોજના' (Agnipath Scheme) શરૂ કરવામાં આવી છે. જોકે આ યોજના અમલમાં આવે તે પહેલાજ યુવાનોમાં આ સ્કીમને લઈ નારાજગી (Agnipath Scheme Protest) જોવા મળી છે. માત્ર ચાર વર્ષ માટે સેનામાં એક યુવાનને ભરતી બાદ જો કોઈ સરકારી લાભ ના મળતા હોય તે યોજના યુઝ એન્ડ થ્રો સમાન યુવાનો ગણાવી રહ્યા છે. એટલું જ નહીં નિવૃત્ત સૈનિકોએ સરકારની આ યોજના દેશની સુરક્ષાને ડેમેજ કરનારી ગણાવી છે.
કેન્દ્ર સરકારની સંરક્ષણ અંગેની કેબિનેટ કમિટીએ ભારતીય સેનામાં ભરતી માટે 'અગ્નિપથ ભરતી યોજના' શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય ત્રણેય સર્વિસમાં યુવાનોને જોડવાનો છે. આ યોજના તાત્કાલિક અમલમાં આવશે અને આ યોજના હેઠળ જોડાનાર જવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. આમ તો આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 45,000થી 50,000 સૈનિકોની ભરતી કરવાનું આયોજન છે પરંતુ આ યોજનાનું સૌથી નબળું પાસું છે જવાનોની ભરતી માત્ર ચાર વર્ષ પુરતી રહેશે. કુલ વાર્ષિક ભરતીઓમાંથી માત્ર 25 ટકા જવાનોને કાયમી કમિશન હેઠળ વધુ 15 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે.
આ પગલાથી દેશમાં 13 લાખ જવાનોના સશસ્ત્ર દળો પર અસર થશે. જોકે આ યોજનાને યુવાનો યુઝ એન્ડ થ્રો ગણાવી રહ્યા છે. સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવાર હિમાંશુ રાઠોડ જણાવે છે કે આ યોજના યુવાનો માટે ખોટી છે. તમને જરૂર પડી એટલે તમે નોકરી આપો છો પણ ના પેનશન આપવાનું ના લાઈફ સિક્યુરિટી આપવાની. જો તમે ભરતી કરો છો તો લીગલી કરવી જોઈએ. જે રીતે રેગ્યુલર બેઝ પર ચાલતી આવી છે. એ જવાનો આપણા દેશ માટે જ કામ આવવાના છે દેશની સુરક્ષા માટે જ રહેવાના છે. આ તો યુઝ એન્ડ થ્રો જેવું છે. ઇલેક્શનના નામે સિલેક્શન કરી લીધું પછી યુવાનોનું શુ.
બીજીતરફ રિટાયર્ડ આર્મી જવાન પણ આ યોજનાને યુઝ લેશ ગણાવી રહ્યા છે.સેનામાં રહી નિવૃત્ત થયેલા સિયારામ શર્મા જણાવે છે કે સરકારની આ યોજના યુવા અને દેશની સુરક્ષાને ડેમેજ કરશે. ચાર વર્ષ બાદ યુવાન ક્યાયનો નહિ રહે.21 વર્ષે ભરતી થશે અને 25 વર્ષે રિટાયર્ડ થશે પછી તે ક્યાયનો નહિ રહે. તેની લાઈફ ચોપટ થઈ જશે. સેનામાં ઓછામાં ઓછો એક ટેક્નિકલ પર્સન 18 મહિને તૈયાર થાય છે. ત્યાર બાદ એપરેન્ટીસ ના 18 મહિના એટલે કુલ 36 મહિના તેને તૈયાર થતા થાય. ચાર વર્ષમાં એક માણસ તૈયાર થાય હવે તે તૈયાર થાય ત્યારે બાદ તો તમે તેને ઘરે બેસાડી દેશો તેનો ફાયદો શુ. આ ચાર વર્ષમાં પણ સેનામાં જોડાનાર વ્યક્તિના મનમાં એજ મેન્ટલીટી હશે કે મારે ચાર વર્ષમાં જતું રહેવાનુ છે. દેશ માટે આ બહુ મોટુ નુક્સાન થવાનું છે.