Home /News /career /Aashram shala Bharti 2022 : આશ્રમ શાળામાં પ્રવાસી શિક્ષકોની ભરતી, અહીં વાંચો મહત્વની તમામ માહિતી

Aashram shala Bharti 2022 : આશ્રમ શાળામાં પ્રવાસી શિક્ષકોની ભરતી, અહીં વાંચો મહત્વની તમામ માહિતી

શિક્ષકની ભરતી

Aashram shikshak Bharti 2022 : આદિવાસી સમાજ સેવા મંડળ દ્વારા છોટાઉદેપુર ખાતે પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે. ઓફલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 28 જુલાઈ 2022 છે.

Aashram shala shikshak Bharti 2022 : આશ્રમ શાળામાં(Aashram shala) પ્રવાસી શિક્ષકની(temporary staff) ભરતી કરવામાં આવી રહી છે. જેમાં અપગ્રેડ ક્રમિક વિકાસ માધ્યમિક આશ્રમ શાળા જામલી, વિદ્યાનિકેતન આશ્રમ શાળા હમીરપુરા અને શ્રીજી આશ્રમશાળા તેજગઢ ખાતે ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક લાયક ઉમેદવારે(interested candidate) અરજી ઓફલાઈન કરવાની રહેશે. અરજી માટેનું સરનામું અને પાત્રતા સંબંધિત માહિતી નીચે મુજબ છે.

ભરતી સંબંધિત જરૂરી માહિતી :

સંસ્થા : આદિવાસી સમાજ સેવા મંડળ, છોટાઉદેપુર
ખાલી પદ : પ્રવાસી શિક્ષક (સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન)
શહેર : છોટાઉદેપુર
જાહેરાતની તારીખ : 22 જુલાઈ 2022
અરજી માટેની અંતિમ તારીખ : 28 જુલાઈ 2022
અરજી માટેની રીત : ઓફલાઈન
શૈક્ષણિક લાયકાત : BSC, B.ED, B.A.B.ED, B.A.PTC

નોટિફિકેશનની તસવીર


ઉંમર મર્યાદા : જાહેરાતમાં ઉલ્લેખ નથી
પગાર : નિયમોનુસાર
અરજી ફી : નિઃશુલ્ક
અરજી કઈ રીતે કરશો :
લાયક ઇચ્છુક ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો તથા બાયોડેટા સહિતના જરૂરી દસ્તાવેજોની નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સહિતની જરૂરી તમામ વિગત મોકલવાની રહેશે.

અરજી માટેનું સરનામું :

ઇન્દિરાગાંધી માધ્યમિક આશ્રમશાળા જામલી (મુ) તા. કવાંટ જિ, છોટાઉદેપુર
વિદ્યાનિકેતન આશ્રમશાળા હમીરપુરા, તા. કવાંટ, જિ. છોટાઉદેપુર
શ્રીજી આશ્રમ શાળા તેજગઢ તા. જિ. છોટાઉદેપુર
નોંધ : ઉમેદવારે આદિવાસીજાતિ વિકાશના પરીપત્રનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે  ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આમ અરજી કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.

આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગે એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 માટે બહાર પાડી ભરતી, જાણો વધુ વિગત
First published: