Home /News /career /

મહામારી પછી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે રહેઠાણની માંગમાં ચાર ગણો વધારો : સર્વે

મહામારી પછી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે રહેઠાણની માંગમાં ચાર ગણો વધારો : સર્વે

મહામારી પછી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે રહેઠાણની માંગમાં ચાર ગણો વધારો

યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા ભણવા માટે લોકપ્રિય દેશો ઉપરાંત જર્મની, સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ અને યુએઈ જેવા અન્ય સ્થળો વિદ્યાર્થીઓ માટે આશ્ચર્યજનક સ્ટડી-ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યા છે. જાણો વિગતવાર

  ગ્લોબલ સ્ટુડન્ટ હાઉસિંગ પ્લેટફોર્મ ‘યુનિવર્સિટી લિવિંગ (University Living) ના સર્વેક્ષણ મુજબ ગયા વર્ષે સમાન સમયની સરખામણીમાં મે 2022 સુધી 2.5X અને ઓગસ્ટ 2022 સુધી 4X વધારા સાથે રહેઠાણ વ્યવસ્થા (accomodation)ની માંગમાં વધારો થયો છે.

  રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા ભણવા માટે લોકપ્રિય દેશો ઉપરાંત જર્મની, સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ અને યુએઈ જેવા અન્ય સ્થળો વિદ્યાર્થીઓ માટે આશ્ચર્યજનક સ્ટડી-ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યા છે. બીજી તરફ જર્મની અને પોર્ટુગલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 7X નો વધારો થયો છે, ત્યારે સ્પેન, ફ્રાન્સ અને UAE એ અનુક્રમે 6.8X, 5.5X અને 2X નો વધારો નોંધાવ્યો છે.

  આ પણ વાંચો:  એજ્યુકેશન લોન પર પણ મળે છે સબસિડી, ક્યાં અને કેવી રીતે મળશે લાભ? અહીં જાણો

  રિપોર્ટના તારણો એ પણ દર્શાવે છે કે વિદેશમાં જઈ રહેલા લગભગ 5.67 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસના સ્થળો તરીકે ઉપરોક્ત દેશોને પસંદ કર્યા છે.

  વિઝામાં 102 ટકાનો વધારો


  UK હોમ ઓફિસ દ્વારા શેર કરાયેલ ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા 12 મહિનાના સમયગાળામાં કુલ 90,669 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2020માં પૂરા થયેલા વર્ષની સરખામણીમાં, 45,677નો વધારો થયો હતો, જે ભારતીયોને આપવામાં આવેલા સ્ટુડન્ટ વિઝામાં 102 ટકાનો વધારો દર્શાવે છે. USA માટે, સ્ટુડન્ટ હાઉસિંગ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓની પૂછપરછમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે.

  સર્વેક્ષણ-આધારિત એક અહેવાલ વિવિધ પાસાઓ વિશે રસપ્રદ તારણો આપે છે, જેમાં જે હવે પોપ્યુલર ચોઈસ તરીકે ઉભરી રહેલા દેશ, રહેઠાણ બુકિંગ માટે ધસારો, મહામારી પછીના સમયમાં વિદેશમાં અભ્યાસમાં થયેલા ફેરફારો જેવા ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

  સર્વેક્ષણ મુજબ, મહામારી પછી વિદેશમાં અભ્યાસની પરિસ્થિતિઓ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે, વિદ્યાર્થીઓમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમો બાબતે ક્રેઝ વધ્યો છે.

  સર્વેમાં વધુમાં જણાવે છે કે હવે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્થળ પણ ગણતરીપૂર્વક નક્કી કરવા લાગ્યા છે. વધુમાં, વિદ્યાર્થીઓની સગવડતા, માનસિક સ્વાસ્થ્ય અને સલામતીને હવે તેમના શૈક્ષણિક દેખાવ અને ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા જેવી પ્રાથમિકતાઓ તરીકે ગણવામાં આવે છે.

  અહેવાલ દર્શાવે છે કે, તેમની વેબસાઇટ પર વધતા ટ્રાફિકમાં જાન્યુઆરીથી મે 2022 સુધીમાં 178 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો, કારણ કે વિદેશમાં જતા વધુને વધુ વિદ્યાર્થીઓ રહેઠાણની શોધ માટે પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. ટાયર II અને III શહેરોના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, જે દર્શાવે છે કે નોન-મેટ્રોના વિદ્યાર્થીઓ પણ હવે તેમના માટે ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાગૃત છે.

  યુનિવર્સિટી લિવિંગના કો-ફાઉન્ડર અને COO મયંક મહેશ્વરીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી લિવિંગ પર અમે હંમેશા સર્વેક્ષણો હાથ ધરીએ છીએ જેમાંથી અમે વિદેશમાંઅભ્યાસ અને સંબંધિત પાસાઓ વિશે માહિતી મેળવીએ છીએ. અમારા તાજેતરના સર્વેક્ષણ અહેવાલમાં વિદેશમાં અભ્યાસ વિશે ઘણી રસપ્રદ માહિતી સામે આવી છે.

  આ પણ વાંચો:  Career Wise: સપ્લાય ચેઇન ફાયનાન્સ પ્રોફેશનલ બનવા માટેની સંપૂર્ણ માહિતી અને માગદર્શન

  આ માહિતી કેવી રીતે મહામારીએ વિદેશમાં જવા માંગતા વિદ્યાર્થીઓ અને તાજેતરના ટ્રેંડમાં અસર કરી છે તે બાબતે પ્રકાશ પાડે છે. તે અભ્યાસ માટે પ્રચલિત થઇ રહેલા નવા સ્થળો અંગે માહિતી મેળવે છે, હવે ભારતીય વિદ્યાર્થીઓ UK, USA, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો ઉપરાંત પસંદ કરી રહ્યા છે.
  First published:

  Tags: Education News, Jobs and Career, કેરિયર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन