Home /News /career /AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, આ તારીખે શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી, આ તારીખે શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

AAI Recruitment 2022

Apply AAI Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક લાયક ઉમેદવારો આ જગ્યા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2022 છે. ચાલો આ લેખમાં ભરતી વિશે વિગતવાર જાણીએ...

વધુ જુઓ ...
    ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ (The Airport Authority of India AAI) જુનિયર આસિસ્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સત્તાવાર જાહેરાતમાં કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેમણે AAI ભરતીની ઓફિશિયલ વેબસાઇટ - aai.aero પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપને જણાવી દઈએ કે આ ભરતી દ્વારા સિનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ), જુનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસ), સિનિયર આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રોનિક્સ), ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નોટિફિકેશન મુજબ, પૂર્વીય ક્ષેત્ર માટે અલગ-અલગ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર (Last Day to Apply AAI Recruitment 2022) છે.

    આ પણ વાંચો:  ગુજરાતીમાં એન્જીનીયરીંગ ભણવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ : માત્ર 2 જ એડમિશન છતાં GTU કોલેજમાં ભણાવવાનું ચાલુ રાખશે?

    AAI ની ભરતી માટે મહત્વની તારીખો


    ભરતી સંબંધિત નોટિફિકેશન - 30 સપ્ટેમ્બર 2022

    ઓનલાઈન અરજીની શરૂ થશે તારીખ - 12 ઓક્ટોબર 2022

    અરજી કરવાની છેલ્લી તારીખ - 10 નવેમ્બર 2022

    અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 10 નવેમ્બર 2022

    કઈ રીતે કરશો અરજી?



    • ઓનલાઈન અરજી કરવા માટે, પહેલા ઓફિશિયલ વેબસાઈટ- aai.aero પર જાઓ.

    • વેબસાઈટના હોમ પેજ પર તમારે કરિયરની લિંક પર જવાનું રહેશે.

    • આગળના પેજ પર, AAI માં વિવિધ પોસ્ટની ઓનલાઈન ભરતીની લિંક પર ક્લિક કરો.

    • હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.

    • આગલા પેજ પર પ્રથમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો.

    • રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

    • ડાયરેક્ટ લિંક- AAI ભરતી 20222 માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો.


    આ પણ વાંચો:  કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 105 પોસ્ટ માટે આવી ભરતી, આ રીતે કરો અરજી

    લાયકાત અને ઉંમર


    જુનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે મિકેનિકલ / ઓટોમોબાઈલ / ફાયરમાં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ. તે જ સમયે, વરિષ્ઠ સહાયક (ઇલેક્ટ્રોનિક્સ) - ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકોમ્યુનિકેશનમાં ડિપ્લોમા, રેડિયો એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन