Home /News /career /Study at Abroad After 12th: વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો વાતોનું ખાસ ધ્યાન રાખજો

Study at Abroad After 12th: વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો વાતોનું ખાસ ધ્યાન રાખજો

પ્રતિકાત્મક તસવીર

વિદેશમાં સારી કોલેજમાં અભ્યાસ કરવા માટે ત્યાંની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવી જરૂરી છે, માટે અગાઉથી આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. જો વિદ્યાર્થીઓને એડમિશન અંગે કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો તેઓ કોલેજની વેબસાઈટ પર તપાસ કરી શકે છે.

  Study at Abroad After 12th: કેટલાક વિદ્યાર્થીઓ શરૂઆતથી જ નક્કી કરી લે છે કે તેમને વિદેશની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરવું છે, આ માટે તેઓ શરૂઆતથી તૈયારી પણ કરે છે. કેટલાક લોકો અચાનક વિદેશ જવાની યોજના બનાવે છે. અને તેઓ અંત સમય સુધી અંધારામાં રહે છે કે વિદેશની યુનિવર્સીટીમાં કઈ રીતે એડમિશન મેળવવું. આજે આપણે જાણીશું કે જો તમે 12મા ધોરણ પછી વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા છો તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  એડમિશન પ્રોસેસ જાણો


  11મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે (પરીક્ષા પછી) કેટલીક ટોપ યુનિવર્સિટીઓની એડમિશન પ્રોસેસ ચેક કરતા રહો. મોટાભાગની યુનિવર્સિટીઓ એક વર્ષ અગાઉ પ્રવેશ પ્રક્રિયા શરુ કરે છે. આવી સ્થિતિમાં એડમિશનને લગતી દરેક નાની-મોટી માહિતીઓ ઇન્ટરનેટની મદદથી મેળવતા રહો. એટલું જ નહીં, એ પણ જાણવું પડશે કે વિદેશમાં એડમિશન પ્રોસેસ ભારત કરતાં કેટલી અલગ છે. 12મા ધોરણના અભ્યાસ દરમિયાન, એપ્લિકેશન ફોર્મની છેલ્લી તારીખ પર નજર રાખો જેથી કરીને તમે સારી કોલેજમાં પ્રવેશ મેળવી શકો.

  લેંગ્વેજ ટેસ્ટ


  મોટાભાગે અંગ્રેજી બોલતા દેશોની યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે ઉમેદવારે અંગ્રેજી ભાષામાં પાસ થયાનો પુરાવો આપવો પડશે. જેના માટે બે પ્રકારની પરીક્ષાઓ છે. TOEFL અથવા IELTS. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની લિસનીંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ સ્કીલની ટેસ્ટ લે છે.

  ડોક્યુમેન્ટ વેરીફિકેશન


  કોઈપણ કોલેજમાં એડમિશન માટે તમારા ડોક્યુમેન્ટ્સ ખૂબ જ જરૂરી હોય છે, તેથી તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરીને રાખો. વિદેશ જતા પહેલા એક વાર અવશ્ય તપાસો. એવું ન થવું જોઈએ કે તમે એડમિશન લેવા જતા હોય અને ડોક્યુમેન્ટ લેવાનું ભૂલી ગયા હોવ અથવા ખોટા ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા હોય.

  આ પણ વાંચો: Career Tips: અર્લી કરિયર પ્લેનિંગ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા


  કોલેજ એન્ટ્રન્સ

  સારી યુનિવર્સિટીમાં ભણવું એ દરેકનું સપનું હોય છે, જેથી પોતાનું ભવિષ્ય સારું બનાવી શકાય. વિદેશમાં સારી કોલેજમાં અભ્યાસ કરવા માટે ત્યાંની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી પણ કરવી જરૂરી છે, માટે અગાઉથી આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. જો વિદ્યાર્થીઓને એડમિશન અંગે કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો કોલેજની વેબસાઈટ પર તપાસ કરી શકે છે.
  સ્કોલરશીપ આપે તેવી કોલેજો શોધો

  વિદેશમાં અભ્યાસ કરવો એ કોઈ સરળ વાત નથી, આ માટે ખુબ ખર્ચ થાય છે, આમ આ ખર્ચ વિશે આગળથી વિચારવું. જો સારી કોલેજમાં એડમિશનની સાથે સ્કોલરશીપ પણ મળે તો તમારો ખર્ચ ઘટી શકે છે. તેથી એવી જ કૉલેજ શોધો જ્યાં સ્કોલરશીપ સુવિધા ઉપલબ્ધ હોય.

  આ પણ વાંચો: એક જ સમયે 2 ડિગ્રી કોર્સ કઈ રીતે કરી શકો છો, જાણો UGC ગાઇડલાઇન્સ


  રહેવાની વ્યવસ્થા કરો

  સૌથી પહેલા તો આ વાતનું ધ્યાન રાખો કે તમારે વિદેશમાં ભણવાનું જ નથી, પરંતુ  ત્યાં રહેવાનું પણ છે. એડજસ્ટમેન્ટ કરવું એ એક-બે દિવસની વાત નથી, તમે વર્ષો સુધી ત્યાં રહેશો અને આ દરમ્યાન તમારા અભ્યાસમાં કોઈ ખલેલ ન પડવી જોઈએ, તેથી યુનિવર્સિટીની મુલાકાત લેવા સાથે, ત્યાં રહેવા માટે સારી જગ્યા પણ પહેલા જ શોધો. તમારે એ પ્રયત્નો કરવા જોઈએ કે હોસ્ટેલ કોલેજની નજીક હોય જેથી તમારા ભણવાનો કિંમતી સમય બચે.
  Published by:Krunal Rathod
  First published:

  Tags: Career Guidance, Career tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन