Dhairya Gajara, Kutch: જૂન મહિનો આવે એટલે દરેક શાળા કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર (Academic session) ચાલુ કરવાની તૈયારીઓ શરૂ થઈ જતી હોય. તો ઉચ્ચ અભ્યાસ માટેના મોટા ભાગના કોર્સમાં ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જતી હોય છે. ત્યારે ઉદ્યોગ ક્ષેત્રે અનેક ઘણી પ્રગતિ કરનાર કચ્છમાં ઉચ્ચ અભ્યાસ બાદ તરત નોકરી મળે તે પ્રકારનો માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (Master of Social welfare-MSW) કોર્સ કચ્છ યુનિવર્સિટી (Krantiguru Shyamji Krishna Verma Kachchh University)ખાતે ચાલી રહ્યો છે.
કચ્છમાં 2001ના ગોઝારા ભૂકંપ (Earthquake in Kutch) બાદ ઉદ્યોગોને ટેકસમાં રાહત અપાતા મોટી મોટી કંપનીઓ દ્વારા કચ્છને પોતાની કર્મભૂમિ બનાવવામાં આવી છે. ત્યારે આવા રણપ્રદેશ (White Desert) અને વિશાળ કચ્છ જિલ્લામાં સ્થાનિક રોજગારી (Employment in Kutch) ની તકો પણ વધી છે. જાત જાતના ઉદ્યોગો અહીં સ્થપાતા સ્થાનિક લોકો માટે પણ ઉપલબ્ધ નોકરીમાં વૈવિધ્યતા ઊભી થઈ હતી. તેમાં પણ કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ડિગ્રી મળી રહી છે અને ત્યારબાદ કચ્છમાં જ નોકરી પણ.
કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (એમ.એસ.ડબલ્યુ) અનુસ્નાતક કક્ષાનો કોર્સ છે જેમાં વિદ્યાર્થીઓને સામાજિક કાર્યો વિશે અભ્યાસ કરાવવામાં આવે છે. આ બે વર્ષીય અનુસ્નાતક કોર્સ અગાઉ કચ્છ યુનિવર્સિટી ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ, જે.કે. પટેલ અને એસ.આર.કે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ ઉપલબ્ધ હતો પણ હાલ આ માત્ર યુનિવર્સિટીમાં જ ઉપલબ્ધ છે.
આ કોર્સ થકી સામાજિક સંસ્થાઓ અને કલ્યાણકારી સેવાઓનું વહીવટ, માનવ સંસાધન વિકાસ અને વહીવટ, ટકાઉ સામાજિક વિકાસ, પર્યાવરણ અને જીવસૃષ્ટિનું રક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ વધારવા બાબતે અભ્યાસ કરાવવામાં આવે છે. આ કોર્સ માટે યુનિવર્સિટી દ્વારા જર્મનીની મ્યુનસ્ટર યુનિવર્સિટી તેમજ સહજીવન સંસ્થા સાથે શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મનરેગા યોજનાનું સામાજિક ઓડિટ અને એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ તૈયાર કરવા ઉપરાંત કેન્દ્રીય જેલોમાં ઔપચારિક અને અનૌપચારિક સુધારાત્મક સેવાઓ આપવાની તૈયારીઓ પણ વિદ્યાર્થીઓ પાસેથી કરાવાય છે.
ઉલ્લેખનીય છે કે આ અનુસ્નાતક કોર્સ બાદ વિદ્યાર્થીઓને મોટી નામચીન સામાજિક સંસ્થાઓમાં પણ નોકરી મળી રહે છે. તો મોટી સંખ્યામાં ઉદ્યોગો ધરાવતા કચ્છમાં પણ સોશ્યલ વેલ્ફેર કમિટીમાં પણ આવા અનુસ્નાતક લોકોની જરૂર હોય છ. યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ટુંક સમયમાં જ આ કોર્સ માટે ફોર્મ ભરવાના શરૂ થશે જે યુનિવર્સિટીની વેબસાઈટ https://www.kskvku.ac.in/onlineadmission2022-23ForPG.php પરથી ભરી શકાય છે.
સ્થળ પર પહોંચવા માટે તસવીર પર ક્લિક કરો....
સરનામું આ મુજબ છે: Department of Social Work, D Block, KSKV Kachchh University, Mundra Road, Bhuj - 370 001, Gujarat, INDIA
ફોન: 02832-235039
ઈમેલ : sw@kskvku.ac.in
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર