Home /News /career /ધોરણ 12 પછી શું ? BS અને BScમાં કન્ફયુઝ છો? જાણો બંને વચ્ચેનો તફાવત અને શું હોવી જોઈએ પ્રથમ પસંદ

ધોરણ 12 પછી શું ? BS અને BScમાં કન્ફયુઝ છો? જાણો બંને વચ્ચેનો તફાવત અને શું હોવી જોઈએ પ્રથમ પસંદ

BS અને BScમાં કન્ફયુઝ છો?

Confused between BS and BSc? After 12th science course: ધોરણ 12 પાસ કર્યા બાદ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો હોય છે. સાયન્સમાં પ્રાથમિક રસ ધરાવતા લોકો માટે સૌથી વધુ લોકપ્રિય વિકલ્પો BSc અને BS છે. જોકે, આ બંને વચ્ચે મોટો તફાવત છે. તો આવો જાણીએ બંને વચ્ચે શું તફાવત છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ધોરણ 12 પાસ કર્યા બાદ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પાસે ઘણા વિકલ્પો હોય છે. સાયન્સમાં પ્રાથમિક રસ ધરાવતા લોકો માટે સૌથી વધુ લોકપ્રિય વિકલ્પો BSc અને BS છે. જોકે, આ બંને વચ્ચે મોટો તફાવત છે. તો આવો જાણીએ બંને વચ્ચે શું તફાવત છે.

    બંને કોર્સ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી એટલેકે ગ્રેજ્યુએશન સમકક્ષ લાયકાત ધરાવે છે. આ બંને સાયન્સ બેચલર ડિગ્રી છે. જોકે, BSc ત્રણ વર્ષની ડિગ્રી છે, BS ચાર વર્ષનો અભ્યાસક્રમ છે અને તેમાં રિસર્ચ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. સામાન્ય રીતે BS-MSના સંયુક્ત અભ્યાસમાં BS કોર્સ સિલેક્ટ કરવામાં આવે છે.

    બીએસસી મુખ્યત્વે બીએસસી જનરલ (BSc General) અથવા સામાન્ય અને બીએસસી ઓનર્સ (BSc Honors)માં વિભાજિત કરવામાં આવે છે. આ બંને કોર્સમાં દરેકનો વિષયનો અભ્યાસક્રમ લગભગ સમાન છે. માત્ર મુખ્ય તફાવતો શીખવાની શૈલી અને વ્યાવસાયિક લક્ષ્યો એટલેકે પ્રોફેશનલ ગોલ્સનો જ છે.

    આ પણ વાંચો:  Sarkari Naukri 2022: પબ્લિક સર્વિસ કમિશનમાં બમ્પર નોકરીઓ, જો હોય આ લયકાત તો મળશે 40 હજારથી વધુનો પગાર

    બેંગલુરુની વિદ્યાશિલ્પ યુનિવર્સિટી (Vidyashilp University)ના વાઈસ-ચાન્સેલર ડૉ. વિજયન ઈમૈનુએલ (Dr Vijayan Immanuel)એ જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy), 2020 અને UGC તરફથી સમકક્ષ ગાઈડલાઈન્સ અમલીકરણ સાથે ઓનર્સ પ્રોગ્રામ-સ્નાતક અભ્યાસક્રમો (BSc, BA, વગેરે) ચાર વર્ષના UG કોર્સ છે.

    અન્ય મુખ્ય મુદ્દો એ છે કે આ ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામ જે-તે ક્ષેત્ર અને વિષયવસ્તુમાં 'સ્પેશિયલાઇઝેશન' સૂચવે છે. ઉદાહરણ તરીકે ડીસીઝન સાયન્સમાં બીએસસી ઓનર્સ (BSc (Hons)).

    તેમણે સમજાવ્યું કે, NEP 2020 હેઠળ બીજી એક વિશિષ્ટ જોગવાઈ પણ છે. જેને BSc (Hons) વિથ રૂસર્ચ કહેવાય છે. વિદ્યાર્થીઓ રિસર્ચનો માર્ગ પણ પસંદ કરી શકે છે. આ કોર્સમાં એવી જોગવાઈ છે કે, વિદ્યાર્થીઓ પીએચડી માટે પણ યોગ્ય પાત્રતા ધરાવતા થાય છે.

    જોકે સામાન્ય BSc ડિગ્રી માટે તેમણે કહ્યું કે, BSc ડિગ્રી ત્રણ શૈક્ષણિક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. BScએ આવશ્યકપણે ત્રણ વર્ષ બાદ જ આપવામાં આવતી ડિગ્રી છે.

    કયા વિદ્યાર્થીએ કઈ ડિગ્રી માટે જવું ?


    કયો અભ્યાસક્રમ કોણે પસંદ કરવો જોઈએ અને વિદ્યાર્થીઓએ તેમના માર્ક્સ-ગુણ અથવા રસના વિષયના આધારે નિર્ણય લેવો જોઈએ કે શું તેના જવાબમાં તેઓએ કહ્યું કે, રુચિ અને યોગ્યતાના આધારે પ્રોગ્રામ/મુખ્ય વિષયની પસંદગી કરવી જોઈએ.

    વિદ્યાર્થી બીએસસી પ્રોગ્રામમાં પ્રવેશ કરી શકે છે અને પછી જો ડોમેન માટે રસ અને યોગ્યતા હોય તો મુખ્ય વિષય/માધ્યમ-પ્રવાહ (ઉદાહરણ તરીકે – સ્ટેટિસ્ટિક) પર પ્રથમ વર્ષના અંત સુધીમાં નિર્ણય લઈ શકે છે.

    આ પણ વાંચો:  શું તમે NITI Aayog માં નોકરી કરવા માંગો છો? તો જાણી લો લાયકાત, પગાર અને અરજી કરવાની રીત

    વિદ્યાર્થી બીજા કે ત્રીજા વર્ષમાં નક્કી કરી શકે છે કે, તેઓ BSc (Hons) degree કે BSc (Hons) મેળવવા માંગે છે કે કેમ. તેમણે કહ્યું કે BSc (Hons)નો એક ફાયદો એ છે આ કોર્સ અને માધ્યમ તમને એક વિષયવસ્તુના બધા જ પાસાના-ઉંડા જ્ઞાનની વિશેષતા આપી જાય છે.
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन