Home /News /career /AAI Recruitment 2022: જુનિયર એક્ઝિક્યુટિવના પદો પર નીકળી 400 ભરતીઓ, આજથી અરજી કરી શકાશે
AAI Recruitment 2022: જુનિયર એક્ઝિક્યુટિવના પદો પર નીકળી 400 ભરતીઓ, આજથી અરજી કરી શકાશે
AAI Recruitment 2022: સ્નાતક થયેલા ઉમેદવારો (Job for Graduate candidates) માટે આ સુવર્ણ તક છે. જેથી રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આગામી 14 જુલાઈ પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી (Application) કરી શકે છે.
AAI Recruitment 2022: સ્નાતક થયેલા ઉમેદવારો (Job for Graduate candidates) માટે આ સુવર્ણ તક છે. જેથી રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આગામી 14 જુલાઈ પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી (Application) કરી શકે છે.
Jobs and career: સરકારી નોકરીઓ માટે સારી તક આવી ગઈ છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટી (Airports Authority of India, AAI) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (Junior Executive)ની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે. જુનિયર એક્ઝિક્યુટિવની 400થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 15 જૂન, 2022થી અરજી કરવાનું શરૂ કરી શકે છે. અરજી કરવા માટેનું ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ aai.aero પર રિલીઝ કર્યું છે.
ઉમેદવારો એ ધ્યાનમાં રાખવું કે એપ્લિકેશન ફોર્મનુ રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 14 જુલાઈ, 2022 છે. પરીક્ષાની ટેન્ટેટિવ તારીખ ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ઓનલાઈન મોડ દ્વારા લેવામાં આવશે.
- SC/ST/ મહિલા ઉમેદવારો માટે અરજી ફી 81 છે. - અન્ય ઉમેદવારો માટે આ ફી 1000 રહેશે. - PWD અને એપ્રેન્ટિસ કે જેમણે AAIમાં એપ્રેન્ટિસશીપ તાલીમનું એક વર્ષ પૂર્ણ કર્યું છે, તેમના માટે કોઈ ફી ચૂકવણી કરવાની રહેતી નથી.
- 14 જુલાઈ, 2022ના રોજ ઉમેદવારોની ઉંમર મહત્તમ 27 વર્ષ હોવી જોઈએ. - ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનમાં અન્ય તમામ કેટેગરી માટે વય મર્યાદા છૂટછાટની વિગતો ચકાસી શકે છે. - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા ટોચની સંસ્થામાંથી IIT, IIM, TISS, XLRIની ડિગ્રી હોવી જોઈએ. - ઉમેદવાર પાસે બેચલર ડિગ્રીમાં 60 ટકા ગુણ અથવા સમકક્ષ હોવા જોઈએ. - Tech/B.E/B.Sc ધરાવતા ઉમેદવારો અને એન્જિનિયરિંગ અરજી કરવાની છૂટ છે. - પાર્ટ ટાઈમ અથવા ડિસ્ટન્સ મોડ દ્વારા મેળવેલ લાયકાતની જરૂરિયાત મુજબ માન્યતા પ્રાપ્ત અને લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
જુનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે કંપની સીટીસીની આશરે રૂ. 12 લાખ પ્રતિ વર્ષ હશે, જે AAIની નોટિફિકેશનમાં દર્શાવેલ છે. ઉમેદવારો જરૂરિયાતો અને અન્ય વિગતો પર વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન ચકાસી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારો નીચેના સ્ટેપ્સ ફોલો કરી શકે છે.
- ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ aero પરથી અરજી કરી શકે છે. - વેબસાઈટ ઓપન કર્યા પછી કરિયર સેક્શનમાં જાઓ. - ઉમેદવારો જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે સીધી ભરતી માટેની લિંક જોઈ શકશે. - અહીં રજીસ્ટ્રેશન લિંક આપવામાં આવી હશે જેના પર ક્લિક કરો. - ટર્મ્સ અને કંડિશન સારી રીતે વાંચો. - જો તમે રજીસ્ટર ન કર્યું હોય અથવા જો તમે પહેલાથી જ રજીસ્ટર્ડ છો અને અગાઉ લોગિન કર્યું હોય તો લોગિન/સાઇન અપ પર ક્લિક કરો. - એકવાર તમે રજીસ્ટ્રેશન કરો અને લોગિન કરી અરજી કરો ત્યારે તમને તમારું લોગિન આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે. - જેમણે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવેલુ છે તેઓ સીધા જ ફોર્મ દ્વારા અરજી કરવાનું શરૂ કરી શકે છે. - ફોર્મમાં તમામ વિગતો સારી રીતે ભરો અને ચકાસો તમયાર બાદ ફોર્મ સબમીટ કરો. - વિગતો ભર્યા પછી સબમીટ કરો.