Home /News /career /ADC બેંકમાં 114 જગ્યા માટે છે નોકરીની તક, ફટાફટ જોઇ લો વિગતો

ADC બેંકમાં 114 જગ્યા માટે છે નોકરીની તક, ફટાફટ જોઇ લો વિગતો

ADC bank recruitment 2021 : તમામ પોસ્અટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2021 છે.

ADC bank recruitment 2021 : તમામ પોસ્અટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2021 છે.

    અમદાવાદઃ કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયમાં લોકોની નોકરી અને વેપાર ધંધા ગુમાવી રહ્યા છે. કોરોનાને કારણે સરકારી ભરતીઓની (Governmet Jobs) પરીક્ષાઓ પાછળ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે વધુ એક તક આવી છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકમાં (Ahmedabad District Co Operative Bank ltd recruitment 2021) અલગ અલગ જગ્યાઓ પર 114 પદો પર ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2021 છે.

    ભરતી માટેની કુલ સંખ્યાઃ 114
    જગ્યાની વિગતસંખ્યા
    જનરલ મેનેજર2
    આસિસ્ટન્ટ જનરલ મેનેજર2
    સિનીયર મેનેજર20
    મેનેજર15
    સિનીયર મેનેજર લોન5
    મેનેજર લોન10
    ડેપ્યુટી મેનેજર30
    ડેપ્યુટી મેનેજર લોન20
    ડેપ્યુટી મેનેજર આઈટી10

    એડીસી બેંકની તમામ પોસ્ટની લાયકાત માટે નીચે પ્રમાણેની યોગ્યતા હોવી જરૂરી છે.  



    પોસ્ટ માટેની લાયકાત અહીં જુઓ


    મહત્વપૂર્ણ તારીખ (last date)

    ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2021 છે.

    ADC બેંકની વેબસાઇટ

    જો તમે પણ એડીસી બેંકની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તો આ અંગેની વધારે જાણકારી બેંકની અધિકૃત વેબસાઇટ https://adcbank.coop/index.php પરથી મેળવી શકો છો.

    છપાયેલી જાહેરાત


    આ પણ વાંચો - નોકરી અંગેની અન્ય જાહેરાતો જોવા માટે અહીં કરો ક્લિક.

    પસંદગી કેવી રીતે થશે (Selection process)

    - આ તમામ પોસ્ટ માટે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે.
    - સારા ક્વોલિફાઇડ અને અનુભવવાળા ઉમેદવારોને છૂટ આપવામાં આવી શકે છે.
    - આ માટે યોગ્ય ઉમેદવારોએ આ અંગેના ફોર્મ અને જરૂરી માહિતી ભરવાની રહેશે.
    - એકથી ચારની પોસ્ટ માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે.
    - પાંચથી 9 પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારોએ લેખિક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને આપવાના રહેશે.
    - પસંદગી કરાયેલા ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે.

    અરજી કરવાનું સરનામું


    અહીં કરો અરજી 

    18 સપ્ટેમ્બર પહેલા આ સરનામા પર તમારા બાયોડેટા સાથે અરજી કરરવાની રહેશે.

    The Chief Executive Officer,
    The Ahmedabad District Co-Operative Bank Ltd.
    NR. Gandhi Bridge Corner,
    Opp. Income Tax Office,
    Ashram road,
    Ahmedabad,
    Gujarat, India. Pin Code: 380 009

    GSC બેંકમાં પણ 76 પોસ્ટ માટે ભરતી

    એડીસી બેંક ઉપરાંત ગુજરાતની અન્ય સહકારી બેંક જીએસસી બેંકમાં પણ 75 પોસ્ટ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. અહીં અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર, 2021 છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો