AFMS Recruitment 2021: પરીક્ષા આપ્યા વગર સેનામાં ઓફિસર બનવાની તક, 200 જગ્યા માટે ભરતી

ભારતીય સેનામાં મહિલાઓની ભૂમિકા અંગે ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે

AFMS Recruitment 2021 : AFMSમાં SSCના (AFMS SSC Recruitment 2021) પદો માટે કુલ 200 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તેના માટે આવેદન પ્રક્રિયા 13 નવેમ્બર, 2021ના રોજ શરૂ થઇ ચૂકી છે.

  • Share this:
    AFMSમાં સરકારી નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે કામના સમાચાર સામે આવ્યા છે. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ (AFMS)એ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર(SSC Officer)ની ભરતી માટે પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે ભરતી બહાર પાડી છે. નોટિફીકેશન અનુસાર AFMSમાં SSCના (AFMS SSC Recruitment 2021) પદો માટે કુલ 200 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તેના માટે આવેદન પ્રક્રિયા 13 નવેમ્બર, 2021ના રોજ શરૂ થઇ ચૂકી છે. આપને જણાવી દઇએ કે, ઇચ્છુક ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2021 છે. ભરતી માટેની નોટિફીકેશન ઓફિશ્યલ વેબસાઇટ પર રીલીઝ કરવામાં આવી છે. અરજી કરવા માંગતા ઉમેદવારો www.amcsscentry.gov.in વેબસાઇટ પર જઇને નોટિફીકેશન તપાસી શકે છે.

    મહત્વની તારીખો

    અરજી કરવાની પ્રારંભિક તારીખ – 13, નવેમ્બર, 2021

    અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર, 2021

    અરજી બાદ શોર્ટલિસ્ટ થનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ ડીસેમ્બર મહીનામાં રાખવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઇ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવી નથી.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    શૈક્ષણિક લાયકાત

    AFMS SSC ઓફિસર માટે પુરૂષો માટે 180 પદો પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જ્યારે અન્ય 20 ખાલી પદો પર મહિલાઓની ભરતી કરવામાં આવશે. ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી MBBS/ PG ડિપ્લોમા/ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો 































    જગ્યા : 200
    શૈક્ષણિક લાયકાત : MBBS/PG Diploma/ Post Graduation
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂના આધારે
    અરજી ફી : 200 રૂપિયા
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 30 નવેમ્બર, 2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    વયમર્યાદા

    MBBSની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. જ્યારે PG ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. ઉંમરની ગણતરી 31 ડિસેમ્બર 2021થી કરવામાં આવશે.

    કેટલી છે અરજી ફી?

    નોટિફીકેશન અનુસાર, અરજી www.amcsscentry.gov.in પર જઇને કરી શકાશે. અરજીકર્તાએ અરજી ફી તરીકે 200 રૂપિયા ચૂકવવાના રહેશે.

    આ રીતે કરો અરજી

    આપને જણાવી દઇએ કે SSC ઓફિસરના પદો માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેના માટે તમારે ઓફિશ્યલ વેબસાઇટ www.amcsscentry.gov.in પર જઇને હોમ પેજ પર એપ્લીકેશન લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અરજી ફોર્મમાં આપેલી તમામ વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. વધુ વિગતો માટે તમે વેબસાઇટ પરથી નોટિફિકેશ તપાસી શકો છો.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

    મહત્વી સુચનાઓ

    - અરજી કરનાર ઉમેદવારે રજીસ્ટ્રેશન નંબર અને ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્જેક્શન નંબરનો સ્ક્રિનશોટ લઇ લેવા. જેથી ભવિષ્યમાં જરૂર પડ્યે કામ આવી શકે.

    - નિયમિત ઓફિશ્યલ વેબસાઇટ ચેક કરતા રહો, જેથી કોઇ અપડેટ ચૂકી ન જવાય.

    - ઉમેદવારોએ ઇન્ટરવ્યુ રાઉન્ડમાં હાજર રહેતી વખતે દસ્તાવેજોની અસલ અને ચાર પ્રમાણિત નકલો સાથે રાખવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published: