Home /News /career /AFMS Recruitment 2022: ભારતીય સેનામાં મેડિકલ ઓફિસર માટે ભરતી, છેલ્લી તારીખ સહિત સંપૂર્ણ વિગત

AFMS Recruitment 2022: ભારતીય સેનામાં મેડિકલ ઓફિસર માટે ભરતી, છેલ્લી તારીખ સહિત સંપૂર્ણ વિગત

સરકારી નોકરી

AFMS Recruitment 2022: AFMS એ મેડિકલ કોર્પ્સમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મેડિકલ ઓફિસરની જગ્યા પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે સત્તાવાર વેબસાઇટ amcsscentry.gov.in પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરી શકાય છે. અરજી માટેની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2022 છે.

વધુ જુઓ ...
    AFMS Recruitment 2022: આર્મીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરીની સુવર્ણ તક આવી છે. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ, ભારતીય સેનાના AFMS એ મેડિકલ કોર્પ્સમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મેડિકલ ઓફિસરની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે સત્તાવર વેબસાઇટ www.amcsscentry.org પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી માટેની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2022 રહેશે.

    ભરતી સંબંધિત માહિતી


    સંસ્થા: ઇન્ડિયન આર્મી

    પદ: મેડિકલ ઓફિસર

    કુલ ખાલી પદ: 420 (પુરુષ: 378, મહિલા: 42)

    અરજી માટેની અંતિમ તારીખ: 18 સપ્ટેમ્બર 2022

    અરજી કરવાની રીત: ઓનલાઇન

    કોણ અરજી કરી શકે છે


    MBBS પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઉપરાંત, ઉમેદવારે ઇન્ટર્નશિપ 31 ઓગસ્ટ 2022 પહેલા પૂર્ણ કરેલી હોવી જોઈએ.

    ઉંમર વર્ષ: સ્નાતક 30 વર્ષ અને અનુસ્નાતક 35 વર્ષ


    પસંદગી પ્રક્રિયા


    ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 27મી સપ્ટેમ્બરે યોજાશે. આ માટે ઉમેદવારોએ આર્મી હોસ્પિટલ, દિલ્હી કેન્ટમાં હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યુ ક્લિયર કરનારા ઉમેદવારોની મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ થશે.

    ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવા માટે


    લિંકનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક ઉમેદવાર અરજી કરતા પહેલા જરૂરી તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચવાનો આગ્રહ રાખે તે હિતાવહ છે.

    BPCL Job 2022: BPCL માં એન્જીનીયરીંગ પાસ ઉમેદવાર માટે ભરતી, અહીં જાણો ભરતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી



    ઉલ્લેખનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, કોચી (BPCL) રિફાઇનરીએ વિવિધ ટ્રેડ્સમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BPCL ભરતી 2022) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (BPCL Recruitment 2022) માટે અરજી કરવા માગે છે તેઓ BPCLની સત્તાવાર વેબસાઇટ bharatpetroleum.in પર જઈને અરજી કરી શકે છે. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો

    આ પણ વાંચોઃ-Cyber Crime Recruitment : ગુજરાત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભરતી, પગાર રૂ.25000


    Gujarat Police Bharti 2022: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનીકલ એક્સપર્ટની ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવાર અરજી કઈ રીતે કરી શકશે તેના વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Army Bharti, Indian army vacancy, Jobs and Career, ભારતીય સેના Indian Army

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन