Home /News /career /

AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભરતી, 50, 000 સુધી મળશે પગાર

AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભરતી, 50, 000 સુધી મળશે પગાર

AAI Recruitment 2022 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં અનુભવી વ્યક્તિઓની ભરતી, અરજી કરવા માટે જાણો વિગતો

AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport authority of India)માં વગર પરીક્ષાએ નોકરી મેળવવાની તક, બહાર પડી છે આ ભરતી

    AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport authority of India)માં વગર પરીક્ષાએ નોકરી મેળવવાની તક બહાર પડી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કેટલીક પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. (AAI Recruitment 2022, Notification) આ ભરતી માટે ઉમેદવારોએ જાહેરાત વાંચી અને અરજી કરવાની રહેશે. ઉમેદવારો માટે ઓનલાઇન એપ્લિકેશનની પ્રક્રિયા (AAI Recruitment 2022 Online Application) 12મી જાન્યુઆરીથી શરૂ થઈ છે. ઉમેદવારો આ નોકરી માટે 31મી જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

    AAI Recruitment 2022 જગ્યા

    એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભરતી માટે જુનિયર કનસલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલટન્ટની જગ્યા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં જૂનિય કન્સલટન્ટની 02 અને એસોસિયેટ કન્સલટન્ટની 3 મળી અને કુલ 05 જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે.

    AAI Recruitment 2022 શૈક્ષણિક યોગ્યતા

    આ નોકરી માટે નિવૃત્ત પીએસયુ અધિકારી જે ઈ5થી ઈ2 લેવલ સુધી સેન્ટ્રલ, સ્ટેટ, ગવર્નમેન્ટ, ડિફેન્સ, પેરામિલિટરી, અથવા ઉચ્ચ સંસ્થાાં એરોનોટિકલ સર્વે કરી ચુક્યા હોય અને ઓછામાં ઓછો 25 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો માટે જ આ નોકરી છે. આ ઉમેદવારની શૈક્ષણિક ડિગ્રી આઈટીઆઈમાંથી અથવા અન્ય માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમાં ઈન સર્વે હોવી જોઈએ.

    AAI Recruitment 2022 જોબ પ્રોફાઇલ

    આ નોકરી સર્વે એન્ડ કાર્ટે સેકશનમાં રહેશે જે દિલ્હી સફદરગંજ એરપોર્ટ મુખ્યાલય ખાતે રહેશે. અહીંયા નોકરી મેળવનાર ઉમેદવારોએ એરપોર્ટ, હેલિપોર્ટ, આરસીએસ પોર્ટ અને વોટર એરોડ્રામના સર્વેમાં મદદ કરવાની રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 05
    શૈક્ષણિક લાયકાત ઈટીઆઈમાંથી અથવા અન્ય માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમાં ઈન સર્વે હોવી જોઈએ.
    અન્ય અનુભવ નિવૃત્ત પીએસયુ અધિકારી જે ઈ5થી ઈ2 લેવલ સુધી સેન્ટ્રલ, સ્ટેટ, ગવર્નમેન્ટ, ડિફેન્સ, પેરામિલિટરી, અથવા ઉચ્ચ સંસ્થાાં એરોનોટિકલ સર્વે કરી ચુક્યા હોય અને ઓછામાં ઓછો 25 વર્ષનો અનુભવ
    પગાર 50,000, 40,000
    અરજી કરવાની અંતિમ તારીખ 31-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ભરતી માટે અરજી કરવા chqrectt@aai.aero      પર મેઈલ કરો



    AAI Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે ઉપર જણાવેલો અનુભવ ધરાવતા ઉમેદવારોને ઈન્ટરવ્યૂના માધ્યમથી પસંદ કરવામાં આવશે. પસંદ થનારા ઉમેદવારોને જૂનિયર કન્સલટન્ટનો પગાર 40,000 અને એસસોસિયેટને 50,000 સુધી પગાર મળશે

    આ પણ વાંચો : SBI Recruitment : SBIમાં ડિજિટલ બેન્કિંગ હેડની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    AAI Recruitment 2022 અરજી કરવાની રીત

    રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ નોકરી માટે chqrectt@aai.aero પર ઈમેલ કરી અને બાયોડેટા સાથે અહીંયા આપવામાં આવેલા ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારોની નોકરી એક વર્ષના કરાર આધારિત રહેશે.

    આ પણ વાંચો : HAL Recruitment 2022 : HALમાં ટેક્નિશિયન એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ભરતી, અહીંથી કરો અરજી
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन