Home /News /career /

AAI Recruitment 2022: જુનિયર એક્ઝિક્યુટિવની 400 પોસ્ટ્સ માટે ભરતી, રૂ. 1,40,000 સુધી પગાર

AAI Recruitment 2022: જુનિયર એક્ઝિક્યુટિવની 400 પોસ્ટ્સ માટે ભરતી, રૂ. 1,40,000 સુધી પગાર

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં ભરતી

AAI Recruitment 2022: સ્નાતક થયેલા ઉમેદવારો (Job for Graduate candidates) માટે આ સુવર્ણ તક છે. જેથી રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આગામી 14 જુલાઈ પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી (Application) કરી શકે છે.

    Jobs And Career: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airports Authority of India) એટલે કે AAI આગામી સમયમાં 400 જુનિયર એક્ઝિક્યુટિવ - એર ટ્રાફિક કંટ્રોલ પોસ્ટ્સ પર ભરતી કરવાની છે. સ્નાતક થયેલા ઉમેદવારો (Job for Graduate candidates) માટે આ સુવર્ણ તક છે. જેથી રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આગામી 14 જુલાઈ પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી (Application) કરી શકે છે. ઓનલાઇન અરજીની પ્રક્રિયા આગામી 15 જૂનથી શરૂ થવા જઈ રહી છે.

    આ ભરતી અંગે નોટિફિકેશનમાં વધુ વિગતો આપવામાં આવી છે. જે મુજબ જરૂરી યોગ્યતા સાથે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં ત્રણ વર્ષના ફુલ ટાઇમ રેગ્યુલર બેચલર્સ (B.Sc) અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા, વયમર્યાદા, લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો અહીં આપવામાં આવી છે.

    મહત્વની તારીખ
    ઓનલાઇન એપ્લિકેશનનો પ્રારંભ: 15 જૂન 2022
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 14 જુલાઈ 2022
    ઓનલાઇન પરીક્ષાની તારીખ: સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે

    ખાલી જગ્યાની વિગતો:
    આ ભરતી અભિયાન હેઠળ જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કન્ટ્રોલ)ની 400 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.











































    જગ્યાઓ400 જુનિયર એકિઝ્ક્યુટિવ
    ઓનલાઇન એપ્લિકેશનનો પ્રારંભ15 જૂન 2022
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ14 જુલાઈ 2022
    ઓનલાઇન પરીક્ષાની તારીખસત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે
    શૈક્ષણિક લાયકાતસ્નાતક
    વયમર્યાદામહત્તમ વય મર્યાદા 27 વર્ષ
    પગાર1,40,000 રૂપિયા સુધી
    અરજી ફીરૂ.1000
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
    ક્યાં અરજી કરવીઅરજી કરવા માટે અહીં ક્લિક કરો

    યોગ્યતા માપદંડ

    શૈક્ષણિક લાયકાત
    ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે ફૂલ ટાઈમ વિજ્ઞાન (B.Sc)માં ત્રણ વર્ષના રેગ્યુલર ગ્રેજ્યુએટ અથવા કોઈપણ શાખામાં ફુલ ટાઇમ એન્જિનિયરિંગમાં રેગ્યુલર બેચલર ડિગ્રી. (કોઈ પણ એક સેમેસ્ટરમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાંથી કોઈ વિષયો હોવા જોઈએ). ઉમેદવાર અંગ્રેજી બોલવા લખવામાં 10+2 ધોરણ લેવલના નિપુણ હોવા જોઈએ (ઉમેદવારે 10માં કે 12માં ધોરણમાં એક વિષય તરીકે અંગ્રેજી પાસ કર્યું હોવું જોઈએ).



    વયમર્યાદા
    14.07.2022 મુજબ મહત્તમ વય મર્યાદા 27 વર્ષની નક્કી કરાઈ છે. નિયમ મુજબ ઉપલી વયમાં છૂટછાટ આપવામાં આવશે.

    આ પણ વાંચોઃ-DRDO Recruitment 2022: સાઈન્ટિસ્ટના 58 પદો પર નીકળી ભરતી, 1.31 લાખ રૂપિયા સુધીનો પગાર, સંપૂર્ણ વિગતો

    પગારધોરણ
    જુનિયર એક્ઝિક્યુટિવ (E-1) રૂ. 40000 - 3% 140000

    આ પોસ્ટ અંગે વધુ જાણકારી માટે નોટિફિકેશનનું PDF અહીં ડાઉનલોડ કરો.

    અરજી ફી
    ઉમેદવારોએ 1000 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી/એસટી/મહિલા ઉમેદવારોએ અરજી ફી તરીકે 81 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે AAIના એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પીડબ્લ્યુડી અને એપ્રેન્ટિસે ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની રહેતી નથી. ઉમેદવારોએ ફી ઓનલાઇન ચૂકવવી પડશે, અન્ય કોઈ મોડમાં ફી સ્વીકારવામાં આવશે નહીં.

    આ પણ વાંચોઃ-Sarkari Naukri: ITBPમાં 248 પદો માટે આવી ભરતી, જાણો કેટલો મળશે પગાર અને કઇ રીતે કરવી અરજી

    કઈ રીતે કરવી અરજી?
    ઉમેદવારો 14 જુલાઈ 2022ના રોજ અથવા તે પહેલાં www.aai.aero વેબસાઈટ પર ટેબ CAREERS હેઠળ પર ઉપલબ્ધ લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: AAI, Government jobs, Jobs and Career, Jobs news, Recruitment 2022, Recruitments

    આગામી સમાચાર