Career news: ધોરણ 10 પછી છે ઢગલા બંધ કોર્ષ! જાણો ક્યા ક્યા ડિપ્લોમા અભ્યાસક્રમમાં બની શકે છે કારકિર્દી
Career news: ધોરણ 10 પછી છે ઢગલા બંધ કોર્ષ! જાણો ક્યા ક્યા ડિપ્લોમા અભ્યાસક્રમમાં બની શકે છે કારકિર્દી
પ્રતિકાત્મક તસવીર
Deploma course: ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમો (Diploma courses) કરીને તે દિશામાં પણ કારકિર્દી (Career) બની શકે છે. ત્યારે ધોરણ 10 પછી કયા ક્યાં ડિપ્લોમા કોર્ષ થઈ શકે તે વિગતો જાણવી જરૂરી છે.
અમદાવાદ: આમ તો દરેક માતા પિતાનું સપનું (Parents dreams) હોય છે કે મારૂ બાળક ભણી ગણીને મોટું માણસ બને. પરંતુ સમય અને સંજોગો પ્રમાણે દરેક લોકોએ વર્તવું પડે છે. જો કે ધોરણ 10 પછી કારકિર્દીના (Career) અનેક દ્વાર ખુલી જાય છે. જરૂરી નથી કે ધોરણ 10 પછી વિધાર્થી મેડિકલ કે એન્જીનીયરિંગ લાઈન તરફ જ કારકિર્દી બનાવે. ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમો (Diploma courses) કરીને તે દિશામાં પણ કારકિર્દી બની શકે છે. ત્યારે ધોરણ 10 પછી કયા ક્યાં ડિપ્લોમા કોર્ષ થઈ શકે તે વિગતો જાણવી જરૂરી છે.
આ ઉપરાંત ITI અભ્યાસક્રમો
ઇલેક્ટ્રિશિયન, રેડિયોલોજી ટેકનિશિયન, ઇન્સ્યોરન્સ એજન્ટ, ડિજિટલ ફોટોગ્રાફર, ફેશન ડિઝાઇન અને ટેક્નોલોજી, ટૂલ અને ડાઇ મેકિંગ, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આર્ટિસ્ટ જેવા કોર્ષમાં પણ કારકિર્દી બનાવી શકાય છે.
આવી જ રીતે વિવિધ જિલ્લાઓમાં આવેલી જિલ્લા પંચાયત હેઠળની સરકારી હૉસ્પિટલોમાં ફિમેલ હેલ્થ વર્કરનો અભ્યાસ ચાલતો હોય છે. જેની મુદત : 18 માસ અને વયમર્યાદા 25 થી 35 વર્ષ હોય છે જે માટે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી , જિલ્લા પંચાયતનો સંપર્ક કરી શકાય. તેમજ આયુર્વેદ કમ્પાઉન્ડર, સંસ્કૃત વિષય સાથે જે માટે મુદત એક વર્ષ અને વયમર્યાદા 16 થી 23 વર્ષની હોય છે જેનો સંપર્ક સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય , આજવા રોડ , વડોદરા કરી શકાય છે.
તો ધોરણ 10 પછી સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા પણ કરી શકાય. જે માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ રાજકોટ , સુરત , વડોદરા , અમદાવાદ ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર